કોરોના ઈન્ડિયા LIVE:44,358 કેસ, મૃત્યુઆંક-1396: સરકારે કહ્યું છેલ્લા 24 કલાકમાં 1074 દર્દીને સારું થયું, સંક્રમિતોનો રિકવરી રેટ વધીને 27.52 ટકા

નવી દિલ્હી2 વર્ષ પહેલા
આ તસવીર કોલકાતાની છે. સ્વાસ્થ્ય કર્મચારી સેનેટાઈઝ કરી રહ્યા છે - Divya Bhaskar
આ તસવીર કોલકાતાની છે. સ્વાસ્થ્ય કર્મચારી સેનેટાઈઝ કરી રહ્યા છે
  • અમે ક્યારેય શ્રમિકો પાસે ટ્રેનનું ભાડુ લેવાની વાત કરી નથી, 85% કેન્દ્ર અને 15% રાજ્ય સરકાર વહન કરશે:સરકાર
  • સોનિયા ગાંધીએ કેન્દ્ર અને રેલવે પર શ્રમિકો પાસેથી ભાડુ લેવાનો આરોપ લગાવ્યો હતો, કહ્યું કે સ્થાનિક કોંગ્રેસ કમિટી તેની વ્યવસ્થા કરે
  • સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- અત્યાર સુધીમાં 11,706 લોકો ઠીક થયા, રિકવરી રેટ 27.5 ટકા પહોંચ્યો, 5 દિવસ બાદ 3.7 ટકાની વૃદ્ધિ
  • સતત ત્રીજા દિવસે રેકોર્ડ 2676 નવા દર્દી વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં સૌથી વધારે 427 પોઝિટિવ મળ્યા

દેશમાં અત્યાર સુધી 44,358 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે અને 1396 લોકોના મોત થયા છે.સોમવારે ગુજરાતમાં 376, રાજસ્થાનમાં 130, પંજાબમાં 130, ઉત્તર પ્રદેશમાં 122, તમિલનાડુમાં 527 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે કુલ સંક્રમિત 42,836 છે. 29,685 લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. 11,762 લોકોને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 2573 નવા કેસ સામે આવ્યા છે.

હાલની સ્થિતિમાં મહારાષ્ટ્ર કોરોના વાઈરસના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા વાળું રાજ્ય છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 12,974 લોકો સંક્રમિત છે. બીજા ક્રમે ગુજરાત છે જ્યાં સંક્રમિતોનો આંકડો પાંચ હજારને પાર કરી ગયો છે. રાજધાની દિલ્હી હાલ 4,549 સંક્રમિતો સાથે ત્રીજા ક્રમે છે.અગ્રવાલના મતે કન્ટેનમેન્ટ ઝોન અને તેની બહાર પણ અમે તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યા છીએ. જ્યાં રાહત આપવામાં આવી છે ત્યાં ભીડથી બચવા માટે લોકડાઉનમાં આપણે આપણી સામાજીક જવાબદારી સમજવાની રહેશે. બીજી બાજુ દેશમાં કોરોનાથી રિકવરી રેટ 27.52 ટકા થઈ ગયો છે. 28 એપ્રિલના રોજ તે 23.8 ટકા હતો. 

અમૃતસરથી 250 એનઆરઈ બ્રિટન પરત ફર્યાં

કોરોના વાઈરસ લોકડાઉનને પગલે બ્રિટમાં રહેલા એનઆરઆઈ છેલ્લા એક મહિના કરતા વધારે સમયથી અમૃતસરમાં રોકાયા હતા. આ સંજોગોમાં 250 એનઆરઆઈને રવિવારે રાત્રે સ્પેશ્યલ ફ્લાઈટ મારફતે બ્રિટન મોકલવામાં આવ્યા હતા.

શ્રમિકોની શક્ય તમામ મદદ કરશું

અગ્રવાલના જણાવ્યા પ્રમાણે અમે ક્યારેય શ્રમિકો પાસેથી ભાડા લેવાની વાત કરી નથી. ભાડાની 85 ટકા રકમ કેન્દ્ર અને 15 ટકા રાજ્ય સરકાર વહન કરશે. રેલવે અને રાજ્ય સરકારોએ પરસ્પર વાતચીત કર્યા બાદ જ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હીમાં BSFના વધુ 25 જવાન સંક્રમિત મળ્યા 
દિલ્હીની જામા મસ્જિદ પાસે તહેનાત બીએસએફના 25 જવાન કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 42 અને ત્રિપુરામાં 12 BSF જવાન કોરોનાના સંકજામાં આવી ચુક્યા છે. સાથે જ CRPF મુખ્યાલયનો એક ડ્રાઈવર પણ સંક્રમિત છે. મુખ્યાલયને સેનેટાઈઝ કરાઈ રહ્યું છે. CRPFના 135 જવાન પહેલાથી પોઝિટિવ છે. 

કેન્દ્રની ટીમે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યું કે, રાજ્યમાં કોરોના સંક્રમિતોના મોતનો દર 12.8 ટકા છે, જે દેશમાં સૌથી વધારે છે. એટલે કે અહીંયા દર 100 સંક્રમિતો પર લગભગ 13 દર્દીઓના મોત થયા છે. જો કે, પશ્વિમ બંગાળમાં કોરોના સંક્રમિતોના મોતના આંકડા અંગે વિવાદ છે. તાજેતરમાં મમતા બેનર્જીએ સ્વીકાર્યું હતું કે, રાજ્યમાં 105 કોરોના સંક્રમિતોના મોત થયા છે. પરંતુ આમાથી 72 સંક્રમિતોને અન્ય ઘણી બિમારીઓ હતી, એટલા માટે તેમની મોતનું કારણ કોરોના ગણવામાં નહોતું આવ્યું. તેમને સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ સંક્રમિત સાઈકલ પરથી પડીને મરી જાય તો શું તેને કોરોના સંક્રમણથી મોત કહેવાશે?  ગત મહિને કોરોનાથી વધારે અસરગ્રસ્ત થયેલા રાજ્યોમાં કેન્દ્ર ટીમ તપાસ માટે ગઈ હતી. બંગાળથી પાછી આવેલી ટીમે પશ્વિમ બંગાળ સરકારને પુછ્યું હતું કે તમે સંક્રમિતોના મોતનું કારણ કેવી રીતે નક્કી કર્યું

મહત્વના અપડેટ્સ 

  • સિવિલ સર્વિસ પ્રારંભિક પરીક્ષા ટાળવામાં આવીઃ યુપીએસઈએ સિવિલ સર્વિસ પ્રારંભિક પરીક્ષા લોકડાઉનના કારણે હાલ ટાળી દીધી છે. આ પરીક્ષા 31 મેના રોજ થવાની હતી. પરીક્ષાની નવી તારીખ 20મેના રોજ જાહેર કરવામાં આવશે.
  • બિહારના છપરામાં ડિઝાસ્ટર રાહત કેન્દ્રનો કૂક પોઝિટિવ મળી આવ્યો છે.
  • દિલ્હીમાં SSBના 8 જવાન કોરોના પોઝિટિવ, સંક્રમિત જવાનોની સંખ્યા 13 થઈ
  • દેશમાં ચાલી રહેલી મહામારીમાં ઘણા મજૂરો લાંબા સમય સુધી ફસાયેલા હતા. હવે તેમને એક મહિના પછી ઘરે જવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારે મજૂરોનો રેલવે ખર્ચ તેમની પાસે જ વસુલવાનો નિર્ણય કર્યો છે. પરંતુ હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાતવાળા મજૂરોની રેલવે ટિકિટનો ખર્ચ ઉપાડશે.
  • રાજસ્થાનમાં આજથી કોરોના સંક્રમિતોની પ્લાઝ્મા થેરેપીથી સારવાર શરૂ કરાશે

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસ કેસ
03 મે2676
02 મે2567
01 મે2396
28 એપ્રિલ1902
25 એપ્રિલ1835

26 રાજ્ય, 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેલાયું સંક્રમણ

કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 26 રાજ્યોમાં ફેલાયું છે. 6 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આના સંકજામાં આવી ગયા છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે. 

રાજ્યકેટલા સંક્રમિતકેટલા સાજા થયાકેટલા મોત 
મહારાષ્ટ્ર12,9742115548
ગુજરાત5,4281042290
દિલ્હી4,5491,36264
મધ્યપ્રદેશ2837798156
રાજસ્થાન3016135675
તમિલનાડુ3023137930
ઉત્તરપ્રદેશ264575443
આંધ્રપ્રદેશ165052433
તેલંગાણા108254529
પશ્વિમ બંગાળ92215150
જમ્મુ-કાશ્મીર70128708
કર્ણાટક64230426
કેરળ50040104
પંજાબ110211721
હરિયાણા46325105
બિહાર52512404
ઓરિસ્સા1636001
ઝારખંડ1152703
ઉત્તરાખંડ603901
હિમાચલ પ્રદેશ403402
આસામ433301
છત્તીસગઢ573600
ચંદીગઢ1022101
આંદામાન-નિકોબાર332600
લદ્દાખ421700
મેઘાલય121001
પુડ્ડુચેરી120501
ગોવા070700
મણિપુર020200
ત્રિપુરા160200
અરુણાચલ પ્રદેશ010100
મિઝોરમ10000

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ 
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ2837- અહીંયા રવિવારે 49 નવા દર્દી મળી આવ્યા હતા. રાજ્ય સરકારે 4 મે બાદ કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર રાજ્યભરમાં છૂટ આપવાની યોજના બનાવી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ક્લેક્ટર્સને 3 દિવસમાં પોત પોતાના જિલ્લાનું નિરીક્ષણ કરીને રિપોર્ટ આપવા માટે કહ્યું હતું. લગ્ન સમારોહમાં છૂટ વધારાઈ રહી છે. પહેલા વર વધૂ સાથે 10 લોકો લગ્નમાં જોડાઈ શકતા હતા હવે તેને વધારીને 50 કરાઈ રહ્યા છે.

ઈન્દોરની એક હોસ્પિટલમાંથી 54 કોરોના સંક્રમિતોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. શહેરમાં રવિવારે 23 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીંયા 1500થી વધારે દર્દી છે.
ઈન્દોરની એક હોસ્પિટલમાંથી 54 કોરોના સંક્રમિતોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. શહેરમાં રવિવારે 23 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અહીંયા 1500થી વધારે દર્દી છે.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2645- રાજ્યમાં રવિવારે 158 નવા કોરોનાના દર્દી વધ્યા હતા. રાજ્યના 754 લોકો સાજા થયા છે, જ્યારે 43 લોકોના મોત થયા છે. અહીંયા સૌથી વધારે 536 આગરામાં છે. શહેરમાં 14 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ12974- અહીંયા રવિવારે સંક્રમણના 678 નવા કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી 2100થી વધારે દર્દી સાજા થયા છે. રાજ્ય સરકાર હવે રાજ્યના તમામ નાગિરકોને કેશલેશ સ્વાસ્થ્ય વીમો આપવા જઈ રહી છે.

સેનાના જવાન પ્રયાગરાજ સ્ટેશન પર સ્પેશ્યલ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. સેનાએ તાજેતરમાં નિર્ણય કર્યો હતો કે ટ્રેનિંગ પુરી કરનારા જવાનોને તેમના યુનિટમાં મોકલશે
સેનાના જવાન પ્રયાગરાજ સ્ટેશન પર સ્પેશ્યલ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. સેનાએ તાજેતરમાં નિર્ણય કર્યો હતો કે ટ્રેનિંગ પુરી કરનારા જવાનોને તેમના યુનિટમાં મોકલશે

રાજસ્થાન, સંક્રમિતઃ3009- અહીંયા સોમવારે 123 કોરોના સંક્રમિત મળ્યા છે. જેમાંથી જોધપુરમાં 73, ચિત્તોડગઢમાં 19, જયપુરમાં 12, પાલીમાં 11, કોટામાં 03, રાજસમંદમાં 2, જ્યારે અલવર, બીકાનેર અને ઉદયપુરમાં 1-1 દર્દી મળ્યા.

અજમેરની હોટલની બારીમાંથી બહાર ડોકિયા કરી રહેલા મજૂર. આ તમામને લોકડાઉનના કારણે અહીંયા રોકવામાં આવ્યા છે.
અજમેરની હોટલની બારીમાંથી બહાર ડોકિયા કરી રહેલા મજૂર. આ તમામને લોકડાઉનના કારણે અહીંયા રોકવામાં આવ્યા છે.

બિહાર, સંક્રમિતઃ517- રાજ્યમાં 38માંથી 31જિલ્લા સંક્રમણના સંકજામાં છે. નવા વિસ્તારમાં સંક્રમણ અને પાછા આવતા પ્રવાસી મજૂરોને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં કોઈ વિશેષ છૂટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આખા બિહારને રેડ અને ઓરેન્જ ઝોનમાં વહેંચી દેવાયું છે. ગ્રીન ઝોન નહીં હોય.

પટનામાં કલાકાર યમરાજનું રૂપ ધારણ કરીને રસ્તા પર ઉતરી ગયા છે. તેમણે લોકોને કોરોના મહામારી પ્રત્યે જાગૃત કર્યા અને લોકડાઉનમાં ઘરમાં જ રહેવાની અપીલ કરી
પટનામાં કલાકાર યમરાજનું રૂપ ધારણ કરીને રસ્તા પર ઉતરી ગયા છે. તેમણે લોકોને કોરોના મહામારી પ્રત્યે જાગૃત કર્યા અને લોકડાઉનમાં ઘરમાં જ રહેવાની અપીલ કરી

દિલ્હી,સંક્રમિતઃ4549- અહીંયા રવિવારે કુલ 427 કેસ આવ્યા આવ્યા હતા. દિલ્હીમાં એક દિવસમાં સંક્રમિતોનો આ સૌથી મોટો આંકડો છે. તો બીજી તરફ ગુડગાંવ બાજુ આવેલા કાપસહેડાની એક બિલ્ડીંગમાં 17 નવા દર્દી મળ્યા છે.

દિલ્હીના કાશ્મીરી ગેટથી નીકળી રહેલો બસોનો કાફલો. કેજરીવાલ સરકારે કોટામાં ફસાયેલા અહીંયાના વિદ્યાર્થીઓને કાઢવા માટે વિશેષ બસો મોકલી હતી.
દિલ્હીના કાશ્મીરી ગેટથી નીકળી રહેલો બસોનો કાફલો. કેજરીવાલ સરકારે કોટામાં ફસાયેલા અહીંયાના વિદ્યાર્થીઓને કાઢવા માટે વિશેષ બસો મોકલી હતી.
અન્ય સમાચારો પણ છે...