કોરોના ઈન્ડિયા LIVE:દરેક 100 ટેસ્ટ પર સૌથી વધુ 19 સંક્રમિત મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે,6 રાજ્યોમાં પોઝિટીવિટી રેટ 10થી વધુ; દેશમાં કુલ 34.65 લાખ કેસ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 76,664 કેસ નોંધાયા, 64 હજાર દર્દી સાજા થયા; 1,018ના મોત
  • 7.50 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, 62 હજારના મોત; 4 કરોડ ટેસ્ટ થઈ ચુક્યા છે

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34.65 લાખ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 76,664 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સતત બીજો દિવસ છે, જ્યારે 76 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ પોઝિટીવિટી રેટ 19% મહારાષ્ટ્રમાં છે. એટલે કે દર 100 ટેસ્ટ પર 19 કોરોના સંક્રમિત મળી રહ્યા છે. 18% પોઝિટીવિટી રેટ સાથે પોડિંચેરી બીજા નંબરે છે. આ ઉપરાંત ચંદીગઢ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, દિલ્હી અને તેંલગાણામાં પોઝિટીવિટી રેટ 10%થી વધુ છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • જમ્મુ કાશ્મીરમાં ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં પીએમ કેર ફંડ દ્વારા ભારતમાં બનાવાયેલા 35 વેન્ટીલેટર ઉપલબ્ધ કરાવાયા છે. જેને ઝડપથી ઈન્સ્ટોલ કરવામાં આવશે. અહીંયા ICUમાં વેન્ટીલેટરની અછતને કારણે કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં મુશ્કેલી પડી રહી હતી.
  • તેલંગાણામાં હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાંથી 26-27 ઓગસ્ટે ગુમ થયેલા ચાર કોરોના દર્દીઓની શોધ કરવામાં આવી રહી છે. આ દર્દી બંધક હતા અને તેમને પ્રિજનર વોર્ડમાં રાખવામાં આવ્યા હતા.
  • ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શુક્રવારે લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના મંત્રી અને પૂર્વ ક્રિકેટર ચેતન ચૌહાણની યાદમાં એક રોડનું નામ રાખવાની જાહેરાત કરી હતી. ગત દિવસોમાં ચૌહાણનું કોરોનાથી નિધન થયું હતું.
  • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 7 દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટિન રહેવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે બે ધારાસભ્યોની મુલાકાત કરી હતી જે પછીથી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.
  • હરિયાણા સરકારે 22 ઓગસ્ટે શરૂ કરેલા વીકેન્ડ લોકડાઉનનો નિર્ણય શુક્રવારે બદલી દીધો હતો. હવે શનિ-રવિની જગ્યાએ, સોમ-મંગળે લોકડાઉન થશે. આ દરમિયાન માત્ર જરૂરી ચીજવસ્તુની દુકાન ખુલ્લી રહેશે.
  • મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વૈશ્વિક મહામારી સંચાલનને MBBSના કોર્સમાં સામેલ કરી લીધી છે. જેમાં વિદ્યાર્થીઓને મહામારીને સમજવા, તેના વિશે શોધ કરવા અને તેની સારવાર અંગે ભણાવામાં આવશે.

આ મહિને અત્યાર સુધી એક્ટિવ કેસમાં 1.83 લાખનો વધારો
દેશમાં આ મહિને 17 લાખથી વધુ કેસ નોંધાયા છે. 15 લાખથી વધુ દર્દી સાજા થયા છે. જ્યારે 25 હજારના મોત થયા છે. 1.83 લાખ એક્ટિવ કેસ વધ્યા છે. આગામી ત્રણ દિવસમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાવાનું અનુમાન છે, જ્યારે એક્ટિવ કેસમાં આઠથી 10 હજારનો વધારો થશે, એટલે કે ઓગસ્ટમાં 19 લાખ કેસ નોંધાવાના અને લગભગ 1.90 લાખ એક્ટિવ કેસ વધવાનું અનુમાન છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 1,252 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 59,433 થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આ બિમારીથી 17 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા હવે 1,323 થઈ ગઈ છે.તો આ તરફ છતરપુરના પૂર્વ મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી(CMHO)વીએસ વાજપેયીનું કોરોનાથી શુક્રવારે મોત થયું છે. તે ભોપાલના ચિરાયું હોસ્પિટલમાં દાખલ હતા.

2. રાજસ્થાન છેલ્લા 24 કલાકમાં 1,355 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 77,370 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 62,033 લોકો સાજા થયા છે, જ્યારે 1,017 દર્દીઓના મોત થયા છે. હાલ 14,320 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. બિહાર છેલ્લા 24 કલાકમાં 1,998 નવા સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે. આ સાથે જ કુલ કેસ 1 લાખ 30 હજાર 848 થઈ ગયા છે. જેમાંથી 1 લાખ 12 હજાર 445 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 674 દર્દીઓના મોત થયા છે. 17,728 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. મહારાષ્ટ્ર છેલ્લા 24 કલાકમાં 14,361 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 7 લાખ 47 હજાર 995 લોકો આ બિમારીના સંકજામાં આવી ગયા છે. જેમાંથી 5 લાખ 43 હજાર 170 દર્દી સાજા થઈ ચુક્યા છે. 1 લાખ 80 હજાર 718ની સારવાર ચાલી રહી છે. શુક્રવારે 331 કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં આ મહામારીથી જીવ ગુમાવનારોની સંખ્યા વધીને 23,775 થઈ ગઈ છે.

5. ઉત્તરપ્રદેશ છેલ્લા 24 કલાકમાં 5,447 કેસ નોંધાયા છે. 4,986 લોકો સાજા થયા અને 77 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2 લાખ 13 હજાર 824 કેસ નોંધાયા છે.1 લાખ 57 હજાર 879 દર્દી સાજા થયા છે, જ્યારે 3,294 દર્દીઓના મોત થયા છે. અહીંયા દેશમાં સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શુક્રવારે 1.20 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે.અત્યાર સુધી કુલ 52 લાખ તપાસ કરવામાં આવી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...