દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના એક હજારથી પણ વધુ નવા કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના 1508 અને 18 એપ્રિલે 1371 નવા કેસ સામે આવ્યા હતા. સોમવારે સૌથી વધારે 466 કેસ મુંબઇમાંથી મળ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 4666 થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 232 છે. જે દેશમાં સૌથી વધારે છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે 75 હજાર રેપિડ ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શરતો સાથે કેન્દ્રએ ટેસ્ટની મંજૂરી આપી છે.
મણિપુર કોરોના વાઈરસથી સંપૂર્ણપણે મુક્ત
મણિપુર કોવિડ-19 મહામારીથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયું છે. મુખ્યમંત્રી બીરેન સિંહે સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉનમાં છૂૂટ આપવાનો નિર્ણય કર્યો છે. પણ ઈમ્ફાલમાં હવે પછીના આદેશ સુધી કોઈ જ છૂટ આપવામાં આવશે નહી. શહેરી વિસ્તારોમાં આવશ્યક સામાન ખરીદવા માટે દુકાનોને સવારે 8થી બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવામાં આવશે.
સંક્રમિતોની સંખ્યા 18000ને પાર
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18034 થઈ ગઈ છે અને 573 લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં 283, ગુજરાતમાં 108, આંધ્ર પ્રદેશમાં 75, રાજસ્થાનમાંથી 57, પશ્ચિમ બંગાળમાં 29, ઉત્તર પ્રદેશમાં 17, કર્ણાટકમાંથી 5 અને હરિયાણામાંથી 1 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ રવિવારે 20 રાજ્યોમાં 1580 કેસ આવ્યા હતા. એક દિવસમાં આ સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. આંકડા covid19india.org અને રાજ્ય સરકાર તરફથી માહિતી પ્રમામે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવાર વચ્ચે દેશમાં 31 સંક્રમિતોનું મોત થયું છે. 1324 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ 16 હજાર 116 કેસ થઈ ગયા છે. જેમાં 13,295 એક્ટિવ કેસ છે. 2302 લોકોના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલયે ઘણા શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઈન્દોર, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે રાજસ્થાનના જયપુર, પશ્વિમ બંગાળના કોલકાતા, હાવડા, મેદનીપુર પૂર્વ, 24 ઉત્તર પરગના દાર્જીલિંગ, કેલિમ્પોંગ અને જલપાઈગુડીમાં સ્થિતિ ગંભીર છે.
ભારતીય સેનાએ જવાનોને ત્રણ કેટેગરીમાં વહેંચ્યા
ભારતીય સેનાએ તેના જવાનોને કોરોના સંક્રમણથી બચાવવા માટે ખાસ યોજના બનાવી છે. રજા પર ગયેલા અથવા અસ્થાયી ડ્યૂટી સાથે જોડાનારા જવાનો અને તેમના રિપોર્ટિંગ માટે સેનાએ દિશા-નિર્દેશ નક્કી કર્યા છે. આ તમામને ત્રણ કેટેગરી- ગ્રીન,યલો અને રેડ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે જે જવાનોએ 14 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પુરો કરી લીધો એ તમામ ગ્રીન ઝોનમાં હશે. જે 14 દિવસના ક્વૉરન્ટીન પીરિયડમાં જવાના છે તે યલો કેટેગરીમાં હશે અને જે જવાનમાં સંક્રમણની શંકા હશે તેમને રેડ ઝોનની કેટેગરીમાં રાખવામાં આવશે.
ગત સપ્તાહે સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે કુપવાડામાં ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે, અમારા જવાન જે કોઈના સંપર્કમાં આવ્યા નથી, તેમને યૂનિટમાં પાછા લઈ જવાઈ રહ્યા છે. તેમના માટે બેંગલુરુથી જમ્મુ અને બેંગલુરુથી ગુવાહાટી વચ્ચે 2 વિશેષ ટ્રેન દોડતી કરવામાં આવી રહી છે. સેના પ્રમુખે એવું પણ કહ્યું હતું કે, ભારતીય સેનામાં હાલ માત્ર 8 લોકો કોરોના સંક્રમિત છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
મહત્વના અપડેટ્સ
ગોવા બાદ હવે મણિપુર પણ કોરોના મુક્ત થયું
મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યું કે, મને એ જણાવતા ખુશી થઈ રહી થે કે મણિપુર હવે કોરોના મુક્ત છે. અહીંયા બે દર્દી હતા, બન્ને પુરી રીતે સ્વસ્થ થઈ ગયા છે. રાજ્યમાં સંક્રમણના કોઈ નવા કેસ સામે આવ્યા નથી. રવિવારે ગોવા પણ કોરોના મુક્ત થયું છે.અહીંયા દાખલ તમામ 7 દર્દીઓની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
પાંચ દિવસ બાદ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા
દિવસ | કેસ |
19 એપ્રિલ | 1580 |
18 એપ્રિલ | 1371 |
13 એપ્રિલ | 1243 |
16 એપ્રિલ | 1061 |
24 એપ્રિલ | 1031 |
6 રાજ્ય, એક કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 1407- અહીંયા રવિવારે પાંચ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તો બીજી બાજું ઈન્દોરમાં 45 વર્ષના પોલીસ સ્ટેશન પ્રભારી દેવેન્દ્ર ચંદ્રવંશીનું સંક્રમણના કારણે મોત થયું છે, જો કે મળતી માહિતી પ્રમાણે તેમના સતત 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી.
રાજ્ય | કેટલા સંક્રમિત થયા | કેટલા સ્વસ્થ થયા | કેટલાનું મોત |
મહારાષ્ટ્ર | 4200 | 507 | 223 |
દિલ્હી | 2003 | 290 | 45 |
તમિલનાડુ | 1477 | 411 | 15 |
મધ્યપ્રદેશ | 1407 | 131 | 72 |
રાજસ્થાન | 1495 | 205 | 24 |
ગુજરાત | 1851 | 105 | 67 |
ઉત્તરપ્રદેશ | 1117 | 127 | 17 |
તેલંગાણા | 858 | 186 | 21 |
આંધ્રપ્રદેશ | 647 | 65 | 17 |
કેરળ | 401 | 270 | 03 |
કર્ણાટક | 390 | 114 | 16 |
જમ્મુ-કાશ્મીર | 350 | 56 | 5 |
પશ્વિમ બંગાળ | 339 | 62 | 12 |
હરિયાણા | 250 | 112 | 05 |
પંજાબ | 244 | 37 | 16 |
બિહાર | 96 | 42 | 2 |
ઓરિસ્સા | 68 | 24 | 01 |
ઉત્તરાખંડ | 42 | 9 | 00 |
હિમાચલ પ્રદેશ | 39 | 16 | 02 |
આસામ | 34 | 17 | 01 |
છત્તીસગઢ | 36 | 25 | 00 |
ઝારખંડ | 41 | 00 | 02 |
ચંદીગઢ | 29 | 09 | 02 |
લદ્દાખ | 18 | 14 | 00 |
આંદામાન-નિકોબાર | 15 | 11 | 00 |
મેઘાલય | 11 | 00 | 01 |
ગોવા | 7 | 7 | 00 |
પુડ્ડુચેરી | 7 | 4 | 0 |
મણિપુર | 2 | 1 | 00 |
ત્રિપુરા | 2 | 1 | 00 |
અરુણાચલ પ્રદેશ | 1 | 1 | 00 |
દાદરા નગર હવેલી | 1 | 0 | 0 |
મિઝોરમ | 1 | 0 | 0 |
નાગાલેન્ડ | 1 | 0 | 0 |
મહારાષ્ટ્ર, સંક્રમિત 4200- અહીંયા રવિવારે 552 નવા કેસ આવ્યા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યના ગ્રીન અને ઓરેન્જ ઝોન વાળા 26 જિલ્લામાં સોમવારથી ઔદ્યોગિક કામગીરી શરૂ કરી દેવાશે. આ જિલ્લામાં કોરોનાના ઓછા કેસ છે.
રાજસ્થાન, સંક્રમિત 1478- અહીંયા રવિવારે 127 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં જોધપુરમાં 30, ભરતપુરમાં 17, નાગોરમાં 12, જયપુરમાં 1, સવાઈ માધોપુરમાં 4, બીકાનેર, કોટા અને ઝાલાવાડમં 2-2 જ્યારે ભીલવાડા, ઝૂંઝૂનૂં, જેસલમેર અને હનુમાનગઢમાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો .
ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1099ઃ અહીંયા રવિવારે 125 નવા કેસ સામે આવ્યા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 915ની સારવાર ચાલી રહી છે. 108 સ્વસ્થ થયા છે, જ્યારે 14ના મોત થયા છે. તો બીજી તરફ કાનપુરમાં તંત્રએ તબલીઘ જમાતઓ માટે અસ્થાઈ જેલ બનાવી છે.
બિહાર, સંક્રમિત 96- બિહારમાં રવિવારે સંક્રમણના 10 નવા કેસ સામે આવ્યા, રાજ્યમાં અત્યાર સુધી 42 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે. 52ની સારવાર ચાલી રહી છે. 2 સંક્રમિતોના મોત થયા છે.
દિલ્હી, સંક્રમિતઃ2003- સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, રવિવારે કુલ 110 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અહીંયા મોતનો આંકડો 45 થઈ ગયો છે. મૃતકોમાંથી 38 દર્દી એવા હતા, જેમણે અન્ય કોઈ ગંભીર બિમારીઓ હતી. તેમણે કહ્યું કે, રેપિડ ટેસ્ટ થવાની પુરી શક્યતા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.