કોરોના ઈન્ડિયા LIVE:કુલ 1,03,860 કેસઃ ભારતમાં 1 લાખ વસ્તી પર 0.2 મોત, વિશ્વમાં આ આંકડો 4.1;સ્પેનમાં સૌથી વધુ 59.2 મોત

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • ભારતમાં 100થી 1 લાખ દર્દી થતા સૌથી વધારે 64 દિવસ લાગ્યા, અમેરિકામાં વધુ ઝડપે ફેલાયું
  • મહારાષ્ટ્રમાં સૌથી વધારે 35058 દર્દી, સતત બીજા દિવસે 2 હજારથી વધુ પોઝિટિવ મળ્યા
  • દેશમાં છેલ્લા 7 દિવસમાં 33185 સંક્રમિત વધ્યા, હવે દર એક લાખની આબાદી પર 7 દર્દી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં એક લાખની વસ્તી પર કોરોનાથી 0.2 મોત થયા છે, જ્યારે વિશ્વમાં આટલી વસ્તી પર 4.1 મોત થઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં વાઈરસથી વિશ્વભરમાં 3,11847 દર્દીના મોત થયા છે.તેમા એક લાખ વસ્તી પર સૌથી વધારે સ્પેનમાં 59.2 મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 27,650 લોકોના મોત થયા છે.

ઈટાલી બીજા સ્થાન પર છે. અહીં એક લાખ વસ્તી પર 52.80 મોત થયા છે. ત્યારબાદ બ્રિટન છે. અહીં અત્યાર સુધીમાં 34,636 લોકોના મોત થયા છે. એક લાખની વસ્તી પર ફ્રાંસમાં 41.90, જર્મનીમાં 9.6, ઈરાનમાં 8.5 અને કેનાડામાં 15થી વધારે મોત થયા છે.

દેશમાં કોરોના સંક્રમિતોની આંકડો એક લાખને પાર

બીજી બાજુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર થઈ ગઈ છે. તેને 100 દર્દીથી આ સ્તરે પહોંચવામાં 64 દિવસનો સમય લાગ્યો છે. આ બાબતમાં ભારતની સ્થિતિ અમેરિકા, ઈટાલી અને બ્રિટન સહિત અન્ય વિકસિત દેશોની તુલનામાં સારી સ્થિતિ છે. અમેરિકામાં સૌથી વધારે ઝડપથી આંકડા વધ્યા છે. અહીં 100થી એક લાખ પહોંચવામાં ફક્ત 25 દિવસ સમય લાગ્યો હતો. આ આંકડા worldmeters વેબસાઈટ પ્રમાણે છે.

100થી એક લાખ દર્દી થતા કેટલો ટાઈમ લાગ્યો

દેશદિવસ
ભારત64
બ્રિટન42
ફ્રાન્સ39
ઈટલી36
જર્મની35
સ્પેન30
અમેરિકા25

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 3 હજાર 860 થઈ ગઈ છે.મંગળવારે દિલ્હીમાં 500, રાજસ્થાનમાં 250, મધ્ય પ્રદેશમાં 229, કર્ણાટકમાં 149, ઓરિસ્સામાં 102, બિહારમાં 72, આંધ્ર પ્રદેશમાં 57 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત 814 સંક્રમિતનો પણ વધારો થયો છે. જોકે આ કયા રાજ્યો છે તે અંગે હજુ સ્પષ્ટ કરવામાં આવ્યુ નથી.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દર્દીઓના સાજા થવાનો રેશિયો 38.29 ટકા થઈ ગયો છે. દેશમાં દર લાખ આબાદી પર દર્દીઓની સંખ્યા 7.1 છે. સાથે જ કેન્દ્રએ પોતાના 50% જૂનિયર સ્ટાફને ઓફિસ આવવા માટે કહ્યું છે. લોકડાઉન બાદ અહીંયા 33% કર્મચારીઓ સાથે કામકાજ થઈ રહ્યું હતું. 

 અપડેટ્સ 

  • મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા મંગળવારે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળની પાંચ કંપનીઓને તહેનાત કરાઈ છે. જેમને મુંબઈમાં 1,3,5,6 અને 9 જોનમાં તહેનાત કરવામાં આવશે.
  • મુંબઈ પોલીસ તરફથી આ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આ પહેલા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની પાંચ કંપનીઓની પહેલી બેચ સોમવારે મુંબઈ પહોંચી હતી. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને પોલીસની મદદ માટે સીએપીએફને મોકલવાની અપીલ કરી હતી.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દર્દીઓના સાજા થવાનો દર વધીને 38.29% થઈ ગયો છે. દેશમાં દર લાખની વસ્તીએ 7.1 દર્દી સાજા થઈ રહ્યા છે. દુનિયામાં જોવામાં આવે તો એક લાખની વસ્તી પર કોરોનાના 60 દર્દી છે.
  • કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોના સચિવને પત્ર લખ્યો છે. જેમાં પ્રવાસી શ્રમિકોને સંકટને ઓછું કરવા માટે ઘણા સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં રાજ્યો અને રેલવેના સમન્વયથી વધારે સ્પેશ્યલ ટ્રેન ચલાવવાની વાત કહેવામાં આવી છે.
  • હરિયાણા સરકાર એક રાજ્યથી બીજા રાજ્યો વચ્ચે બસ સેવા ચાલુ કરવા માગે છે. એ અંગે તેના યુપી, એમપી, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢ સરકારને પત્ર લખ્યો છે.
  • મહારાષ્ટ્ર પોલીસના 55 જવાન છેલ્લા 24 કલાકમાં સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી પોલીસના 1328 જવાન સંક્રમિત થયા છે.

 પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા 

દિવસ 

કેસ
17 મે5015
16 મે4792
18 મે4629
10 મે4311
14 મે3943

 પાંચ રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની સ્થિતિ

મધ્યપ્રદેશ, સંક્રમિતઃ5465- અહીં મંગળવારે સંક્રમણના 229 કેસ સામે આવ્યા છે. ઈન્દોરમાં 72, ખંડવામાં 21, બુરહાનપુરમાં 42 અને ભોપાલમાં 16 કેસ આવ્યા છે. રાજ્યમાં લોકડાઉન ફેઝ-4ની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે.

 મહારાષ્ટ્ર, સંક્રમિતઃ35058- રાજ્યમાં સોમવારે 2005 દર્દી વધ્યા અને 51 લોકોના મોત થયા હતા. અહીંયા કન્ટેનમેન્ટ સાથે સીલબંધ ઝોનનો વિકલ્પ પણ સામેલ કરાયો છે. ત્યારબાદ જો કોઈ ઈમારત અથવા હાઉસિંગ સોસાયટીની કોલોનીમાં કોઈ સંક્રમિત મળી આવશે તો આખી કોલોનીની જગ્યાએ  એ ઈમારત અથવા કેમ્પસને સીલબંધ કરવામાં આવશે.

 ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ4605- અહી છેલ્લા 24 કલાકમાં 141 સંક્રમિત વધ્યા છે અને 147 દર્દીને સારું થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોમાં 1704નો ઈલાજ થઈ રહ્યો છે. 2783 દર્દીને સારું થઈ ગયું છે. જ્યારે 118 લોકોના મોત થયા છે.
રાજસ્થાન, સંક્રમિતઃ5757- અહીંયા મંગળવારે 250 દર્દીના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. તેમાંથી ડૂંગરપૂરમાં 70, પાલીમાં 69, જયપુર અને બાડમેરમાં 17-17, નાગૌરમાં 16, ઉદયપુરમાં 13, સિરોહીમાં 13, જોધપુરમાં 11, કોંટ તથા કોટમાં 5-5, બીકાનેરમાં 3, જૂંજુનૂં, પ્રતાપગઢ અને સીકરમાં 2-2 કેસ આવ્યા છે.

 દિલ્હી, સંક્રમિતઃ10554- અહીં મંગળવારે 500 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 264 દર્દીને સારું થતા રજા મળી હતી જ્યારે 6 લોકોના મોત થયા હતા. અહીં કુલ સંક્રમિતો પૈકી 5,638 દર્દીની સારવાર થઈ રહી છે અને 4750 દર્દીને રજા મળી ગઈ છે.

બિહાર, સંક્રમિતઃ1495- અહીંયા મંગળવારે 72 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમાંથી જેહાનાબાદમાં 31, બેગૂસરાયમાં 12, ઓરંગાબાદ અને નવાદામાં 4-4, અરવલ તથા પુપોલમાં 3-2, ભાગલપુર, શેખપુરા, બક્સર, મધેપુર અને કૈમૂરમાં 2-2 દર્દી મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...