તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:77,842 કેસ, મૃત્યુઆંક-2,441: કોરોના સામે લડવા પીએમ કેયર્સ ફંડમાંથી રૂપિયા 3,100 કરોડનું ભંડોળ જારી કરાયું

નવી દિલ્હીએક વર્ષ પહેલા
 • રેલવે 22 મેથી સ્પેશ્યલ ટ્રેનોનું વેઈટિંગ લિસ્ટ જારી કરશે
 • છેલ્લા 24 કલાકમાં CISFના વધુ 41 અને BSFના 13 જવાન કોરોના પોઝિટિવ
 • શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં તેલંગાણાથી ઝારખંડ આવેલો એક યાત્રિ કોરોના પોઝિટિવ
 • 24 કલાકમાં સૌથી વધારે 1900 દર્દી સાજા થયા; દિલ્હીમાં આજે 359 પોઝિટિવ વધ્યા, સાથે જ 346 સાજા પણ થયા
 • મહારાષ્ટ્ર સરકારનો 17 હજાર કેદીઓને અસ્થાયી પેરોલ પર છોડવાનો નિર્ણય, UPની આગરા સેન્ટ્રલ જેલમાં 10 કેદી સંક્રમિત
 • દેશમાં સપ્લાઈને ધ્યાનમાં રાખતા મોદી આજે એમપાવર્ડ ગ્રુપના પ્રમુખ સાથે ચર્ચા કરશે

પીએમ કેયર્સ ફંડ ટ્રસ્ટ દ્વારા કોરોના સામે લડવા રૂપિયા 3,100 કરોડનું ભંડોળ જારી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયે બુધવારે આ અંગે માહિતી આપી હતી. આ ફંડ પૈકી રૂપિયા 2 હજાર કરોડ વેન્ટીલેટર ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવશે. જ્યારે પ્રવાસી શ્રમિકો પાછળ રૂપિયા એક હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. બીજી બાજુ લોકડાઉનને લીધે ફસાયેલા લોકોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે સ્પેશ્યલ ટ્રેનોમાં 22 મેથી વેઈટિંગ લિસ્ટ પણ જારી થશે.રેલવેના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનોના ફર્સ્ટ એસી માટે 20, એક્ઝિક્યુટિવ ક્લાસ માટે 20, સેકન્ડ એસી માટે 50, થર્ડ એસી માટે 100, એસી ચેયરકાર માટે 100 તથા સ્લીપર માટે 200 સુધી વેઈટિંગ હશે. રેલવેએ મંગળવારથી જ સ્પેશ્યલ ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે. શરૂઆતમાં 15 જોડી સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.દેશમાં અત્યાર સુધી સંક્રમિતોનો આંકડો 77,842 પહોંચ્યો છે અને 2,441 લોકોના મોત થયા છે. દેશમાં બુધવારે 3517 દર્દીના કેસ નોંધાયા હતા. આ પૈકી એકલા મહારાષ્ટ્રમાંથી 1459 કેસ આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 25 હજાર 952 થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં 74,281 સંક્રમિત છે. 47,480નો ઈલાજ થઈ રહ્યો છે. 24,386 દર્દીને સારું થઈ ગયું છે. જ્યારે 2,415 દર્દીના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 24,453 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 24,427 સંક્રમિતો સાથે મહારાષ્ટ્ર પહેલા નંબરે છે અને બીજા નંબરે ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 8,904 થઈ ગઈ છે. અને હવે તમિલનાડુ 8,718 સંક્રમિતો સાથે ત્રીજા નંબરે આવી ગયું છે. 

અપડેટ્સ 

 • છેલ્લા 24 કલાકમાં CISFના 41 અને BSFના 13 જવાન કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
 • રાજસ્થાનના કોટાના જેકેલોન હોસ્પિટલમાં દાખલ પાંચ સંક્રમિત મહિલાઓના પાંચ નવજાત બાળકોનો પહેલો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ બાળકોને પરિવારની મહિલાઓ સાથે અલગથી નવા હોસ્પિટલના વોર્ડમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલનો સ્ટાફ આ બાળકો સુધી માતાનું દૂધ પહોંચાડી રહ્યો છે. આ બાળકો માટે દરેકને શંકા હતી કારણ કે બાળકો ડિલેવરી પછી માતા સાથે રહ્યા હતા અને દૂધ પણ પીધું હતું.
 • મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે, રાજ્યભરની જેલમાં બંધ કુલ 35 હજાર કેદીઓમાંથી 17 હજાર કેદીઓને અસ્થાયી પેરોલ પર છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દેશમુખે જણાવ્યું કે, સરકારે આ નિર્ણય તાજેતરમાં જ મુંબઈની ઓર્થર રોડ જેલમાં 185 કેદીઓના સંક્રમિત થયા પછી લીધો છે.
 • ઉત્તરપ્રદેશની આગરા સેન્ટ્રલ જેલમાં 10 કેદી કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે.
 • એર ઈન્ડિયાની 1377 ફ્લાઈટ બુધવારે સવારે કુઆલાલમ્પુર, મલેશિયાથી મુંબઈના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચી જેમાં 225 યાત્રિ સવાર હતા.
 • દેશમાં કોરોનાની કોમ્યુનિટી ટ્રાન્સમિશનની ભાળ મેળવવા માટે 21 રાજ્યોના 69 જિલ્લાની પસંદગી કરાઈ છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ પ્રમાણે આ જિલ્લામાં એન્ટીબોડીની તપાસ કરવામાં આવશે. એક જિલ્લામાં 10 ક્લસ્ટર વિસ્તારના દરેક ઘરેથી એક એક વ્યક્તિનું સેમ્પલ લેવાશે.
 • ઝારખંડના સ્વાસ્થ્ય સચિવ નિતિન મદાન કુલકર્ણીએ બુધવારે જણાવ્યું કે, એક વ્યક્તિ જે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં સોમવારે રાતે રાંચી પહોંચ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 173 થઈ ગઈ છે.
 • શાંઘાઈ સહયોગ સંગઠનની બુધવારે બેઠક છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર સામેલ થશે. જેમાં ખાસ કરીને કોરોના વાઈરસ સામે લડવા અંગે ચર્ચા કરાશે. આ તમામ એક બીજા સાથે વીડિયો કોન્ફરન્સથી જોડાશે.
દિવસકેસ
10 મે4311
04મે3656
06મે3602
11 મે3591
07 મે3344

રાજ્ય 

કેટલા સંક્રમિતકેટલા સાજા થયા કેટલા મોત 
મહારાષ્ટ્ર244275125921
ગુજરાત89043246537
તમિલનાડુ8718213461
દિલ્હી79982858106
રાજસ્થાન42782459120
મધ્યપ્રદેશ39861860225
ઉત્તરપ્રદેશ3664187382
પશ્વિમ બંગાળ2173612198
આંધ્રપ્રદેશ21371,14247
પંજાબ191417132
તેલંગાણા132682232
જમ્મુ-કાશ્મીર93445510
કર્ણાટક95144232
બિહાર90838206
હરિયાણા78038211
કેરળ5254274
ઓરિસ્સા5381163
ચંદીગઢ189303
ઝારખંડ173793
ત્રિપુરા15420
ઉત્તરાખંડ70461
આસામ65401
છત્તીસગઢ59530
હિમાચલ પ્રદેશ66353
લદ્દાખ42220
આંદામાન- નિકોબાર33330
મેઘાલય13101
પુડ્ડુચેરી1290
ગોવા 770
મણિપુર220
અરુણાચલ પ્રદેશ1100
દાદરા નગર હવેલી100
મિઝોરમ1100

 રાજ્યોની સ્થિતિ મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3986- અહીંયા મંગળવારે 201 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં કોરોના સંક્રમણ જૂન-જૂલાઈ વચ્ચે પીક પકડશે તેવો અંદાજ છે. માનવામાં આવી રહ્યું છે કે ત્યારે મધ્યપ્રદેશમાં 80 હજારથી વધારે દર્દીઓ હશે

આ તસવીર ભોપાલની છે. મંગળવારે અહીંયાથી ઘણા પ્રવાસી મજૂર સાઈકલ લઈને તેમના ગૃહ રાજ્યમાં જવા માટે પગપાળા અથવા અન્ય વાહન પર પસાર થયા હતા
આ તસવીર ભોપાલની છે. મંગળવારે અહીંયાથી ઘણા પ્રવાસી મજૂર સાઈકલ લઈને તેમના ગૃહ રાજ્યમાં જવા માટે પગપાળા અથવા અન્ય વાહન પર પસાર થયા હતા

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ24427- અહીંયા મંગળવારે 1026 કેસ સામે આવ્યા હતા. ઓર્થર રોડ જેલમાં 100 કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારની કમિટિએ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં 50 ટકા કેદીઓને ટેમ્પરરી બેલ અથવા પેરોલ પર છોડી મુકાશે. કમિટિએ સ્પષ્ટતા કરી નથી કે કેટલા સમય માટે આ કેદીઓને છોડવામાં આવશે.ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3664- અહીંયા મંગળવારે કોરોનાના 91 કેસ સામે આવ્યા હતા. સંક્રમણની અસર 74 જિલ્લામાં ફેલાઈ ચુકી છે. માત્ર ચંદૌલી જ આનાથી બચ્યું છે. કુલ દર્દીઓમાંથી 1184 જમાતી છે.

આ તસવીર લખનઉ છે. અહીંયા એક મહિલા કોરોના દર્દી હોસ્પિટલથી ઘરે પહોંચી તો લોકએ ફુલ વરસાવી સ્વાગત કર્યુ
આ તસવીર લખનઉ છે. અહીંયા એક મહિલા કોરોના દર્દી હોસ્પિટલથી ઘરે પહોંચી તો લોકએ ફુલ વરસાવી સ્વાગત કર્યુ

રાજસ્થાન સંક્રમિતઃ4126- અહીંયા મંગળવારે સંક્રમણ 138 નવા કેસ સામે આવ્યા હતા. ઉદેયપુરમાં 32, જયપુરમાં 22, કોટામાં 05, ઝૂંઝૂનૂંમાં 02, પાલી, ચુરુ, સીકર, અજમેર, ચિત્તોડગઢ, હનુમાનગઢ અને સીકરમાં 1-1 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 117 લોકોના મોત થયા છે.દિલ્હી, સંક્રમિતઃ7639ઃ અહીંયા મંગળવારે 406 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ અહીંયા આવેલા એર ઈન્ડિયાના હેડક્વાર્ટરને 2 દિવસ માટે બંધ કરી દેવાયું છે. અહીંયા એક ચપરાસી સંક્રમિત મળી આવ્યો છે. કંપનીએ કહ્યું કે, ચેરમેન અને એમડી પ્રદીપ સિંહ ખારોલા સહિત તમામ કર્મચારીઓ ઘરેથી કામ કરશે. 

આ તસવીર દિલ્હીની છે. અહીંયાના મયૂર વિહાર ફેઝ-વનમાં ફ્લાઈઓવરનું નિર્માણ કાર્ય મંગળવારથી શરૂ થઈ ગયું છે
આ તસવીર દિલ્હીની છે. અહીંયાના મયૂર વિહાર ફેઝ-વનમાં ફ્લાઈઓવરનું નિર્માણ કાર્ય મંગળવારથી શરૂ થઈ ગયું છે

બિહાર, સંક્રમિતઃ830- અહીંયા મંગળવારે સંક્રમણના 81 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં પશ્વિમ ચંપારણમાં 14, ખગડિયામાં 16, રોહતાસમાં 13, બેગૂસરાયમાં 9, પટનામાં 7 દર્દી મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે, રાજ્યમાં ટેસ્ટીંગ ક્ષમતા વધારવા માટે પગલા લેવાઈ રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો