કોરોના ઈન્ડિયા LIVE:71,369 કેસ, મૃત્યુઆંક-2,310:દેશમાં કોરોનાનો રિકવરી રેટ સારો થઈ રહ્યો છે, આજે 31.7 ટકાઃ ડો.હર્ષવર્ધન

નવી દિલ્હીએક વર્ષ પહેલા
આ તસવીર દિલ્હીની છે. અહીં લોકડાઉન વચ્ચે ડ્યુટી પર જઈ રહેલા એક સિક્યોરિટી ગાર્ડને પોલીસકર્મી માસ્ક પહેરાવી રહ્યા છે - Divya Bhaskar
આ તસવીર દિલ્હીની છે. અહીં લોકડાઉન વચ્ચે ડ્યુટી પર જઈ રહેલા એક સિક્યોરિટી ગાર્ડને પોલીસકર્મી માસ્ક પહેરાવી રહ્યા છે
  • વિશ્વમાં કોરોનાથી થતા મૃત્યુનો રેટ ભારતમાં સૌથી ઓછો 3.2 ટકા છે
  • 24 કલાકમાં સંક્રમણના 3,591 કેસ સામે આવ્યા, 1,579 દર્દીને સારું થયું, 81 મોત થયા
  • કોરોનાના આંકડાઓમાં ગરબડ થતા એક્શન, બંગાળના સ્વાસ્થ્ય સચિવને હટાવાયા
  • મધ્યપ્રદેશમાં જૂલાઈ સુધી 81 હજાર લોકો સંક્રમિત થઈ શકે છે, ઝાંસી 1000 મજૂરોને ગોરખપુર મોકલાયા

સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું છે કે આપણા દેશમાં કોરોનાના દર્દીઓને સારું થવાના દરમાં દિન પ્રતિ દિન સુધારો થઈ રહ્યો છે. આજે તે 31.70 ટકા છે.વિશ્વમાં કોરોનાથી મૃત્યુનો સૌથી નીચો દર આપણા દેશમાં છે અને તે 3.2 ટકા છે. કેટલાક રાજ્યોમાં તો આ દર ખૂબ જ ઓછો છે. વિશ્વમાં આ પ્રમાણ 7 ટકાથી 7.5 ટકા છે.

દેશમાં અત્યાર સુધી 71,369 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 2,310 લોકોના મોત થયા છે. આ પૈકી દિલ્હીમાં 406, રાજસ્થાનમાં 68, કર્ણાટકમાં 42, આંધ્ર પ્રદેશમાં 33, ઓરિસ્સામાં 23, બિહારમાં 18, ચંડીગઢમાં 6, હિમાચલ પ્રદેશમાં 3 અને ઝારખંડમાં 2 કેસ મળ્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીને આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 70,756 સંક્રમિત છે. 46,008 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 22,454 દર્દીને સારું થઈ ગયું છે. જ્યારે 2,293 દર્દીના મોત થયા છે. 

અપડેટ્સ

  • BSFમાં કોરોનાના 9 કેસની પુષ્ટી કરાઈ
  • મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સ્તરે જૂન-જૂલાઈમાં કોરોના પીક પકડી શકે છે. એક અંદાજ પ્રમાણે, મધ્યપ્રદેશમાં દર્દીઓની સંખ્યા 81 હજાર સુધી પહોંચી શકે છે. ઈન્દોરમાં આંકડો 13400એ પહોંચી શકે છે.
  • ઝાંસીમાં મંગળવારે શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી 1000 મજૂરોને ગોરખપુર મોકલવામાં આવ્યા છે. શ્રમિકોને સૌથી પહેલા બસમાં બેસાડીને ઝાંસી રેલવે સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંયા સ્ક્રીનિંગ કર્યા બાદ તેમને ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા.
  • ગુજરાતમાં મનીલાથી આજે 139 વિદ્યાર્થીઓ વિશેષ વિમાનથી અમદાવાદ પહોંચ્યા
  • કર્ણાટકમાં મુંબઈથી 1230 પ્રવાસી મજૂર શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી કલબુર્ગી રેલવે સ્ટેશન પહોંચ્યા
દિવસકેસ
10 મે4296
04 મે 3656
06 મે3602
07 મે3344
08 મે3563
રાજ્યકેટલા સંક્રમિતકેટલા સાજા થયાકેટલા મોત

મહારાષ્ટ્ર

234014786868
ગુજરાત85422780513
દિલ્હી7233212973
તમિલનાડુ8002205153
રાજસ્થાન39882324113
મધ્યપ્રદેશ37851747221
ઉત્તરપ્રદેશ3574175880
આંધ્રપ્રદેશ201899845
પંજાબ187716831
પશ્વિમ બંગાળ1939417185
તેલંગાણા127580130
જમ્મુ-કાશ્મીર87942710
કર્ણાટક86242631
હરિયાણા73033711
બિહાર74637706
કેરળ52048904
ઓરિસ્સા4148503
ચંદીગઢ1812803
ઝારખંડ1617803
ત્રિપુરા1520200
ઉત્તરાખંડ684601
છત્તીસગઢ595300
આસામ654001
હિમાચલ પ્રદેશ593503
લદ્દાખ422200
આંદામાન-નિકોબાર333300
મેઘાલય131001
પુડ્ડુચેરી120900
ગોવા 070700
મણિપુર020200
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010000
મિઝોરમ010100

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3785- અહીંયા સોમવારે સંક્રમણના 171 નવા કેસ સામે આવ્યા હતા. ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં સંક્રમણ પુરી રીતે કાબૂ નથી થઈ રહ્યું. સૂત્રોના જણાવ્યા  પ્રમાણે રાજ્યમાં આગામી સપ્તાહથી ટેસ્ટીંગ વધારવામાં આવશે ત્યારે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે. તો બીજી બાજુ ભોપાલના હોટ સ્પોટ જહાંગીરાબાદમાં કોરોનાની ચેન તોડવા માટે નવો પ્રયોગ કરાઈ રહ્યો છે.આ નેગેટિવ રિપોર્ટ વાળા લગભગ 2000 લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરાઈ રહ્યા છે.

રીવાના ચાક ઘાટથી પસાર થતા પ્રવાસી મજૂર. આ લોકો મુંબઈથી પાછા મધ્યપ્રદેશ ખાતે આવેલા તેમના વતન પાછા ફરી રહ્યા છે.
રીવાના ચાક ઘાટથી પસાર થતા પ્રવાસી મજૂર. આ લોકો મુંબઈથી પાછા મધ્યપ્રદેશ ખાતે આવેલા તેમના વતન પાછા ફરી રહ્યા છે.

ઉત્તરપ્રદેશ,સંક્રમિતઃ3547- રાજ્યમાં સોમવારે 107 નવા સંક્રમિતો મળી આવ્યા હતા. જેમાંથી મેરઠમાં સૌથી વધારે 22 અને આગરાના 13 દર્દી સામેલ હતા. આગરામાં 2, જ્યારે કાનપુર અને મેરઠમાં 1-1 સંક્રમિતોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગરમાં 224 દર્દી મળી ચુક્યા હતા. અહીંયા 49 કન્ટેન્ટમેન્ટ ઝોન છે. 

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ23401- અહીંયા સોમવારે 12030 નવા સંક્રમિક મળી આવ્યા હતા અને 36 લોકોના મોત થયા હતા. મુંબઈના ધારાવીમાં 26 નવા કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 859 થઈ ગઈ છે. માહિમમાં પણ 119 પોઝિટિવ કેસ થયા હતા. 

થાણેમાં મુંબઈ-નાસિક હાઈવે પર ટ્રકમાં જગ્યા લેવા માટે ઉત્તર ભારતના અલગ અલગ મજૂરો પડાપડી કરી રહ્યા છે. લોકડાઉનના કારણે તેમની રોજી રોટી છીનવાઈ છે.
થાણેમાં મુંબઈ-નાસિક હાઈવે પર ટ્રકમાં જગ્યા લેવા માટે ઉત્તર ભારતના અલગ અલગ મજૂરો પડાપડી કરી રહ્યા છે. લોકડાઉનના કારણે તેમની રોજી રોટી છીનવાઈ છે.

રાજસ્થાન, સંક્રમિત-3988 અહીંયા સોમવારે સંક્રમણના 174 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઉદેયપુરમાં 49, જયપુરમાં 28, અજમેરમાં 12, અલવરમાં 11, જાલોરમાં 06, ચિત્તોડગઢ અને પાલીમાં 5-5, કોટામાં 09, ટોંક, નાગોર, કરૌલી, બાડમેર અને દૌસામાં 2-2, જ્યારે ભરતપુર, જેસલમેર અને ડૂંગરપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા. 

દિલ્હી, સંક્રમિકઃ7233- અહીંયા સોમવારે સંક્રમણના 310 કેસ સામે આવ્યા હતા. ઉર્જા મંત્રાલયના એક અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈને જણાવ્યું કે રાજધાનીના તમામ હોસ્પિટલમાં થતા મોતની વિગત આપવા માટે કહી દેવાયું છે.

આ તસવીર દિલ્હીની છે આ મજૂર પરિવાર પગપાળા જ ઉત્તરપ્રદેશના ગાજીપુર જઈ રહ્યો છે. ભીષણ ગરમી વચ્ચે એક માતા તેના બાળકને પાણી પીવડાવી રહી છે
આ તસવીર દિલ્હીની છે આ મજૂર પરિવાર પગપાળા જ ઉત્તરપ્રદેશના ગાજીપુર જઈ રહ્યો છે. ભીષણ ગરમી વચ્ચે એક માતા તેના બાળકને પાણી પીવડાવી રહી છે

બિહાર, સંક્રમિતઃ746- અહીંયા સોમવારે સંક્રમણના 39 કેસ સામે આવ્યા હતા. જેમાંથી પટનામાં 3, જ્યારે ગોપાલગંજ અને ભાગલપુરમાં 2-2 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 354 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 6 લોકોના મોત થયા હતા.

કોરોના વાઈરસની મહામારી વચ્ચે મુશ્કેલી સહન કર્યા બાદ આ લોકો શ્રમિક ટ્રેનથી તમિલનાડુથી પટના પહોંચ્યા હતા. આ વાતથી આ લોકો એટલા ભાવુક થઈ ગયા કે પોતાની જન્મભૂમિને પ્રણામ કરવા લાગ્યા
કોરોના વાઈરસની મહામારી વચ્ચે મુશ્કેલી સહન કર્યા બાદ આ લોકો શ્રમિક ટ્રેનથી તમિલનાડુથી પટના પહોંચ્યા હતા. આ વાતથી આ લોકો એટલા ભાવુક થઈ ગયા કે પોતાની જન્મભૂમિને પ્રણામ કરવા લાગ્યા
અન્ય સમાચારો પણ છે...