તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું છે કે આપણા દેશમાં કોરોનાના દર્દીઓને સારું થવાના દરમાં દિન પ્રતિ દિન સુધારો થઈ રહ્યો છે. આજે તે 31.70 ટકા છે.વિશ્વમાં કોરોનાથી મૃત્યુનો સૌથી નીચો દર આપણા દેશમાં છે અને તે 3.2 ટકા છે. કેટલાક રાજ્યોમાં તો આ દર ખૂબ જ ઓછો છે. વિશ્વમાં આ પ્રમાણ 7 ટકાથી 7.5 ટકા છે.
દેશમાં અત્યાર સુધી 71,369 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અને 2,310 લોકોના મોત થયા છે. આ પૈકી દિલ્હીમાં 406, રાજસ્થાનમાં 68, કર્ણાટકમાં 42, આંધ્ર પ્રદેશમાં 33, ઓરિસ્સામાં 23, બિહારમાં 18, ચંડીગઢમાં 6, હિમાચલ પ્રદેશમાં 3 અને ઝારખંડમાં 2 કેસ મળ્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતીને આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 70,756 સંક્રમિત છે. 46,008 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 22,454 દર્દીને સારું થઈ ગયું છે. જ્યારે 2,293 દર્દીના મોત થયા છે.
અપડેટ્સ
દિવસ | કેસ |
10 મે | 4296 |
04 મે | 3656 |
06 મે | 3602 |
07 મે | 3344 |
08 મે | 3563 |
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 23401 | 4786 | 868 |
ગુજરાત | 8542 | 2780 | 513 |
દિલ્હી | 7233 | 2129 | 73 |
તમિલનાડુ | 8002 | 2051 | 53 |
રાજસ્થાન | 3988 | 2324 | 113 |
મધ્યપ્રદેશ | 3785 | 1747 | 221 |
ઉત્તરપ્રદેશ | 3574 | 1758 | 80 |
આંધ્રપ્રદેશ | 2018 | 998 | 45 |
પંજાબ | 1877 | 168 | 31 |
પશ્વિમ બંગાળ | 1939 | 417 | 185 |
તેલંગાણા | 1275 | 801 | 30 |
જમ્મુ-કાશ્મીર | 879 | 427 | 10 |
કર્ણાટક | 862 | 426 | 31 |
હરિયાણા | 730 | 337 | 11 |
બિહાર | 746 | 377 | 06 |
કેરળ | 520 | 489 | 04 |
ઓરિસ્સા | 414 | 85 | 03 |
ચંદીગઢ | 181 | 28 | 03 |
ઝારખંડ | 161 | 78 | 03 |
ત્રિપુરા | 152 | 02 | 00 |
ઉત્તરાખંડ | 68 | 46 | 01 |
છત્તીસગઢ | 59 | 53 | 00 |
આસામ | 65 | 40 | 01 |
હિમાચલ પ્રદેશ | 59 | 35 | 03 |
લદ્દાખ | 42 | 22 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 33 | 00 |
મેઘાલય | 13 | 10 | 01 |
પુડ્ડુચેરી | 12 | 09 | 00 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરા નગર હવેલી | 01 | 00 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3785- અહીંયા સોમવારે સંક્રમણના 171 નવા કેસ સામે આવ્યા હતા. ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં સંક્રમણ પુરી રીતે કાબૂ નથી થઈ રહ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી સપ્તાહથી ટેસ્ટીંગ વધારવામાં આવશે ત્યારે સંક્રમિતોની સંખ્યા વધી શકે છે. તો બીજી બાજુ ભોપાલના હોટ સ્પોટ જહાંગીરાબાદમાં કોરોનાની ચેન તોડવા માટે નવો પ્રયોગ કરાઈ રહ્યો છે.આ નેગેટિવ રિપોર્ટ વાળા લગભગ 2000 લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરાઈ રહ્યા છે.
ઉત્તરપ્રદેશ,સંક્રમિતઃ3547- રાજ્યમાં સોમવારે 107 નવા સંક્રમિતો મળી આવ્યા હતા. જેમાંથી મેરઠમાં સૌથી વધારે 22 અને આગરાના 13 દર્દી સામેલ હતા. આગરામાં 2, જ્યારે કાનપુર અને મેરઠમાં 1-1 સંક્રમિતોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગરમાં 224 દર્દી મળી ચુક્યા હતા. અહીંયા 49 કન્ટેન્ટમેન્ટ ઝોન છે.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ23401- અહીંયા સોમવારે 12030 નવા સંક્રમિક મળી આવ્યા હતા અને 36 લોકોના મોત થયા હતા. મુંબઈના ધારાવીમાં 26 નવા કેસ સાથે સંક્રમિતોની સંખ્યા 859 થઈ ગઈ છે. માહિમમાં પણ 119 પોઝિટિવ કેસ થયા હતા.
રાજસ્થાન, સંક્રમિત-3988 અહીંયા સોમવારે સંક્રમણના 174 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઉદેયપુરમાં 49, જયપુરમાં 28, અજમેરમાં 12, અલવરમાં 11, જાલોરમાં 06, ચિત્તોડગઢ અને પાલીમાં 5-5, કોટામાં 09, ટોંક, નાગોર, કરૌલી, બાડમેર અને દૌસામાં 2-2, જ્યારે ભરતપુર, જેસલમેર અને ડૂંગરપુરમાં 1-1 દર્દી મળી આવ્યા હતા.
દિલ્હી, સંક્રમિકઃ7233- અહીંયા સોમવારે સંક્રમણના 310 કેસ સામે આવ્યા હતા. ઉર્જા મંત્રાલયના એક અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દર જૈને જણાવ્યું કે રાજધાનીના તમામ હોસ્પિટલમાં થતા મોતની વિગત આપવા માટે કહી દેવાયું છે.
બિહાર, સંક્રમિતઃ746- અહીંયા સોમવારે સંક્રમણના 39 કેસ સામે આવ્યા હતા. જેમાંથી પટનામાં 3, જ્યારે ગોપાલગંજ અને ભાગલપુરમાં 2-2 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 354 દર્દી સાજા થઈ ચુક્યા છે, જ્યારે 6 લોકોના મોત થયા હતા.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.