કોરોના ઈન્ડિયા LIVE:1,65,352 કેસ;ગૃહ પ્રધાન અમિત શાહે લોકડાઉન લંબાવવા મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી, 31 મે અગાઉ રાજ્યો પાસેથી સૂચનો મંગાવાયા

નવી દિલ્હી3 વર્ષ પહેલા
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
 • મધ્યપ્રદેશમાં 52માંથી 51 જિલ્લા અને રાજસ્થાનના 33 જિલ્લા કોરોના સંક્રમણના સંકજામાં
 • મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 56 હજારને પાર, 15,257 સંક્રમિતો સાથે દિલ્હી હવે ત્રીજા ક્રમે
 • દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 50 હજાર સુધી પહોંચવામાં 97 દિવસ લાગ્યા હતા
 • સંક્રમિતોની સંખ્યા 50 હજારથી 1 લાખ થવામાં 12 દિવસ લાગ્યા હતા

દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો 1,65, 000 થયો છે અને 4,711 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે લોકડાઉન વધારવા માટે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે.તેમ જ 31 મે સુધીમાં તેમની પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. સાથે જ દેશભરમાં સારવાર બાદ 67,926 લોકો સાજા થયા છે. દેશમાં સૌથી વધારે 56,948 સંક્રમિતો મહારાષ્ટ્રમાં છે અહીં 1,897 લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 18,545 લોકો સંક્રમિત થયા છે અને 136 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ તરફ હવે 15,257 સંક્રમિતો સાથે દિલ્હી ત્રીજા ક્રમે આવી ગયું છે અહીં 303 લોકોએ જીવ ગુમાવ્યા છે.  રેલવેએ 12 મેથી શરૂ થયેલી રાજધાની રુટની 30 વિશેષ ટ્રેનો માટે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ 30થી વધારી 120 દિવસ કર્યો છે. આ ઉપરાંત 1 જૂનથી ચાલનારી 200 ટ્રેનોમાં પાર્સલ અને લગેજ બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. રેલવે વેન્ડર્સ એસોસિએશને રેલવે બોર્ડના ચેરમેનને કહ્યું છે કે તે પ્લેટફોર્મ પર ફૂડ સર્વિસ શરૂ કરવા માટે હજુ તૈયાર નથી. કારણ કે મોટાભાગના વેન્ડર તેમના ગામ જતા રહ્યા છે. બીજીબાજુ કર્ણાટક સરકારે સંક્રમણને અટકાવવા માટે સાવચેતીના પગલારૂપે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી આવનારી ટ્રેનો, ફ્લાઈટ અને અન્ય વાહનો પર પ્રતિબંધ મુક્યો છે.

બુધવારે એક દિવસમાં સૌથી વધારે 7261 દર્દી મળ્યા હતા.આ પહેલા 24 મેના રોજ 7111 કોરોના પોઝિટિવ મળ્યા હતા. 18 મેના રોજ દર્દીઓનો આંકડો 1 લાખ અને છેલ્લા આઠ દિવસ એટલે કે 27 મેના રોજ દોઢ લાખ થઈ ગયો છે. હવે દર દિવસે સરેરાશ 7000 સંક્રમિતો વધે તેવો અંદાજ છે. એવામાં આ સંખ્યા આગામી 5 દિવસમાં(2 જૂન સુધી) 2 લાખને પાર થઈ  શકે છેઅપડેટ્સ

 • ભાજપ પ્રવક્તા સંબિત પાત્રામાં કોરોનાના લક્ષણો જોવા મળતા ગુરગ્રામની મેદાન્તા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે
 • લોકડાઉનનો ચોથો તબક્કો 31મેના રોજ પુરો થઈ રહ્યો છે. હવે આગળ કેવા પગલા લેવામાં આવે તેની પર સરકારે મંથન શરૂ કરી દીધું છે. કેબિનેટ રાજીવ ગૌબા આજે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ સહિતા કોરોનાથી પ્રભાવિત 13 શહેરના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી રહ્યા છે.
 • મહારાષ્ટ્ર સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. અહીંયા બુધવારે 2190 કેસ સામે આવ્યા છે. આ 11મો દિવસ હતો જ્યારે રાજ્યમાં 2000થી વધારે કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત તમિલનાડુમાં 817, ગુજરાતમાં 376, રાજસ્થાનમાં 280, પશ્વિમ બંગાળમાં 183, જમ્મુ-કાશ્મીરમાં 162, કર્ણાટકમાં 135 દર્દી મળ્યા હતા.
 • ફોર્ચ્યૂન હોટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, 25 ડોક્ટરને બહાર કઢાયા હતા. આગ પહેલા માળે લાગી હતી અને ભડકીને ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. બીએમસીએ કોરોના વાઈરસના દર્દીઓની સારવારમાં લાગેલા ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને શહેરની ઘણી હોટેલમાં રાખ્યા છે.
 • દિલ્હીની LNJP હોસ્પિટલમાં તહેનાત દિલ્હી પોલીસના બે સિપાહી સંક્રમિત મળી આવ્યા છે.
 • હરિયાણામાં માસ્ક નહીં પહેર્યું હોય તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશેઃ ગૃહ મંત્રી અનિલ વિજ
 • મધ્યપ્રદેશમાં હોમ ક્વૉરન્ટીનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર 2 હજાર રૂપિયાનો દંડ ફટકારાશે.
તારીખકેસ
26 મે6,387
24 મે7111
23 મે6665
22 મે6570
19 મે6154

દેશના રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ રાજ્યના 52માંથી 51 જિલ્લામાં સંક્રમણ પહોંચી ગયું છે. કટનીમાં 9 વર્ષની બાળકી સંક્રમિત મળી છે. આ જિલ્લામાં કોરોનાનો પહેલો કેસ છે. હવે નિવાડી જિલ્લો જ સંક્રમણનો ભોગ બનવાનો બાકી છેરાજ્યમાં બુધવારે 237 કોરોના દર્દી મળ્યા હતા, જ્યારે 8 લોકોના મોત થયા છે. રાજભવનમાં રહેતા 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યાર બાદ ગવર્નર હાઉસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયું છે. 

ભોપાલમાં 2 મહિના બાદ બુધવારે દુકાનો ખોલવામાં આવી, એક બજારમાં દુકાનોને ડિસઈનફેક્ટ કરત નગર નિગમનો કર્મચારી
ભોપાલમાં 2 મહિના બાદ બુધવારે દુકાનો ખોલવામાં આવી, એક બજારમાં દુકાનોને ડિસઈનફેક્ટ કરત નગર નિગમનો કર્મચારી

 મહારાષ્ટ્રઃઅહીંયા છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 2190 નવા કેસ સામે આવ્યા છે.964 દર્દીઓ સાજા થયા છે અને 105ના મોત થયા છે. રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 56 હજાર 948 થઈ ગઈ છે. 17 હજાર 918 લોકો સાજા થયા છે, જ્યારે કુલ 1897 લોકોના મોત થયા છે. રાજ્યમાં બુધવારે 2190 દર્દી મળ્યા હતા, જ્યારે 105 દર્દીઓના મોત થયા હતા. અહીંયા કોરોનાથી અત્યાર સુધી 1897 લોકોના મોત થયા છે. સાથે જ મુંબઈમાં બુધવારે 1044 સંક્રમિત મળ્યા અને 32 લોકોના મોત થયા હતા. 

આ તસવીર મુંબઈની છે. એક પ્રવાસી બાળક તેના ભાઈને કેડે લઈને જઈ રહ્યું છે. બાળકનો પરિવાર રેલવે સ્ટેશન જવા માટે બસમાં સવાર થઈ રહ્યો હતો
આ તસવીર મુંબઈની છે. એક પ્રવાસી બાળક તેના ભાઈને કેડે લઈને જઈ રહ્યું છે. બાળકનો પરિવાર રેલવે સ્ટેશન જવા માટે બસમાં સવાર થઈ રહ્યો હતો

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં પ્રવાસીઓના કારણે ગામમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીંયા કોરોનાના 261 દર્દીઓ છે. રાજ્યમાં અત્યાર સુધી 6983 લોકો સંક્રમિત થયા છે.જેમાં 1820 પ્રવાસી છે. બુધવારે મેરઠ,ગાઝિયાબાદ, અલીગઢ, ગોરખપુર અને મુઝફ્ફરનગરમાં એક એક સંક્રમિતોના મોત થયા છે. રાજ્યમાં બુધવારે 267 દર્દી મળ્યા હતા. જેમાં હાપુડમાં 29, અયોધ્યામાં 23, જૌનપુરમાં 17, મેરઠ અને મુરાદાબાદમાં 13-13, મુઝફ્ફરનગરમાં 11, સંભલમાં 10 દર્દી મળ્યા હતા. ઉત્તરપ્રદેશમાં મંગળવારે 227 દર્દી મળ્યા હતા, જ્યારે 8 લોકોના મોત થયા હતા. 

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે સંક્રમણ 131 કેસ સામે આવ્યા હતા. જેમાંથી ઝાલાવાડમાં 69, પાલીમાં 13, ભરતપુરમાં 12, કોટામાં 8, જયપુરમાં07, નાગોરમાં 05, દૌસામાં 04, જ્યારે અજમેરમાં 1 દર્દી મળ્યો છે. રાજ્યમાં 4 સંક્રમિત સાજા થયા છે અને 4 લોકોના મોત થયા છે. રાજ્યના તમામ 33 જિલ્લામાં સંક્રમણ પહોંચી ગયું છે.  અહીંયા બુધવારે સંક્રમણના 280 કેસ સામે આવ્યા અને બે લોકોના મોત થયા હતા. જેમાં ઝાલાવાડમાં 64, જયપુરમાં 33, પાલીમાં 21, કોટામાં 18, સીકરમાં 13 કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં બે સંક્રમિતોના મોત પણ થયા હતા. બિહારઃ રાજ્યમાં બુધવારે 38 નવા દર્દી મળ્યા હતા. એક ડીએમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે ઉત્તર બિહારમાં તહેનાત છે. બિહારમાં સરકારી અધિકારીમાં સંક્રમણનો આ બીજો કેસ છે. 

અન્ય સમાચારો પણ છે...