તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 81,990 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 2,644 થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને કહ્યું છે કે છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ 13.90 દિવસમાં બમણા થઈ રહ્યા છે. આ સમય બે સપ્તાહ અગાઉ 11.10 દિવસ હતો. એટલે કે સંક્રમણ ફેલાવાના દરમાં ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 14 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કોઈ જ નવો કેસ આવ્યો નથી. તેમા ચંડીગઢ, છત્તીસગઢ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગોવા જેવા રાજ્યનો સમાવેશ થાય છે. કોરોના ટેસ્ટ અંગે તેમણે કહ્યું કે અમે દરરોજ 1 લાખ ટેસ્ટની ક્ષમતા હાંસલ કરી લીધી છે. ગુરુવાર સુધી દેશભરની 500 લેબમાં કોરોનાના 20 લાખ ટેસ્ટ થઈ ગયા છે. હર્ષવર્ધને COBAS 6800 મશીન દેશને સમર્પિત કર્યા. આ મશીન નેશનલ સેન્ટર ફોર ડિઝાસ્ટર કંન્ટ્રોલમાં લગાવવામાં આવ્યા છે. તેમાં એક દિવસમાં 1200 પીસીઆર ટેસ્ટ કરી શકાય છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના સંકટને ધ્યાનમાં રાખતા પોતાના વેતનનો 30 ટકા ભાગ એક વર્ષ સુધી દાનમાં આપવાનો નિર્ણય કર્યો છે. માર્ચની આખી સેલેરી તેમને દાન કરી દીધી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનના અન્ય ખર્ચમાં પણ ઘટાડો કરવા માટે કહ્યું છે. ખર્ચ ઓછો કરવા માટે સામરોહ, ભોજનમાં ઓછા મહેમાન બોલાવવા, સજાવટમાં ફુલોનો ઓછો ઉપયોગ કરવો, જમવાના મેન્યૂ અને રાષ્ટ્રપતિની ઘરેલુ યાત્રામાં ઘટાડો કરવાની પણ વાત કહી છે.
બીજીબાજુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોનો આંકડો 25 હજારને પાર થયો છે. તો ગુજરાતમાં કોરોનાના 9,268 દર્દીઓ છે. સાથે જ તમિલનાડુ 9,227 સંક્રમિતો સાથે ત્રીજા નંબરે છે. ગુરુવારે ઓરિસ્સામાં 73, આંધ્રપ્રદેશમાં 68, રાજસ્થાનમાં 68, જ્યારે ઝારખંડમાં 4 દર્દી મળ્યા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 78 હજાર 3 કોરોના સંક્રમિત છે.
અપડેટ્સ
દિવસ | કેસ |
10 મે | 4311 |
13 મે | 3725 |
04 મે | 3656 |
11 મે | 3610 |
06 મે | 3602 |
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 25922 | 5547 | 975 |
ગુજરાત | 9268 | 3562 | 566 |
તમિલનાડુ | 9227 | 2176 | 64 |
દિલ્હી | 8,470 | 3,045 | 115 |
રાજસ્થાન | 4418 | 2580 | 122 |
મધ્યપ્રદેશ | 4173 | 2004 | 232 |
ઉત્તરપ્રદેશ | 3758 | 1965 | 86 |
પશ્વિમ બંગાળ | 2290 | 702 | 207 |
આંધ્રપ્રદેશ | 2205 | 1192 | 48 |
પંજાબ | 1924 | 200 | 32 |
તેલંગાણા | 1367 | 939 | 34 |
જમ્મુ-કાશ્મીર | 971 | 466 | 10 |
કર્ણાટક | 981 | 455 | 35 |
બિહાર | 966 | 400 | 07 |
હરિયાણા | 807 | 418 | 11 |
કેરળ | 535 | 490 | 04 |
ઓરિસ્સા | 611 | 450 | 03 |
ચંદીગઢ | 191 | 30 | 03 |
ઝારખંડ | 181 | 87 | 03 |
ત્રિપુરા | 154 | 02 | 00 |
ઉત્તરાખંડ | 75 | 50 | 01 |
આસામ | 87 | 44 | 02 |
છત્તીસગઢ | 59 | 55 | 00 |
હિમાચલ પ્રદેશ | 67 | 35 | 03 |
લદ્દાખ | 43 | 22 | 00 |
આંદામાન-નિકોબાર | 33 | 33 | 00 |
મેઘાલય | 13 | 11 | 01 |
પુડ્ડુચેરી | 13 | 09 | 00 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરાનગર હવેલી | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ4426- અહી ગુરુવારે 253 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા. ઈન્દોરમાં 131, ભોપાલમાં 42, બુરહાનપુરમાં 35, જબલપુરમાં 10, નીમચમાં 7, ઉજ્જૈનમાં 5 અને સાગર, રીવામાં 4-4 સંક્રમિત મળ્યા.
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ27,524- રાજ્યમાં ગુરુવારે 1602 દર્દી સામે આવ્યા હતા, જ્યારે 44 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી રાજ્યમં 1000 લોકોના મોત થયા છે. સાથે જ 5547 દર્દી સાજા થઈને ઘરે પાછા આવ્યા છે. માત્ર મુંબઈમાં કોરોનાના 15 હજાર 747 કેસ છે. અહીંયા બુધવારે 800 કેસ સામે આવ્યા હતા.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3905- રાજ્યમાં ગુરુવારે 147 કેસ સામે આવ્યા હતા. અહીંયા અત્યાર સુધી જેલમાં બંધ 22 કેદી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આગરા સેન્ટ્રલ જેલમાં 11, જ્યાર મુરાદાબાદ જેલમાં 6 સંક્રમિત મળ્યા હતા. હાલ તમામ સ્વસ્થ છે.
રાજસ્થાન, સંક્રમિતઃ4328- રાજ્યમાં બુધવારે 202 કેસ સામે આવ્યા હતા. જેમાં જયપુરમાં 61, જાલોરમાં 28, પાલીમાં 27 અને ઉદેયપુરમાં 22 સંક્રમિત મળ્યા હતા. એક દિવસ પહેલા મંગળવારે સંક્રમણના 138 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં ઉદેયપુરમાં 32, જયપુરમાં 22, કોટામાં 05, ઝૂઝૂંનૂંમાં 02, પાલી, ચુરુ, સીકર, અજમેર, ચિત્તોડગઢ, હનુમાનગઢ અને સીકરમાં 1-1 સંક્રમિત મળ્યા હતા.
દિલ્હી, સંક્રમિતઃ8470- રાજધાનીમાં ગુરુવારે 472 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 187 દર્દી ઠીક છે, જ્યારે 9ના મોત થયા. દિલ્હીના ગાજીપુર ફળ અને શાકભાજી મંડીમાં સચિવ તથા ઉપ-સચિવ કોરોના સંક્રમિત જોવા મળ્યા.
બિહાર, સંક્રમિતઃ 997- રાજ્યમાં ગુરુવારે 44 કેસ સામે આવ્યા હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે અધિકારીઓને કહ્યું કે, નજીકના રાજ્યોમાંથી જે મજૂરો ઘરે આવવા માંગે છે તેમના માટે બસની વ્યવસ્થા કરવામાં આવે. પટના ખાતે આવેલી સરદાર પટેલ ભવન ખાતેના ગૃહ મંત્રાલયની તમામ ઓફિસમાં સેનેટાઈઝેશનનું કામ પણ થશે. જેથી તે 15 મે સુધી બંધ રહેશે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.