તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં પહેલા જથ્થાના વેક્સિનેશન માટે મંગળવારે 54 લાખ 72 હજાર વેક્સિન ડોઝની સપ્લાઇ થઈ ગઈ છે. પુણેથી દેશનાં 13 શહેરમાં વેક્સિન ડોઝ પહોંચાડી દેવામાં આવ્યો છે. એને આગળ પણ લઈ જવામાં આવશે. સપ્લાઇ આજે પણ ચાલુ છે. કેન્દ્ર સરકારે સીરમ ઈન્સ્ટિટ્યૂટને 1 કરોડ 10 લાખ અને ભારત બાયોટેકને 55 લાખ વેક્સિન ડોઝનો પ્રાથમિક ઓર્ડર આપી દીધો છે.
કોવેક્સિનનો પહેલો જથ્થો દિલ્હી પહોંચ્યો
ભારત બાયોટેકની કોવેક્સિનનો પહેલો જથ્થો આજે દિલ્હી પહોંચી ગયો છે. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI559થી કોવેક્સિનનો પહેલો જથ્થો આજે સવારે હૈદરાબાદથી રવાના થયો હતો. આ સિવાય વિસ્તારાની ફ્લાઈટથી પણ કોવેક્સિનનો જથ્થો દિલ્હી આવી રહ્યો છે.
Delhi: Three boxes of #Covaxin being taken to Kurukshetra in Haryana.
— ANI (@ANI) January 13, 2021
The first consignment of the #CovidVaccine by Hyderabad based Bharat Biotech, arrived at Indira Gandhi International Airport earlier this morning. https://t.co/vZQVm0UutF pic.twitter.com/SaRlTV140F
ગોવા પહોંચ્યો કોવિશીલ્ડનો પહેલો જથ્થો
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો કોવિશીલ્ડનો પહેલો જથ્થો આજે સવારે ગોવા પહોંચી ગયો છે. ગોવા એરપોર્ટના ડિરેક્ટર ગગન મલિકે કહ્યું છે કે બંને બોક્સને રાજ્ય સ્વાસ્થ્ય વિભાગને સોંપી દેવામાં આવશે.
Goa has received 2350 vials with 10 doses each, totaling 23500 shots of #COVID19 vaccine, today morning. The vaccines are being stored appropriately by the authorities, and would be distributed to all centres 24 hours prior to vaccination day: Goa CM Dr Pramod Sawant pic.twitter.com/57OzzyILsS
— ANI (@ANI) January 13, 2021
મધ્યપ્રદેશ કોવિશીલ્ડ પહોંચી
સીરમ ઈન્સ્ટિટ્યૂટે મંગળવારે અલગ અલગ શહેરોમાં વેક્સિન મોકલાનું શરૂ કરી દીધું છે. ઘણાં શહેરોમાં આજે વેક્સિન પહોંચી ગઈ છે. ભોપાલમાં સવારે 11 વાગે કોવિશીલ્ડનો 94 હજારનો ડોઝ પહોંચ્યો છે. અહીં મધ્યપ્રદેશના 24 જિલ્લામાં વેક્સિન મોકલવામાં આવશે.
Madhya Pradesh: A consignment of Covid-19 vaccine Covishield arrived at Bhopal airport from Serum Institute of India, Pune. pic.twitter.com/JLmkEiV1Ys
— ANI (@ANI) January 13, 2021
કરનાલ: 4 લાખ ડોઝ પહોંચ્યા
અહીં મોડી રાતે વેક્સીનનો પહેલો જથ્થો પહોંચ્યો છે. તેમાં કોવિશીલ્ડના ચાર લાખ ડોઝ મોકલવામાં આવ્યા છે. તેને કરનાલમાં આવેલા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વેરહાઉસમાં મુકવામાં આવ્યો છે.
ચંદીગઢ: પંજાબમાં બધાને ફ્રી વેક્સિન લાગશે
અહીં કોવિશીલ્ડનો પહેલો જથ્થો મોડી રાતે ચંદીગઢ પહોંચ્યો હતો. તેને સેક્ટર 24માં સ્ટેટ વેક્સિન સ્ટોરમાં રાખવામાં આવ્યો છે. અહીંથી તેને મોડી રાતે મોહાલી, અમૃતસર, હોશિયારપુર અને ફિરોઝપુર મોકલવામાં આવ્યો છે. આ જથ્થામાં 20 હજાર 450 વાયલ્સ (શીશી) મોકલવામાં આવી છે. દરેક વોયલ્સમાં 10 ડોઝ છે. રાજ્ય સરકારે અહીં ફ્રીમાં વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે.
મુંબઈ: વેક્સિનની પુજા કરવામાં આવી
પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાથી મોકલામાં આવેલી કોવિશીલ્ડનો પહેલો જથ્થો બુધવારે મુંબઈ પહોંચ્યો છે. આ જથ્થામાં 1.39 લાખ ડોઝ છે. અહીં નિગમના અધિકારીઓએ વેક્સિનની પુજા કરી છે. તેને પરેલમાં આવેલા સાઉથ વોર્ડ કાર્યાલયમાં રાખવામાં આવી છે. અહીંથી તેને શહેરના અલગ-અલગ વિસ્તારમાં મોકલવામાં આવશે.
આજે સાંજે રાજસ્થાન સુધી પહોંચશે વેક્સિન
રાજસ્થાનમાં કોરોના વેક્સિન બુધવારે સાંજ સુધીમાં પુણેથી ફ્લાઈટમાં જયપુર પહોંચશે. ફ્લાઈટ સાંજે 4.45 વાગે જયપુર પહોંચશે. ત્યાર પછી વેક્સિનને ત્રણ ભાગમાં વહેંચીને જોધપુર, જયપુર અને ઉદયપુરના કોલ્ડસ્ટોરેજમાં મોકલવામાં આવશે. પહેલા તબક્કામાં 4.5 લાખ હેલ્થવર્કર્સને વેક્સિન આપવામાં આવશે. એ માટે 6,03,500 વેક્સિન આવશે. એમાં 5,43,500 વેક્સિન સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને 60 હજાર વેક્સિન ભારત બાયોટેક પાસેથી આવી રહી છે.
16 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન
દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનું કામ શરૂ થશે. શરૂઆતમાં 3 કરોડ કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે, જેનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે. ત્યાર પછી 27 કરોડ લોકોમાં તેમનો નંબર આવશે, જેમની ઉંમર 50 વર્ષથી વધારે અથવા તેમને કોઈ ગંભીર બીમારી હશે. હાલ કોરોના વેક્સિનનો જથ્થો 14 શહેરમાં પહોંચી ગયો છે.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.