તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Corona Vaccine Latest News Update; Narendra Modi Government, Biological E Corona Vasccine, Made In India Vaccine, Covaxin, Bharat Boitech

દેશમાં વેક્સિનેશન અંગે મહત્ત્વના સમાચાર:મોદી સરકાર સ્વદેશી વેક્સિન કંપની બાયોલોજિકલ-ઇ પાસેથી વેક્સિનના 30 કરોડ ડોઝ ખરીદશે; 1500 કરોડનું એડવાન્સ પેમેન્ટ પણ કરશે

21 દિવસ પહેલા
  • દેશમાં વેક્સિનેશન વેગવંતુ કરવા માટે મોડર્ના અને ફાઇઝર સાથે પણ ચર્ચા હાથ ધરાઈ છે

ભારત દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારે હૈદરાબાદસ્થિત વેક્સિન નિર્માતા કંપની બોયોલોજિકલ-ઇ પાસેથી વેક્સિનના 30 કરોડ ડોઝનો કરાર કર્યો છે. આ વેક્સિનનું ઉત્પાદન ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે કરવામાં આવશે અને ત્યાર પછી એના ડોઝને સ્ટોર કરાશે. આ વેક્સિનના ડોઝ માટે કેન્દ્ર સરકાર વેક્સિન ઉત્પાદન કરતી કંપનીને 1500 કરોડ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ પણ કરશે.

ત્રીજા ફેઝની ટ્રાયલ હાથ ધરાઈ
આ વેક્સિનના પ્રથમ અને બીજા ફેઝની ટ્રાયલ સફળતાપૂર્વક પાસ થઈ હતી, જેને કારણે હવે એને ત્રીજા ફેઝની ટ્રાયલ માટે મંજૂરી આપવામાં આવી છે. આ એક આરબીડી પ્રોટીન સબ-યુનિટ વેક્સિન છે. આ વેક્સિનની ખાસ વાત એ છે કે ભારત બાયોટેકની કોવેક્સિન પછી આ બીજી મેડ ઇન ઈન્ડિયા વેક્સિન તરીકે સામે આવશે.

સરકાર પણ સહાયતા કરી રહી છે
કેન્દ્ર સરકાર પણ દેશમાં વેક્સિનની અછત ના સર્જાય એના માટે ઝડપથી આ વેક્સિન ઉત્પાદન કરતી કંપનીને સપોર્ટ કરી રહી છે. આ તમામ સરકારનાં કાર્યોનો મુખ્ય ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે દેશમાં કોરોના મહામારીને પરાસ્ત કરવા માટે ઝડપથી લોકોનું વેક્સિનેશન હાથ ધરાય. આ તમામ વેક્સિનના ડોઝ અંગે સંશોધન કરવા અને અન્ય ઉત્પાદનમાં સહાયતા કરવા માટે સરકારે આ કંપનીને ક્લિનિકલ ટ્રાયલ માટે 100 કરોડ રૂપિયાની સહાયતા કરી છે.

ભારતમાં અત્યારે 3 વેક્સિન અને 1 પાઉડર છે
ભારતની વેક્સિનેશન ડ્રાઈવમાં અત્યારે કોવિશીલ્ડ, કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-vનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આના સિવાય DRDOએ કોવિડ પર અંકુશ મેળવવા માટે 2-DG દવાનું નિર્માણ કર્યું છે. આના તાત્કાલિક ઉપયોગ માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ એક પાઉડર હોય છે, જેને પાણીમાં ઘોળીને પીવાનો હોય છે.

મોડર્ના અને ફાઈઝર સાથે પણ ચર્ચા હાથ ધરાઈ
આની પહેલાં બુધવારના રોજ મોડર્ના અને ફાઈઝરની કોરોના વેક્સિનને પણ ભારતમા જલદીથી વપરાશમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારે તેમની દરેક શરતોને માન્ય રાખવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કહ્યું હતું કે જો આ કંપનીઓની વેક્સિનને WHO દ્વારા દિગ્ગજ દેશોમાં ટ્રાયલ માટે મંજૂરી મળી છે તો ભારતમાં પણ આના લોન્ચ પછી ઈમર્જન્સી યુઝ માટે બ્રિજિંગ ટ્રાયલની મંજૂરી મળવી જોઇએ.

ડિસેમ્બર 2021 સુધી વેક્સિનેશન પૂર્ણ કરવાનો દાવો
આની પહેલાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2021 સુધી દેશના લગભગ દરેક નાગરિકને વેક્સિનના ડોઝ લગાવવામાં આવી જશે. આ માટે સરકારે સંપૂર્ણ તૈયારીઓ પણ હાથ ધરી છે. તેમણે કહ્યું હતું કે ભારત દેશ પાસે ડિસેમ્બર સુધી વેક્સિનના 216 કરોડ ડોઝ ઉપલબ્ધ હશે, જેના હિસાબે અમે ભારતની 108 કરોડ જનતાને વેક્સિન લગાવી શકીશું.

અન્ય સમાચારો પણ છે...