તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Covishield Produced More Antibodies Compared To Covexin After The First Dose; The Result Of Both Is Good After Both The Doses

વેક્સિન પર નવો સ્ટડી:પ્રથમ ડોઝ પછી કોવેક્સિનની સરખામણીએ કોવિશીલ્ડે વધુ એન્ટિબોડી બનાવી; બંને ડોઝ પછી બંનેનું રિઝલ્ટ સારું

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કોવિશીલ્ડની ટ્રાયલ્સ ગત વર્ષે નવેમ્બરમાં પૂરી થઈ હતી, એનો ઇફેક્ટિવનેસ રેટ 70 ટકા છે, જે ડોઝનું અંતર વધવા પર વધે છે

એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનની સરખામણીએ કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ વધુ એન્ટિબોડી બનાવવા સક્ષમ છે. કોરોનાવાયરસ વેક્સિન-ઈડ્યુસ્ડ એન્ટિબોડી ટાઈટ્રે(COVAT) તરફથી શરૂઆતના અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. સ્ટડીમાં 552 હેલ્થકેરવર્કર્સને સામેલ કરવામાં આવ્યા હતા. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિશીલ્ડ વેક્સિન લગાવનારા લોકોમાં સીરોપોઝિટિવિટી રેટથી લઈને એન્ટિસ્પાઈક એન્ટિબોડીનું પ્રમાણ કોવેક્સિનના પ્રથમ ડોઝ લગાવનારાઓની સરખામણીએ ઘણું વધુ હતું.

બંને વેક્સિનનો સારા રિસપોન્સ
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે બંને ડોઝ પછી કોવિશીલ્ડ અને કોવેક્સિન બંને વેક્સિનનો રિસ્પોન્સ સારો છે, જોકે સીરોપોઝિટિવિટી રેટ અને એન્ટિસ્પાઈક એન્ટિબોડી કોવિશીલ્ડમાં વધુ છે. પ્રથમ ડોઝ પછી ઓવરઓલ સીરોપોઝિટિવિટી રેટ 7.93 ટકા રહ્યો. સર્વેમાં સામેલ 456 હેલ્થકેરવર્કર્સને કોવિશીલ્ડ અને 96ને કોવેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

સ્ટડીમાં તે હેલ્થકેરવર્કર્સને સામેલ કરલામાં આવ્યા, જેમણે કોવિશીલ્ડ અને કોવેક્સિન બંનેમાંથી કોઈ પણ વેક્સિન લગાવવામાં આવી હતી, સાથે જ આમાંથી કેટલાક એવા હતા, જેમને કોરોના સંક્રમણ થયું હતું. બીજા કેટલાક એવા પણ હતા, જે પહેલેથી વાયરસના સંપર્કમાં આવ્યા ન હતા.

બંને વેક્સિનો ઈમ્યુન રિસપોન્સ સારો
સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે બંને વેક્સિન લગાવી ચૂકેલા હેલ્થકેરવર્કર્સમાં ઈમ્યુન રિસપોન્સ સારો હતો. COVATના ચાલી રહેલા સ્ટડીમાં બંને વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી ઈમ્યુન રિસ્પોન્સ વિશે વધુ સારી રીતે સમજી શકાશે.

ICMRના ડીજી પણ આ વિશે બોલી ચૂક્યા
મેમાં ICMRના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું હતું કે કોવિશીલ્ડના પ્રથમ ડોઝ પછી શરીરમાં એન્ટિબોડીનો સ્તર ઝડપથી વધી શકે છે, જ્યારે કોવેક્સિનના બંને ડોઝ લીધા પછી શરીરમાં એન્ટિબોડીનો સ્તર વધી શકે છે.

શું છે એન્ટિબોડી
એન્ટિબોડી શરીરનું એ તત્ત્વ છે, જેનું નિર્માણ આપણી ઈમ્યુન સિસ્ટમ શરીરમાં વાયરસનો નાશ કરવા માટે કરે છે. કોરોના સંક્રમણ પછી એન્ટિબોડી બનવામાં ઘણી વખત એક સપ્તાહ સુધીનો સમય લાગી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે તો તેના શરીરમાં એન્ટિબોડી બને છે. તે વાયરસ સાથે લડે છે. સાજા થયેલા 100 કોરોના દર્દીઓમાંથી સામાન્ય રીતે 70-80 દર્દીમાં જ એન્ટિબોડી બને છે.

ભારતમાં ઉપલબ્ધ વેક્સિન કેટલી ઈફેક્ટિવ?

  • કોવિશીલ્ડની ટ્રાયલ્સ ગત વર્ષે નવેમ્બરમાં પૂરી થઈ હતી. એનો ઇફેક્ટિવનેસ રેટ 70 ટકા છે, જે ડોઝનું અંતર વધવા પર વધે છે. આ વેક્સિન માત્ર ગંભીર લક્ષણોથી બચાવવા ઉપરાત રિકવરીનો સમયને પણ ઘટાડે છે.
  • કોવેક્સિનની ટ્રાયલ્સ આ વર્ષે થઈ છે. એપ્રિલમાં આવેલાં ઈન્ટેરિમ પરિણામોમાં એ 78 ટકા ઈફેક્ટિવ સાબિત થઈ છે. ખાસ વાત એ છે કે આ વેક્સિન ગંભીર લક્ષણો રોકવામાં અને મૃત્યુ ટાળવામાં 100 ટકા ઈફેક્ટિવ છે.
  • સ્પુતનિક V આ મામલામાં ભારતમાં સૌથી ઈફેક્ટિવ વેક્સિન છે. મોડર્ના અને ફાઈઝરની mRNA વેક્સિન જ 90 ટકા વધુ ઈફેક્ટિવ સાબિત થઈ છે. એ પછી સ્પુતનિક V જ સૌથી વધુ 91.6% ઈફેક્ટિવ રહી છે.