તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Supreme Court Says 135 Crore Doses Will Be Available By December, Claims 216 Crore Doses In May

કોરોના વેક્સિન પર કેન્દ્રનો યુ-ટર્ન:સુપ્રીમ કોર્ટમાં કહ્યું- ડિસેમ્બર સુધી 135 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે, મેે મહિનામાં 216 કરોડ ડોઝનો દાવો કર્યો હતો

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • અગાઉ સરકારે કહ્યું હતું કે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે અાપણી પાસે કોવિશીલ્ડના 75 કરોડ અને કોવેક્સિનના 55 કરોડ ડોઝ હશે

દેશમાં ડેલ્ટા+ વેરિઅન્ટના ખતરાની વચ્ચે કોરોના વેક્સિનની ઉપલબ્ધતા પર કેન્દ્ર સરકારે યુ-ટર્ન લીધો છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તેને વેક્સિનના માત્ર 135 કરોડ ડોઝ જ મળશે. આ પહેલા મેમાં જ્યારે સમગ્ર દેશમાં વેક્સિનની અછત પ્રકાશમાંઆવી હતી, ત્યારે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે 31 ડિસેમ્બર સુધી દેશની પાસે 216 કરોડથી વધુ ડોઝ હશે.

13 મેના રોજ શું થયું હતું?
આ પહેલા 13 મેના રોજ નીતિ આયોગના સભ્ય વી કે પોલે એક આશા ભરેલી જાહેરાત કરી હતી. પોલે જણાવ્યું હતું કે આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં વેક્સિનના 216 કરોડ ડોઝ તૈયાર કરી લેવામાં આવશે. કોઈ પણ વેક્સિન જેને FDA કે WHOએ એપ્રુવ કરી હશે, તેને ભારતમાં આવી શકશે.

આ વખતના દાવામાં શું ફરક?
ગત વખતે સરકારે કોવીશીલ્ડ, કોવેક્સિન, બાયો ઈ સબ યુનિટ વેક્સિન, ઝાયડસ કેડિલા DNA, નોવાવેક્સ, ભારત બાયોટેક નેઝલ વેક્સિન, જિનોવા બાયોફાર્મા અને સ્પુતનિક-Vની ઉપલબ્ધતા વિશે જણાવ્યું હતું, જોકે શનિવારે દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સરકારે માત્ર કોવીશીલ્ડ, કોવેક્સિન, બાયો ઈ સબ યુનિટ વેક્સિન, ઝાયડસ કેડિલા DNA અને સ્પતનિક-Vનો ઉલ્લેખ કર્યો છે.

કોવિશીલ્ડ-કોવેક્સિનના ડોઝ પણ ઘટાડ્યા
સરકારે મેંમાં કહ્યું હતું કે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે અાપણી પાસે કોવીશીલ્ડના 75 કરોડ અને કોવેક્સિનના 55 કરોડ ડોઝ હશે. આ સોગંદનામામાં તેના ડોઝ ઘટાડીને 50 કરોડ અને 40 કરોડ ગણાવવામાં આવ્યા છે. જ્યારે સ્પુતનિક-Vની ઉપલબ્ધતાને પણ 15.6 કરોડથી ઘટાડીને 10 કરોડ જણાવવામાં આવી છે.

188 કરોડ ડોઝની જરૂરિયાત
સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દેશમાં 18 વર્ષથી ઉપરની વસ્તી લગભગ 93થી 94 કરોડ છે. એવામાં આ વસ્તીને વેક્સિનના બંને ડોઝ લગાવવા માટે 186થી 188 કરોડ ડોઝ લગાવવાની જરૂરિયાત પડશે. તેમાંથી 51.6 કરોડ ડોઝ 31 જુલાઈ 2021 સુધીમાં રાજ્યને આપવામાં આવશે. તે પછી સમગ્ર વસ્તીને વેક્સિનેટ કરવા માટે 135 કરોડ ડોઝની જરૂર પડશે.

12થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિન ઝડપથી
કેન્દ્રએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં 12થી 18 વર્ષની ઉંમરના બાળકો માટેની વેક્સિનની પણ માહિતી આપી છે. તે મુજબ, કોવેક્સિન પછી ઝડપથી બીજી સ્વદેશી વેક્સિનની એન્ટ્રી થવાની છે. 12થી 18 વર્ષની ઉંમર ધરાવનારાઓ માટે ભારતીય ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની વેક્સિન ઝડપથી ઉપલબ્ધ થશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ મેનેજમેન્ટને લઈને 31 મેના રોજ ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 375 પાનાનું સોગંદનામુ ફાઈલ કર્યું છે. કોર્ટે તમામ ઉંમરના લોકોના વેક્સિનેશનની તૈયારીઓને લઈને સવાલ કર્યા હતા.

શરૂઆતમાં 3 ડોઝની હશે વેક્સિન
ઝાયડસ કેડિલાની વેક્સિન શરૂઆતમાં 3 ડોઝની હશે, જોકે આગામી સમયમાં તેને પણ અન્ય વેક્સિનની જેમ બે ડોઝની વેક્સિન બનાવવા પર કામ ચાલી રહ્યું છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ વેક્સિનની કિંમત તો હાલ નક્કી થઈ નથી, જોકે તે પણ વ્યાજબી હશે. કંપનીની પ્રતિ માસ એક કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા છે.