• Gujarati News
  • National
  • Corona Vaccination Registration For 18 Plus, Appointments At State Govt Centers & Private Centers Depending On How Many Vaccination Centers Are Ready On 1st May For Vaccination Of 18 Plus

રજિસ્ટ્રેશનમાં ઉમળકો:શરૂઆતની મુશ્કેલી બાદ કોવિન પોર્ટલ પર ફરી શરૂ થયું રજિસ્ટ્રેશન, પહેલે દિવસે જ 79 લાખથી વધુ લોકોએ કર્યું રજિસ્ટ્રેશન

6 મહિનો પહેલા
વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરતાં સમયે કોવિન એપ પર લોગ ઈન કરતાં આ પ્રકારનો મેસેજ આવે છે
  • વેક્સિન માટે રજિસ્ટ્રેશન એટલું હતું કે દર સેકન્ડ 55 હજાર હિટ્સ જોવા મળતી હતી
  • એપોઈનમેન્ટ વગર 18+ના લોકો વેક્સિન નહીં લઈ શકે
  • સવારે અને બાદમાં બપોરે 4 વાગ્યે પણ કોવિન પોર્ટલ ક્રેશ થયું હતું

દેશમાં 18 અને એનાથી વધુ ઉંમરના લોકોનું વેક્સિનેશન 1 મેથી શરૂ થવાનું છે. વેક્સિનેશન માટે રજિસ્ટ્રેસન પ્રક્રિયાનો પ્રાંરભ થયો છે. કોવિન પોર્ટલ કે આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન થયું છે. જો કે શરૂઆતની મુશ્કેલી બાદ રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. અને બપોરે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીમાં 79.65,720 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નેશનલ હેલ્થ મિશનના CEO આર.એસ.શર્માએ સોશિયલ મીડિયા પર આ અંગેની વિગત શેર કરી હતી. તેમના જણાવ્યા મુજબ વેક્સિન લેવા માટે લોકોની જાગૃતતા એટલી હતી કે, રજિસ્ટ્રેશન માટે નક્કી કરાયેલી એપ પર દર સેકન્ડ 55,000 હજાર હિટ્સ જોવા મળી રહ્યાં હતા.

બપોરે પોર્ટલ ક્રેશ થતાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા ખોરવાઈ હતી
18 વર્ષથી વધુની ઉંમરના લોકોને 1લી મેથી વેક્સિન અપશા ત્યારે એના માટેનું રજિસ્ટ્રેશન આજથી એટલે કે 28 એપ્રિલથી સાંજે 4 વાગ્યાથી શરૂ થવાનું હતું. પરંતુ 4 વાગતાં જ કોવિન પોર્ટલ ક્રેશ થઈ ગયું છે. લોકોને આરોગ્ય સેતુ અને ઉમંગ એપ પર પણ આ સમસ્યાનો જ સામનો કરવો પડ્યો. 18થી 44 વર્ષના લોકો રજિસ્ટ્રેશન વગર વેક્સિન નહીં લગાવી શકે. આવામાં પોર્ટલ ક્રેશ થવાથી લોકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પહેલાં સરકારે રજિસ્ટ્રેશનની તારીખની તો જાહેરાત કરી દીધી હતી, પરંતુ કયા સમયથી રજિસ્ટ્રેશન શરૂ થશે એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.આ સંજોગોમાં લોકો 27 એપ્રિલથી જ મોડી રાતથી કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ અથવા ઉમંગ એપ પર રજિસ્ટ્રેશનના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. પ્રોસેસ શરૂ ના થતાં લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરવાનું પણ શરૂ કર્યું હતું. ત્યાર પછી આરોગ્ય સેતુ એપ દ્વારા સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

સરકારની સ્પષ્ટતા પ્રમાણે 18+ ઉંમરના જે લોકો વેક્સિન લગાવવા માગે છે તેમના માટે બુધવારે સાંજે 4 વાગ્યાથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. આવા લોકોને અપોઈન્ટમેન્ટ પણ પ્રાઈવેટ અથવા રાજ્ય સરકારનાં જે સેન્ટર્સમાં જગ્યા હશે એ આધારે મળશે, એટલે કે રાજ્યમાં એક મેના રોજ વેક્સિનેશન માટે તૈયાર સેન્ટર્સના આધારે જ લોકોને અપોઈન્ટમેન્ટ આપવામાં આવશે.

સમયની મોડી જાહેરાત કરાતાં લોકો નારાજ
આરોગ્ય સેતુના ટ્વિટર હેન્ડલ પર સાંજે 4 વાગ્યાએ રજિસ્ટ્રેશન શરૂ થતું હોવાની જાહેરાત કરવામાં આવી છે, તેથી એ માટે ઘણા સમય પહેલાંથી જ પ્રયત્ન કરતા લોકોએ સોશિયલ મીડિયા પર ઘણી નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સરકારે સમયની જાહેરાત પહેલેથી જ કરવાની જરૂર હતી. લોકો 28 એપ્રિલ રાતે 12 વાગ્યાથી જ રજિસ્ટ્રેશનનો પ્રયત્ન કરતા હતા.

18+ને રસી આપવા માટે રાજકારણ કેમ થઈ રહ્યું છે?

  • ગત સપ્તાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશની 18+ વસતિને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ ઘણો જટિલ છે. પોલિસી અંતર્ગત કસૌલીની સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીની મંજૂરી લીધા બાદ 50% ડોઝ કેન્દ્રની પાસે જશે અને બાકીના ડોઝનું વિતરણ રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકારે કોવિશીલ્ડ માટે સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને કોવેક્સિન માટે ભારત બાયોટેક પાસેથી ડોઝદીઠ 150 રૂપિયા કિંમત ચૂકવવાની ડીલ કરી છે તેમજ રાજ્યો માટે કોવિશીલ્ડનો એક ડોઝ 400 રૂપિયા અને કોવેક્સિનનો એક ડોઝ 600 રૂપિયાનો પડશે. કંપનીઓએ આ કિંમત નક્કી કરી છે.
  • હવે એને લઈને ઘણા સવાલ છે, જેના જવાબ અત્યારે કોઈની પાસે નથી, જેમ કે... કેન્દ્ર અને રાજ્યોની સરકારો માટે કિંમત અલગ અલગ કેમ? કેન્દ્ર જાતે કેમ ખરીદીને રાજ્યોને વેક્સિન ડોઝ નથી આપી રહ્યું? રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલોને મળનાર વેક્સિન ડોઝનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે?
  • એને લઈને રાજકારણ પણ ગરમાયું છે. રાજસ્થાન, ઝારખંડ, પંજાબ અને છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીઓએ સંયુક્ત પ્રેસ-કોન્ફરન્સ યોજી અને કહ્યું છે કે કેન્દ્ર તેમની સાથે સોતેલો વ્યવહાર કરી રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી જ્યારે તેમને ડોઝ માગ્યા ત્યારે જવાબ મળ્યો કે 15 મે પહેલાં એ શક્ય નથી. હવે આ રાજ્યો કહી રહ્યાં છે કે બજેટમાં નથી તેમ છતાં ગમે તેમ કરીને પૈસા તો ભેગા કરી લઈશું, પરંતુ વેક્સિન ડોઝ મળશે જ નહીં તો 18+ને રસી કેવી રીતે આપીશું?
અન્ય સમાચારો પણ છે...