તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPL પહેલાં CSK ટીમ કોરોનાની ઝપેટમાં?:મીડિયા રિપોર્ટ્સમાં અટકળો મુજબ 1 ખેલાડી અને 12 સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ, સત્તાવાર નિવેદન હજુ નથી

2 મહિનો પહેલા
ચેન્નાઇની ટીમ શુક્રવારથી પ્રેક્ટિસ શરૂ કરવાની હતી. ખેલાડીઓ આ બસમાં જ પ્રેક્ટિસ માટે જવાના હતા.
  • ચેન્નાઇની ટીમનો કવોરન્ટીન પીરિયડ વધારવામાં આવ્યો
  • નિયત શેડ્યુઅલ મુજબ દુબઇમાં IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
  • ચેન્નાઇની ટીમ 21 ઓગસ્ટે દુબઇ પહોંચી ગઈ હતી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થાય તે પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સ(CSK)ની ટીમ કોરોનાની ઝપેટમાં આવી હોવાનો અહેવાલો મીડિયામાં ફરતા થયા છે. નેટવર્ક 18 અનુસાર, CSKના એક ખેલાડી અને 12 સપોર્ટ સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ પોઝિટિવ આવ્યા તેમની હાલત સ્થિર છે અને તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ આખી ટીમને કવોરન્ટીનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

બીજી તરફ, ESPNએ કહ્યું છે કે, એક ભારતીય ખેલાડી સહિત મિનિમમ 10 સપોર્ટ સ્ટાફનો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, સપોર્ટ સ્ટાફમાથી કોઈ કોરોના પોઝિટિવ નથી. 2 નેટ બોલર્સ અને એક સોશિયલ મીડિયા ટીમના મેમ્બરનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

એમએસ ધોનીની ટીમ CSK 21 તારીખે દુબઇ પહોંચી હતી અને 6 દિવસ કવોરન્ટીનમાં રહ્યા હતા. સપોર્ટ સ્ટાફ અને પ્લેયર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની ટ્રેનિંગ રદ કરવામાં આવી છે. આ અંગે મીડિયામાં ફરતા વિવિધ અહેવાલો પછી હવે CSKના ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે.

UAE પહોંચ્યા પહેલા ભારતીય ખેલાડીઓના 5 ટેસ્ટ થયા હતા

  • UAE પહોંચ્યા પહેલા IPLમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને સ્ટાફનો 5 વાર ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
  • બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ટીમને UAE જવાની પરવાનગી મળી હતી.
  • વિદેશી ખેલાડીઓ પણ UAE આવ્યા પહેલા 14 દિવસ કવોરન્ટીનમાં રહ્યા હતા.
  • તેમજ 2 રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ IPL રમવા UAE રવાના થયા હતા.

6 દિવસમાં ત્રણ ટેસ્ટ થયા

  • UAE પહોંચ્યા પછી બધી ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ટ્રેનિંગમાં સામેલ થતા 7 દિવસ કવોરન્ટીન કરવામાં આવ્યા હતા.
  • આ દરમિયાન કોઈને પણ એકબીજા સાથે હોટલમાં મળવાની પરવાનગી નહોતી.
  • પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિવસે ત્રણ ટેસ્ટ થયા હતા.
  • કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી જ કોઈ એક ટેસ્ટમાં CSK ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો