• Gujarati News
  • National
  • Corona Speeding In Delhi, Mumbai, Kolkata, Order To Close School college Theaters In Five Districts In Haryana; The Total Number Of Omicron Cases In The Country Is Close To 1600

દેશમાં કોરોના:6.35 લાખ બાળકોએ જ કરાવ્યું વેક્સિન રજિસ્ટ્રેશન; મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ 500ને પાર, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 4.59%એ પહોંચ્યો

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કેન્દ્ર સરકારે રાજ્યોને 15થી 18 વર્ષ સુધીના યંગસ્ટર્સને વેક્સિન આપવા સમયે સૌથી વધુ સાવધાની રાખવાની સલાહ આપી

દેશમાં કોરોના વેક્સિન લગાડવા માટે રવિવારે સાંજ સુધી 15થી 18 વર્ષના 6.35 લાખ યંગસ્ટર્સે જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. લગભગ 10 કરોડ યંગસ્ટર્સને વેક્સિન લગાડવાનું અભિયાન સોમવારથી શરૂ થશે. પરંતુ રજિસ્ટ્રેશનને લઈને જોઈએ તેવો રસ નથી જોવા મળી રહ્યો.

મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોન વેરિયન્ટના 50 નવા કેસ મળ્યાં છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 1698 થઈ ગયા છે. જેમાંથી 580 લોકો સ્વસ્થ થયા છે.

મહારાષ્ટ્રમાં 11,877 નવા કોરોનાને કેસ પણ નોંધાયા છે જેમાંથી 8036 કેસ એકલા મુંબઈના છે. મુંબઈમાં નવા કેસમાં 27%નો વધારો થયો છે. શનિવારે અહીં 6347 પોઝિટિવ કેસ મળ્યા હતા.

તો દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 3,194 કેસ નોંધાયા છે. શનિવારે અહીં કોરોનાના 2,716 કેસ નોંધાયા હતા. હાલ રાજધાનીમાં વાયરસના 8,397 એક્ટિવ કેસ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે રાજધાનીમાં પોઝિટિવિટી રેટ વધીને 4.59%એ પહોંચી ગયો છે.

કોરોનાને લગતા અન્ય અપડેટ્સ

  • હરિયાણામાં તમામ યુનિવર્સિટીઝ અને સ્કૂલ-કોલેજને 12 જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવશે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે આ દરમિયાન માત્ર ટીચિંગ સ્ટાફને જ સંસ્થાઓમાં બોલાવવાના આદેશ આપ્યા છે.
  • ચંડીગઢમાં રેસ્ટોરાં અને બેન્કવેટ હોલ્સને 50% ક્ષમતાઓની સાથે ખોલવાના આદેશ આપ્યા છે. SDMAના અધિકારીઓ મુજબ આ 50% લોકો પણ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો જ એન્ટર થઈ શકશે.
  • રાજસ્થાનમાં રવિવારે કોરોનાના 355 કેસ સામે આવ્યા છે. એકલા જયપુરમાં 24 કલાકમાં 224 પોઝિટિવ કેસ મળ્યાં છે.
  • મહારાષ્ટ્રમાં રવિવારે મળેલા 50 ઓમિક્રોન કેસમાં સૌથી વધુ 36 પુણેમાં છે, જ્યારે પિંપરી ચિંચવડમાં 8, પુણે ગ્રામ્યમાં 2, સાંગલીમાં 2 અને મુંબઈ તેમજ થાણેમાં 1-1 નવો દર્દી મળ્યો છે. રાજ્યમાં હવે 510 ઓમિક્રોન કેસ થઈ ગયા છે.
  • કેરળમાં ઓમિક્રોનના 45 નવા મામલાઓ મળ્યા છે. હવે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંકડો 152એ પહોંચી ગયો છે.
  • પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં રવિવારે 3194 નવા કોરોનાના દર્દીઓ મળ્યા છે.
  • સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના વધતા કેસને જોતા ફરી વર્ચ્યુઅલ હિયરિંગ કરવાનો નિર્ણય કરાયો છે. સોમવારે 3 જાન્યુઆરીથી ટોપ કોર્ટમાં આગામી બે સપ્તાહ માટે વર્ચ્યુઅલ હિયરિંગની વ્યવસ્થા લાગુ થઈ જશે.
  • ગોવાએ પોતાને ત્યાં 15થી 18 વર્ષના ટીનેજર્સને આગામી ચાર દિવસની અંદર વેક્સિનનો પહેલો ડોઝ આપવાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ કહ્યું કે અમારે ત્યાં ટાર્ગેટ એઈજ ગ્રુપના 72,000 બાળકો છે, જેઓને અમે ચાર દિવસમાં પહેલો ડોઝ આપી દઈશું.
  • જમ્મુ કાશ્મીરના શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીમાં 13 સ્ટૂડન્ટ્સ કોરોના પોઝિટિવ થયા છે. DMએ જણાવ્યું કે કોરોનાના કેસ મળ્યાં બાદ કટરામાં આવેલી યુનિવર્સિટીના કારણે કાકરયાલ કેમ્પસને બંધ કરી દેવાયું છે.
  • તેલંગાના સરકારે તમામ પ્રકારની રેલી, સાર્વજનિક સભાઓ અને સામૂહિક સભાઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાર્વજનિક સ્થળો પર માસ્ક નહીં પહેરનારને 1,000 રૂપિયાનો દંડ વસૂલવાના નિર્દેશ આપ્યા છે.
  • હરિયાણા સરકારે ગુરુગ્રામ, ફરીદાબાદ અને ત્રણ અન્ય જિલ્લામાં સિનેમા હોલ, ખેલ પરિસર, સ્વિમિંગ પુલ અને મનોરંજન પાર્ક બંધ કરવાના આદેશ આપ્યા છે. સરકારી અને ખાનગી કાર્યાલયમાં 50% કર્મચારીની ઉપસ્થિતિની સાથે કાર્ય કરવામાં આવશે. આ પ્રતિબંધ 12 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
  • કર્ણાટકના મંત્રી બીસી નાગેશ કોરોના સંક્રમિત થઈ ગયા છે. શનિવારે તેઓએ પોતે આ અંગે જાણકારી આપી. નાગેશે જણાવ્યું કે હું પોતે આઈસોલેટ થઈ ગયો છું અને તમામ પ્રિકોશન અને દવાઓ લઈ રહ્યો છું.

કેન્દ્રએ રાજ્યોને કહ્યું- ધ્યાન રાખજો બાળકોની વેક્સિન મિક્સ ન થઈ જાય; બંગાળમાં આવતીકાલથી સ્કૂલ-કોલેજ અને પાર્ક બંધ
કેન્દ્ર સરકારે રાજ્યોને 15થી 18 વર્ષ સુધીના યંગસ્ટર્સને વેક્સિન આપવા સમયે સૌથી વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોને વેક્સિનેશન દરમિયાન તે વાત ધ્યાનમાં રાખવાની કહી કે બાળકોની વેક્સિન મોટાઓની વેક્સિનની સાથે મિક્સ ન થઈ જાય. આ માટે તેઓએ રાજ્યોને નિર્દેશ આપ્યા કે બાળકોના વેક્સિન સેન્ટર મોટાઓથી અલગ તૈયાર કરવામાં આવે.

વધતા કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, સ્પા, સલૂન, બ્યૂટી પાર્લર, પ્રાણીસંગ્રહાલય, એન્ટરટેઈનમેન્ટ પાર્ક સામેલ છે. બંગાળના મુખ્ય સચિવ એચકે દ્વિવેદીએ જણાવ્યું કે સોમવારે રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી ઓફિસમાં 50% ક્ષમતાની સાથે ખુલ્લી રહેશે. તમામ પ્રશાસનિક બેઠક પણ આ દરમિયાન વર્ચ્યુઅલ મોડમાં આયોજિત થશે.

વધતા કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે
વધતા કોરોના સંક્રમણને પગલે બંગાળ સરકારે 3 જાન્યુઆરીથી મોટા ભાગની સંસ્થાનોને બંધ કરવાનો નિર્ણય કર્યો છે

કર્ણાટકમાં 3 મહિના પછી 1000થી વધુ કોવિડ કેસ; એકલા બેંગલુરુમાં રાજ્યના 78% સંક્રમિત લોકો
કર્ણાટકમાં શનિવારે કોરોનાના 1,033 કેસ નોંધાયા છે. આ મામલો છેલ્લાં 107 દિવસોમાં સૌથી વધુ છે. છેલ્લી વખત રાજ્યમાં આ પ્રકારની સ્થિતિ 16 સપ્ટેમ્બરે જોવા મળી હતી, જ્યારે અહીં કોરોનાના 1000થી વધુ કેસ મળી આવ્યા હતા. તો બેંગલુરુમાં 810 નવા કેસ મળ્યા છે, જે રાજ્યના કુલ નવા મામલાઓના 78% છે. બેંગલુરુમાં 6 મહિના પછી આટલાં કેસ મળી આવ્યા છે. ગત વખતે 30 જૂને શહેરમાં 213 કોરોનાના કેસ મળ્યા હતા.

દિલ્હીમાં ઝડપથી વધી રહ્યાં છે કોરોનાના કેસ; કેજરીવાલે કહ્યું- ગભરાવવાની જરૂર નથી, હોસ્પિટલાઈઝેશનનો દર ઘણો જ ઓછો

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકોને કોરોનાથી ડરવાની જરૂરિયાત નથી. અહીં કોરોનાના દરરોજ 2,500થી 3000 કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાથી જે લોકો બીમાર પડી રહ્યાં છે, તેમાથી ઘણાં ઓછા લોકોને હોસ્પિટલ જવાની જરૂરિયાત પડી રહી છે, તેની સંખ્યા ઘણી જ ઓછી છે.

કેજરીવાલે જણાવ્યું કે રાજધાનીમાં 99.78% ઓક્સિજન બેડ હજુ પણ ખાલી છે. સરકારે 37,000 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરી છે, જેમાંથી માત્ર 82 બેડ પર જ દર્દીઓ છે. દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 6,360 છે.

નૈનિતાલની સ્કૂલમાં કોરોના બ્લાસ્ટ; 85 બાળકો કોરોના પોઝિટિવ, તમામને શાળામાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા
ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં 85 બાળકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. બાળકોને ગંગરકોટ વિસ્તારમાં સ્થિત સ્કૂલમાં જ ક્વોરન્ટાઇનમાં કરવામાં આવ્યા છે. નૈનિતાલના ડેપ્યુટી કલેક્ટર રાહુલ શાહે કહ્યું કે જે બાળકો RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવશે તેમને જ ઘરે મોકલવામાં આવશે.

દિલ્હીમાં કોરોનાના કેસોમાં 50%નો મોટો વધારો નોંધાયો
ઓમિક્રોનના ખતરા વચ્ચે દિલ્હીમાં કોરોનાના કેસોમાં 50%નો મોટો વધારો નોંધાયો છે. શનિવારે રાજધાનીમાં 2716 લોકો સંક્રમિત મળ્યા હતા અને એકનું મોત થયું હતું. જ્યારે, કોવિડ પોઝિટિવીટી દર 3.64% નોંધાયો હતો. શનિવારનો વધારો 21 મે પછીનો સૌથી વધુ છે. આ દિવસે, 4.76%ના પોઝિટિવીટી દર સાથે 3,009 કેસ નોંધાયા હતા અને 252 મૃત્યુ થયા હતા. હરિયાણામાં 5 જિલ્લાઓમાં શાળા-કોલેજો, થિયેટરો બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા વધીને 1596 થઈ છે. દેશમાં હવે કોરોનાના 1 લાખ 4 હજાર 781 એક્ટિવ દર્દીઓ થયા છે. 7 જૂન 2021 પછી પહેલીવાર એક લાખ એક્ટિવ કેસ સામે આવ્યા છે.

બેકાબૂ કોરોનાની વાત કરીએ તો શનિવારે મુંબઈમાં 6,347, દિલ્હીમાં 2,716, કોલકાતામાં 2,398 કોરોનાના નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, કોરોનાના ઓમિક્રોન પણ તબાહી મચાવી રહ્યો છે. દેશભરમાં ઓમિક્રોન દર્દીઓનો આંકડો 1550ને પાર કરી ગયો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 460 દર્દીઓ છે.

શુક્રવારે, 1,796 કેસ અને 1.73% પોઝિટિવીટી દર નોંધવામાં આવ્યો હતો. જ્યારે ગુરુવારે, 2.44% ના પોઝિટિવીટી દર સાથે 1,313 કેસ નોંધાયા હતા.

દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા શનિવારે વધીને 1596 થઈ ગઈ છે.
દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા શનિવારે વધીને 1596 થઈ ગઈ છે.

કોરોના સંબંધિત અન્ય અપડેટ્સ

તેલંગાણામાં જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000ના દંડનો કડક અમલ
તેલંગાણા સરકારે તમામ પ્રકારની રેલીઓ, જાહેર મેળાવડા અને સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે. જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ રૂ. 1000ના દંડનો કડક અમલ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

સરકારી અને ખાનગી કચેરીઓ 50% કર્મચારીઓની હાજરીમાં કામ કરશે
હરિયાણા સરકારે વધતાં કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને ગુરુગ્રામ, ફરીદાબાદ, અંબાલા, પંચકુલા અને સોનીપતમાં સિનેમા હોલ, થિયેટર, શાળા, કોલેજ, જીમ વગેરે બંધ કરવાનાં આદેશ આપ્યા છે. સરકારી અને ખાનગી કચેરીઓ 50% કર્મચારીઓની હાજરીમાં કામ કરશે. આ પ્રતિબંધ 12 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

કર્ણાટકનાં મંત્રી બીસી નાગેશ કોરોના પોઝિટિવ થયા છે. શનિવારે આ અંગેની જાણકારી તેમણે પોતે જ જણાવી હતી. નાગેશે કહ્યું કે હું પોતે આઈસોલેટ થઈ ગયો છું અને તમામ સાવચેતી સાથે દવાઓ લઈ રહ્યો છું. દેશમાં છેલ્લા 24 કલાકમાં 27,443 કોરોના પોઝિટિવ જોવા મળ્યા, 282 લોકોના મોત; ઓમિક્રોનમાં 1596 કેસ નોંધાયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,443 પોઝિટિવ કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 27,443 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 282 લોકોના મોત થયા છે, જ્યારે 9110 લોકો સાજા થયા છે. શનિવારે મોડી રાત સુધી એક્ટિવ દર્દીઓની સંખ્યા 18051 હતી. 94 નવા ઓમિક્રોન સંક્રમિત સાથે, દેશમાં નવા વેરિયન્ટના દર્દીઓની સંખ્યા શનિવારે વધીને 1596 થઈ ગઈ છે. તેમાંથી 576 ઓમિક્રોન દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1020 સક્રિય કેસ છે.

અન્ય સમાચારો પણ છે...