• Home
  • National
  • Corona / Sonia wrote to Modi: Forgive loan installment, apply justice plan in view of current situation

કોરોના / સોનિયાએ મોદીને પત્ર લખ્યોઃ વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લોનના હપ્તા માફ કરો, ન્યાય યોજના લાગુ કરો

X

  • 21 દિવસ લોકડાઉનનો નિર્ણય એકદમ ઉચિત, પરંતુ જનતાને પડી રહેલી હાલાકી પણ ધ્યાને લેવાવી જોઈએ
  • શ્રમિકોને અનાજ, કઠોળ ઉપરાંત જનધન ખાતામાં રૂ. 7500 આપવા કોંગ્રેસની માગણી

દિવ્ય ભાસ્કર

Mar 27, 2020, 03:11 PM IST

નેશનલ ડેસ્કઃ કોરોના વાઈરસના કેસ દેશભરમાં ઝડપથી વધી રહ્યા છે અને 21 દિવસના લોકડાઉનને લીધે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લોકડાઉનના નિર્ણયને ઉચિત ગણાવતાં ગરીબો, મજૂરો અને શ્રમિકો માટે ખાસ પેકેજની જાહેરાત કરવા માંગણી કરી છે.

પત્રમાં સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે, લોકડાઉન અંગેના સરકારના નિર્ણયનું અમે સમર્થન કરીએ છીએ. સંકટના સમયે દરેક દેશવાસી સરકારની સાથે છે. પરંતુ આરોગ્યની સમાંતરે આ સંકટ આર્થિક મોરચે પણ

ભારે ગંભીર અસર કરનારું નીવડશે એ બાબત પણ સરકારે ધ્યાનમાં લેવી જોઈએ. પોતાના પત્રમાં સોનિયાએ કેટલાંક મુદ્દે તાત્કાલીક પગલાંઓ લેવાની માગણી કરી છે.

1. જે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ કોરોના દર્દીઓની સારવારમાં વ્યસ્ત છે તેમના માટે તાત્કાલીક N95 માસ્ક અને હેઝમેટ સુટની વ્યવસ્થા થવી જોઈએ.
2. ડોક્ટરોને રિસ્ક એલાઉન્સ મળવું જોઈએ. 1 માર્ચથી આગામી 6 મહિના સુધી આ એલાઉન્સ મળવું જોઈએ.
3. કોરોના સંબંધિત તમામ માહિતી અને આવશ્યક માર્ગદર્શન માટે ફોન નંબર સહિતની વિગતો આપતાં એક વેબ પોર્ટલની રચના થવી જોઈએ. કોરોનાના ઈલાજ માટે કાર્યરત દેશભરની હોસ્પિટલની વિગતો પણ તેમાં સામેલ કરવી જોઈએ.
4. તાત્કાલીક ધોરણે કામચલાઉ હોસ્પિટલ, આઈસીયુ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવી જોઈએ.
5. રોજની કમાણી પર જ જેમનો આધાર છે એવાં શ્રમિકો, ગરીબોને સીધી આર્થિક સહાયતા મળવી જોઈએ.
6. ખેડૂતોને ટેકાના ભાવમાં વધારો કરવો જોઈએ અને આગામી 6 મહિના સુધી કોઈપણ પ્રકારની રિકવરી બંધ કરી દેવી જોઈએ.
7. ન્યાય યોજના તરત લાગુ કરી દેવી જોઈએ. જનધન યોજના અંતર્ગત બેન્ક એકાઉન્ટ દ્વારા મિનિમમ રૂ. 7500 પ્રતિ માસ ફાળવણી કરવી જોઈએ.
8. ગરીબ પરિવારોને આગામી 1 મહિના માટે અનાજ, કઠોળ, શાકભાજીની વ્યવસ્થા કરી આપવી જોઈએ.
9. નોકરિયાત વર્ગને આગામી 6 મહિના સુધી મકાન લોનના હપ્તામાં માફી મળવી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી