તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Corona Reaches Schools, 38 Children Positive In One Day In Haryana, 19 Most In Rewari

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલ સુધી પહોંચ્યો કોરોના:હરિયાણાની 12 સ્કૂલમાં 72 વિદ્યાર્થી સંક્રમિત; રાજ્ય સરકારે કહ્યું- હવે તમામ સ્કૂલમાં ટેસ્ટ થશે

5 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મંગળવારે 2529 નવા દર્દી નોંધાયા, 25નાં મોત, હિસારમાં સૌથી વધારે 8 લોકોના જીવ ગયા
  • છેલ્લા 15 દિવસમાં 149 બાળક અને 12 ટીચર્સનો કોરોના પોઝિટિવ આવ્યો, હવે થશે રેન્ડમ સેમ્પલિંગ

કોરોના વાઈરસ હવે સ્કૂલ સુધી પહોંચી ગયો છે. હરિયાણાની રેવાડીમાં 12 સરકારી સ્કૂલમાં એકજ દિવસમાં 72 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શિક્ષણમંત્રીએ તમામ 12 સ્કૂલને બંધ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારે કહ્યું છે કે હવે તમામ સ્કૂલોમાં ટેસ્ટ કરાશે.

હરિયાણામાં 2 નવેમ્બરથી 9થી 12માં ધોરણના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, ત્યાર પછીથી સ્કૂલોમાં બાળકોના કોરાનાના કેસ વધી રહ્યા છે. અત્યારસુધીમાં 149 બાળક અને 12 ટીચર્સમાં સંક્રમણ જોવા મળ્યું છે. છેલ્લા 15 દિવસમાં સૌથી વધારે 13 સ્કૂલમાં 103 બાળક રેવાડીમાં હતાં. કૈથલના મહેન્દ્ર ગઢમાં 12-12, સિરસામાં 10, જિંદમાં 11, હિસારમાં 6 બાળક પોઝિટિવ નોંધાયા છે. જિંદમાં 8 અને અંબાલાના બરાડામાં 4 ટીચર્સ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

અન્ય જિલ્લાની સ્કૂલોમાંથી પણ બાળકોના કોરોનાના રેપિડ સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. રોહતકના ગામ રુડકીમાં એક સ્કૂલમાં 33 બાળકનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. હરિયાણામાં ગુડગાંવ પહેલો એવો જિલ્લો છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર થઈ ગઈ છે. મંગળવારે અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 40,535 થઈ છે. છેલ્લા 10 દિવસમાં ફરીદાબાદમાં એક્ટિવ કેસ વધ્યા છે, જ્યારે કૈથલ અને પલવલમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ચિંતાની વાત એ છે કે રિકવરી થયા પછી 15% લોકોમાં પોસ્ટ કોવિડની મુશ્કેલીઓ સામે આવી છે. તેમાંથી 60 ટકામાં ફેફસાં સંકોચાઈ જવાની મુશ્કેલી જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2529 નવા કેસ નોંધાયા છે અને 25 લોકોનાં મોત થયાં છે. તેમાં હિસારમાં સૌથી વધારે 8 લોકોના જીવ ગયા છે. અત્યારે અહીં કોરોનાના 19,600 સક્રિય દર્દી છે. સ્વાસ્થ્યમંત્રી અનિલ વીજે એ કહ્યું હતું કે દિલ્હીમાં વધતા કોરોનાના પ્રભાવથી રાજ્યને સુરક્ષિત રાખવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

માસ્ક ના પહેરવાને કારણે રોજનો રૂ. 10 લાખથી વધુનો દંડ કરાય છે
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં માસ્ક ન પહેરેલા 65 હજાર લોકો પાસેથી દંડ લેવામાં આવ્યો છે. તેમાં અત્યારસુધી 3.05 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. અહીં માસ્ક ન પહેરવા પર રૂ. 500થી વધુનો દંડ કરવામાં આવે છે. જૂનના પહેલા સપ્તાહમાં 16 નવેમ્બર સુધીમાં અંદાજે 4.36 લાખ લોકોના ચલણ કાપવામાં આવ્યા હતા. તેમાં કુલ 21.78 કરોડનો દંડ ભેગો કરવામાં આવ્યો હતો, એટલે કે રોજના સરેરાશ રૂ. 10 લાખ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. અત્યારસુધી 598 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 472 સામે એફઆઈઆર કરવામાં આવી છે. એડીજીપી લો એન્ડ ઓર્ડર નવદીપ વિર્કનું કહેવું છે કે પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે ઘરેથી માસ્ક પહેરીને જ નીકળો.

દેશમાં કોરોનાના દર્દી 89 લાખ થયા, દિલ્હીમાં છેલ્લા 16 દિવસમાં દોઢ લાખ દર્દી વધ્યા
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 89 લાખને પાર થઈ ગઈ છે. 24 કલાકમાં 34,177 નવા દર્દી નોંધાયા અને 43,718 લોકો સાજા થયા છે. આમ, હવે સાજા થનારાનો કુલ આંક 83,26,577 અને રિકવરી રેટ વધીને 93.51 ટકા થઈ ગયો છે. જોકે દિલ્હીમાં વધતા કેસથી ચિંતા વધી છે. અહીં આ મહિને અત્યારસુધીમાં 16 દિવસમાં 1 લાખથી વધારે દર્દીઓ નોંધાયા છે, જ્યારે આ દરમિયાન 1200 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઓક્ટોબરના પહેલા સપ્તાહની સરખામણીએ આ સપ્તાહમાં નવા કેસ અને મૃતકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. દિલ્હીમાં અત્યારસુધીમાં 10% જ ICU બેડ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો