• Gujarati News
  • National
  • Corona Previously Had An 11 year Low Of GDP, Losing The Initial Gains It Had Made In Preventing Corona.

મોદી 2.0નું એક વર્ષ:કોરોના અગાઉ GDP દર 11 વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો, કોરોનાને અટકાવવામાં જે આરંભિક લાભ મળ્યો તે ગુમાવ્યો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ નીતિઃ પાકિસ્તાન પર સર્જિકલ અને એર સ્ટ્રાઈક સમયે અન્ય દેશો તરફથી મળેલા સમર્થનને લીધે મોદીની વિદેશ નીતિની પ્રશંસા થઈ હતી, પણ કલમ-370 નાબૂદી તથા CAA જેવા મુદ્દે અન્ય દેશોનો સાથે ન મળ્યો
  • ધાર્મિક અસહિષ્ણુતાઃ મોદીના બીજા કાર્યકાળમાં પણ મોબ લિંચિગ જારી રહ્યું

કોરોનાનો સામનો કરવા માટે વિવિધ સરકારોની તૈયારીને ટ્રેક કરનારી ઓક્સફોર્ડ કોવિડ-19 ગવર્મેન્ટ રિસ્પોન્સ ટ્રેકરે એપ્રિલ મહિનામાં ભારતને 100માંથી 100 પોઇન્ટ આપ્યા હતા. મહામારીને ફેલાતી અટકાવવા માટે જે સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું તેણે ભારતને અમેરિકા, ઈટાલી સહિત અનેક વિકસિત દેશોથી આગળ રાખ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ ભારત દ્વારા જે તાત્કાલિક રીતે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો તેની પ્રશંસા કરી હતી. પણ ત્યારબાદ શું થયુ?

ભારત હવે કોરોનાથી સૌથી વધારે અસર ધરાવતા દેશોની યાદીમાં 9માં સ્થાન પર છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ હવે ભારતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ આવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી કોરોના સંક્રમિતોનો આંક 7 હજારથી વધારે રહ્યો છે.

યુરોપમાં જે દેશોમાં અગાઉ દરરોજ 7-7 હજારથી વધારે કેસ મળી રહ્યા હતા ત્યાં હવે આ સંખ્યા 10 ગણી ઓછી થઈ ગઈ છે. મોદી સરકાર આ મહામારી સામે જે પણ દાવા કરે પણ આંકડા દર્શાવે છે કે મોદી સરકારે કોરોનાનો સામનો કરવા જે શરૂઆતી બઢત મેળવી હતી તે હવે ગુમાવતી દેખાય છે.

કોરોના સામે લડવામાં પાછળ પડી રહેલી મોદી સરકાર તેના બીજા કાર્યકાળનાં પ્રથમ વર્ષમાં અનેક મુદ્દા પર પાછળ રહી છે. આ સંજોગોમાં અન્ય 9 મુદ્દા પર એક અહેવાલ...

1. પડોશી દેશઃ હંમેશા સાથ આપનાર નેપાળ પણ હવે આંખ દેખાડે છે

નેપાળ..ભારત અને ચીન બન્નેનો પડોશી દેશ છે. બન્ને દેશ નેપાળને પોતાના પક્ષમાં કરવા માટે પોતાની વિદેશ નીતિમાં હંમેશા અગ્રિમતા આપતા રહ્યા છે. ભારતના નેપાળ સાથેના સંબંધ હંમેશા સારા રહ્યા છે, પણ તાજેતરમાં લિપુલેખને લઈ બન્ને દેશ વચ્ચે સીમા વિવાદ શરૂ થયો છે.

લિપુલેખ ભારત, નેપાળ અને ચીનની સરહદ સાથે જોડાયેલ વિસ્તાર છે. ભારત આ વિસ્તારને ઉત્તરાખંડનો હિસ્સો માને છે અને નેપાળ આ વિસ્તારને પોતાનો ગણાવે છે. નેપાળનો ભારત સાથે વિવાદ થવો ચીનની વિરુદ્ધ રણનીતિની દ્રષ્ટીએ ખાસ મિત્ર દેશ ગુમાવવા જેવો છે.

વર્ષ 2015માં નેપાળમાં મધેસી આંદોલન સમયે પણ ભારત અને નેપાળ વચ્ચે સંબંધો બગડ્યા હતા. ભારતથી નેપાળ થતી નિકાસોને બોર્ડર પર અટકાવવામાં આવી હતી
વર્ષ 2015માં નેપાળમાં મધેસી આંદોલન સમયે પણ ભારત અને નેપાળ વચ્ચે સંબંધો બગડ્યા હતા. ભારતથી નેપાળ થતી નિકાસોને બોર્ડર પર અટકાવવામાં આવી હતી

વર્તમાન સમયમાં ચીન અને ભારત વચ્ચે સારા સંબંધ નથી. આ મહિને પૂર્વ લદ્દાખના પૈગોંગ સરોવરના ઉત્તરી કિનારે અને સિક્કીમના નાકૂ લા સેક્ટરમાં ભારત-ચીન સૈનિકો વચ્ચે ઝપાઝપીની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ કોઈ દેશનું નામ લીધા વગર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેનાને તૈયાર રહેવા સૂચના આપી હતી.

એટલે કે વર્ષ 2017માં 73 દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદ બાદ ભારત-ચીનના સંબંધ સુધારવામાં બન્ને દેશની સરકાર વિશેષ કંઈ કરી શકી નથી. બીજી બાજુ 2008 મુંબઈ હુમલા બાદથી ભારત-પાકિસ્તાન સાથેના સંબંધ સુધારો આવ્યો નથી.પ્રથમ કાર્યકાળમાં મોદીએ પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો, પણ તેની સંબંધ પર કોઈ સારી અસર જોવા મળી ન હતી.

2. વિદેશ નીતિઃ પહેલા કાર્યકાળમાં પાકિસ્તાન સામે કડક કાર્યવાહીને લઈ વિશ્વભરના દેશોનો સાથ મળ્યો, અલબત કલમ-370 અને CAA પર ભારતની કેટલાક દેશોએ ટીકા કરી.

કલમ-370 હટાવ્યા બાદ કાશ્મીરમાં મોટી હિંસા કે આંદોલન ન થવા દેવું તે મોદી સરકારની સફળતા છે, પણ વિદેશ નીતિની દ્રષ્ટીએ જોઈએ તો કાશ્મીર મુદ્દે કંઈક હસ્તક સુધી આંતરરાષ્ટ્રીયકરણ પણ થયું.

જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કેલે કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણ બહાર ગણાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અનેક વખત મધ્યસ્થતા કરવાની પહેલ કરી હતી. યુરોપીયન સંસદમાં પણ કલમ-370 દૂર કરવા અંગે ચર્ચા થઈ હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 16 ઓગસ્ટ 2019ના રોજ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ હતી. વર્ષ 1965 બાદ 55 બાદ પ્રથમ વખત થયું, જ્યારે UNSCમાં કાશ્મીર અંગે બેઠક યોજાઈ હતી.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 16 ઓગસ્ટ 2019ના રોજ કાશ્મીર મુદ્દે ચર્ચા થઈ હતી. વર્ષ 1965 બાદ 55 બાદ પ્રથમ વખત થયું, જ્યારે UNSCમાં કાશ્મીર અંગે બેઠક યોજાઈ હતી.

ડિસેમ્બરમાં નાગરિકતા સુધારા વિધેયક લાવ્યા બાદ જે આંદોલન થયા તેને લીધે મોદી સરકારની ટીકા થઈ. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પંચે CAA ને ભેદભાવપૂર્ણ ગણાવ્યો હતો. UNના મહાસચિવ એન્ટોનિયો ગુતરેજે આ વિધેયક વિરુદ્ધ થઈ રહેલા દેખાવોને બંધ કરાવવામાં સરકારના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મલેશિયા, તુર્કી, કુવૈત, અફઘાનિસ્તાન જેવા અનેક દેશોએ CAAના પ્રદર્શન સમયે જે હિંસ થઈ તે અંગે ચિંતા દર્શાવી હતી.

 3. દિલ્હી તોફાનોઃ હિંસામાં પોલીસના વલણને જોતા ગૃહ મંત્રાલયની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠ્યા

દિલ્હી ચુંટણી સમયે ભારત નેતાઓએ CAA સામે પ્રદર્શન કરી રહેલા લોકો અંગે ભડકાઉ ભાષણ આપ્યા હતા. ચૂંટણી બાદ પણ તે જારી રહ્યા. ભાજપ નેતા કપિલ મિશ્રાએ પણ 23 ફેબ્રુઆરીના રોજ આવું જ એક ભડકાઉ ભાષણ આપ્યું.
1984ના શીખ તોફાનો થયા તેના 36 વર્ષ બાદ દેશની રાજધાનીમાં આ મોટાપાયે તોફાનો થયા હતા. ત્રણ દિવસ સુધી હિંસા થતી રહી. અનેક તસવીરોમાં તો ગૃહમંત્રાલય હેઠળ આવતી દિલ્હી પોલીસ તોફાની તત્વો સાથે પથ્થર ફેકતી દેખાઈ હતી. આ હિંસામાં 50થી વધારે લોકોના મોત થયા હતા.
4. ધાર્મિક અસહિષ્ણુતાઃ ભારતની સેક્યુલર છબિને અસર

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક આઝાદી આયોગ (USCIRF)એ આ વર્ષ એપ્રિલ મહિનામાં તેના રિપોર્ટમાં CAA,NRC, ધર્માંતરણ વિરોધી કાયદો, મોબ લિંચિંગ, કલમ-370 નાબૂદી, અયોધ્યા રામ મંદિર અંગે સુનાવણીમાં એક તરફી વલણ જેવી અનેક ચીજવસ્તુઓના આધારે ભારતે ધર્મના આધારે ભેદભાવ કરનારો દેશ ગણાવ્યો હતો.

કમિશને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત અંગે વિશેષ ચિંતાજનક સ્થિતિ ધરાવતા દેશો (CPC)ની યાદીમાં મુકવાનું સૂચન કર્યું હતું. આ કમિશને એમ પણ કહ્યું હતું કે કોરોના સમયે ભારતમાં મુસ્લિમોને બલીના બકરા બનાવવામાં આવ્યા છે.

મોદીના પહેલા કાર્યકાળની જેમ બીજા કાર્યકાળમાં પણ મોબ લિંચિંગની ઘટના સામે આવી. ઝારખંડમાં જૂન 2019માં 24 વર્ષના એક યુવકને માર મારવામાં આવ્યો હતો
મોદીના પહેલા કાર્યકાળની જેમ બીજા કાર્યકાળમાં પણ મોબ લિંચિંગની ઘટના સામે આવી. ઝારખંડમાં જૂન 2019માં 24 વર્ષના એક યુવકને માર મારવામાં આવ્યો હતો

હુમન રાઈટ વોચના એક અહેવાલ પ્રમાણે મે,2015થી ડિસેમ્બર 2019 સુધી ગૌમાંસ ખાવા અને વેચવાની આશંકાને આધારે 50 લોકોને મારી નાખવામાં આવ્યા છે. આ હુમલામાં 250 લોકોને ઈજા પહોંચાડવામાં આવી હતી. એટલું જ નહીં માર્ચમાં લોકડાઉન બાદ જ્યારે કોરોનાના કેસ વધવા લાગ્યા તો સરકારે તેના માટે જમાતિયોને દોષિત ગણાવ્યા. 

5. CAA વિરુદ્ધ ત્રણ મહિનાથી જારી પ્રદર્શન કોરોનાને લીધે અટકી ગયું, સરકારે આ વિરોધ પ્રદર્શન અટકાવવા કોઈ પહેલ ન કરી
નાગરિકતા સંશોધન બિલ જેવું સંસદમાં પસાર થયું કે ત્યારથી દેશભરમાં તેની વિરુદ્ધ પ્રદર્શન શરૂ થઈ ગયું. IIM,IIT જેવી સંસ્થાઓ સહિત દેશભરની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તેનો વિરોધ કર્યો. શાહીન બાગ વિરોધ માટેનું સૌથી મોટું ઉદાહરણ હતું. જ્યાં મહિલાઓ 24 કલાક માર્ગો પર બેઠેલી રહી હતી.

શાહીન બાગમાં 14 ડિસેમ્બરની રાતથી લોકડાઉન લાગ્યુ ત્યાં સુધી (24 માર્ચ) મહિલાઓએ ધરણા કરવાનું ચાલુ રાખ્યા હતા
શાહીન બાગમાં 14 ડિસેમ્બરની રાતથી લોકડાઉન લાગ્યુ ત્યાં સુધી (24 માર્ચ) મહિલાઓએ ધરણા કરવાનું ચાલુ રાખ્યા હતા

આ સ્થિતિમાં દેશભરમાં અનેક જગ્યા પર મુસ્લિમ મહિલાઓએ શાહીન બાગ બનાવ્યા. UPમાં પ્રદર્શન અટકાવવા માટે યોગી સરકારે તો દંડ લગાવ્યો. પણ દેશભરમાં અનેક જગ્યા પર આ વિરોધ પ્રદર્શનો થતા રહ્યા. કેન્દ્ર સરકાર દેખાવકારોને વિશ્વાસમાં લઈ શકી નહીં. આટલા લાંબા સમય સુધી અને આટલા વ્યાપક પ્રમાણમાં આ નવી પેઢીએ પહેલા ક્યારેય વિરોધ જોયો ન હતો.

6. કોરોના અગાઉ અર્થવ્યવસ્થા મુશ્કેલીનો સામનો કરતો હતો, નવી રોજગારી નિર્માણને લઈ સરકાર નિષ્ફળ ગઈ

વર્ષ 2019-20 દરમિયાન GDP ગ્રોથ 4.2 ટકા રહ્યો. તે છેલ્લા 11 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે. હવે કોરોના બાદ તો તે નેગેટીવ જવાની શક્યતા છે. મોદી સરકાર રોજગારીને લગતી નવી તકોનું સર્જન કરી શકી નહીં. મોદીના ગત કાર્યકાળ અંગે પીરિયોડિક લેબર ફોર્સ સરવે સામે આવ્યો હતો જેમા દેશમાં બેરોજગારી દર 45 વર્ષના સૌથી વધારે હોવાનું કહેવામાં આવ્યુ હતું.

તેમા હવે તેમા નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ આઈ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીનો એક રિપોર્ટ આવ્યો, જેમાં લોકડાઉનને લીધે એપ્રિલ મહિનામાં 12 કરોડ નોકરીઓને અસર થવાની શક્યતા દર્શાવાઈ હતી.

7. હેલ્થ સેક્ટરઃ મોદી હકીકતથી વાકેફ હતા, માટે કોરોનાથી બચવા માટે ઘણા સમય અગાઉ લોકડાઉન લગાવ્યું

દેશમાં હેલ્થ પર કુલ GDP 2 ટકાથી ઓછો ખર્ચ થાય છે. જ્યારે અમેરિકામાં GDPમાં 8.5 ટકા અને જર્મનીમાં 9.4 ટકા ખર્ચ હેલ્થ પાછળ કરવામાં આવે છે. WHOના મતે હેલ્થ પર GDP હિસ્સાના ખર્ચની બાબતમાં 191 દેશમાં ભારત 184માં નંબર છે.

મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા વર્ષમાં આ સેક્ટરમાં કેટલાક ખાસ સુધારા દેખાયા ન હતા. જોકે, મોદી સરકારે 25 ડિસેમ્બરથી શરૂ થતા આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના 10 કરોડ પરિવારો કે 50 કરોડ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમા ઉપલબ્ધ કરાવવાની વાત કહી છે. જે એક મોટુ પગલું છે.
8. મોંઘવારી દરઃ ડિસેમ્બરમાં 7 વર્ષની ઉંચી સપાટી પર હતો

ભારતમાં મોંઘવારીનો દર માર્ચ 2019 બાદ સતત વધી રહ્યો છે. માર્ચ 2019માં ખાદ્ય પદાર્થોની મોંઘવારીનો દર 0.30 ટકા હતો, જે ડિસેમ્બર 2019માં 14.12 ટકા પહોંચ્યો હતો. તે વર્ષ 2013 બાદ સૌથી વધારે વધ્યો હતો.

9. પ્રેસની આઝાદીઃ પ્રત્યેક વર્ષ સતત ભારતનું રેન્કિંગ ઘટી રહ્યું છે
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 142 છે. તે છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટી રહ્યો છે. વર્ષ 2019માં 140 હતો અને વર્ષ 2018માં તે 138 હતો. 

અન્ય સમાચારો પણ છે...