• Gujarati News
  • National
  • Corona Picks Up Speed Again In The Country, 7240 New Cases Reported In 24 Hours: 40% Increase In Patients For Second Day In A Row

કોરોના અપડેટ્સ:દેશમાં ફરી કોરોનાએ સ્પીડ પકડી, 24 કલાકમાં 7240 નવા કેસ નોંધાયા: સતત બીજા દિવસે 40% દર્દી વધ્યા

એક મહિનો પહેલા

દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7240 નવા કેસ નોંધાયા છે. બુધવારે દેશમાં 5233 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં એટલે કે મંગળવારે 3741 નવા સંક્રમિત નોંધાયા છે. એનાથી સાબિત થાય છે કે દેશમાં ફરી એકવાર સંક્રમણ વધી રહ્યું છે.

દેશમાં સતત બીજા દિવસે કોરોનાના દર્દીઓમાં 40%નો વધારો થયો છે. બુધવારે 94 દિવસ પછી દેશમાં નવા સંક્રમિતોની સંખ્યા 5 હજારને પાર થઈ છે. મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોમાં કોવિડ કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે 8 વાગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 24 કલાકમાં સક્રિય કેસ 3641 થયા છે. અપડેટ આંકડા પ્રમાણે, વધુ 8 લોકોનાં આ મહામારીને કારણે મોત થયાં છે. આમ, હવે દેશમાં કુલ કોરોનાના કારણે થયેલાં મોત 5,24,723 થયાં છે.

જૂનમાં કોરોનાની સ્પીડ વધી
કોરોનાના વધતા કેસને કારણે ફરી સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધી છે. કોરોનાનો આ આંકડો જોતાં ખ્યાલ આવે છે કે આ મહિનાની શરૂઆતથી જ કોરોનાના કેસ વધી રહ્યા છે. એક જૂનથી સાત જૂન સુધીમાં રોજ કોરોનાના કેસ ચાર હજાર આસપાસ જોવા મળ્યા છે, જ્યારે ચાલુ સપ્તાહે શરૂઆતના દિવસોમાં જ 5 હજારથી વધુ કેસ નોંધાવા લાગ્યા છે.

હિમાચલથી કેરળ સુધીના 28 જિલ્લા રેડ ઝોનમાં
કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે હિમાચલ પ્રદેશથી કેરળ સુધીમાં દેશના 28 જિલ્લાને કોરોના સંક્રમણ વધવાના કારણે રેડ ઝોન જાહેર કર્યા છે. એમાં હરિયાણા અને મહારાષ્ટ્રના પણ ચાર જિલ્લા સામેલ છે. ત્યાં સાપ્તાહિક સંક્રમણ 5 ટકા કરતાં પણ વધારે નોંધાયું છે. મંત્રાલયે બુધવારે રાજ્યો સાથેની બેઠકમાં એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.

અરુણાચલ-દિલ્હીમાં સંક્રમણ વધ્યું
અરુણાચલ પ્રદેશ સહિત સાત રાજ્યમાં કોરોના ખૂબ ઝડપથી વધી રહ્યો છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 564 નવા દર્દી નોંધાયા છે, જ્યારે 406 સાજા થયા છે. મંગળવારની સરખામણીએ બુધવારે કોરોનાના કેસમાં 25 ટકાનો વધારો થયો છે. દિલ્હીમાં અત્યારે પોઝિટિવિટી રેટ 2.48 ટકા છે.

કોરોના નિયમ નહીં માનનાર DGCAના કડક નિયમ
નાગરિક ઉડ્ડયન વિભાગ (DGCA)એ બુધવારે આદેશ આપ્યો છે કે માસ્ક ના પહેરનારા લોકોને ટેકઓફ પહેલાં જ પ્લેનની બહાર કરી દેવામાં આવશે. એની જવાબદારી CISFના કર્મચારીઓને આપવામાં આવી છે. DGCAના જણાવ્યા પ્રમાણે, એરલાઈન્સ સુનિશ્ચિત કરશે કે જો કોઈ યાત્રી નિયમોનું પાલન નહીં કરે તો તેમને ફ્લાઈટની બહાર કરી દેવામાં આવશે. જો યાત્રી કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે તો તેમને બ્લેક લિસ્ટ પણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...