તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Corona Patients Kept Fruits And Vegetables In The Hands For Half An Hour, Patients Also Kept Them In The Mouth, When Examined, The Virus Was Not Found.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફળો અને શાકભાજીથી નથી ફેલાતો વાઇરસ:કોરોના દર્દીઓના હાથમાં અડધા કલાક સુધી ફળો અને શાકભાજી રાખ્યાં, દર્દીઓએ મોઢામાં પણ રાખ્યાં, જ્યારે તપાસ કરી તો વાઇરસ ન મળ્યો

ઈન્દોરએક મહિનો પહેલા
આ પહેલાં WHO અને સેન્ટ ફોર ડિઝીઝ કંટ્રોલ(CDC)પણ કહી ચૂક્યા છે કે શાકભાજી અથવા ફળોના કારણે સંક્રમણ નથી ફેલાતું (પ્રતિકાત્મક તસવીર).

(નીતા સિસોદિયા​​​​​​​) લોકડાઉન દરમિયાન કોરોના વાઈરસના નામે લોકોનાં મનમાં સૌથી વધુ બીક શાકભાજી અને ફળો માટે હતી. તંત્રએ ઘણી શાકભાજી અને ફળોને જપ્ત કરીને ફેંકાવી દીધાં હતાં, પણ અરબિંદો મેડિકલ કોલેજ સાથે જોડાયેલા ડોક્ટર્સે રિસર્ચ પછી દાવો કર્યો છે કે કોરોના શાકભાજી અને ફળોથી નથી ફેલાતો.

ન્યૂરોલોજિસ્ટ ડો. અજય સોડાની, ડો. રાહુલ જૈન, અને ડો. કપિલ તૈલગે આ રિસર્ચ કર્યું, જે ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિટી મેડિસિનમાં પણ પ્રકાશિત થયું છે. ડો. સોડાનીના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ માટે હોસ્પિટલમાં દાખલ અલગ અલગ ઉંમરના 10 પોઝિટિવ દર્દીઓ સાથે પ્રયોગ કર્યા, જેમાં પાંચ મહિલા પણ હતી. આમાંથી એક દર્દી એવો પણ હતો, જેમાં લક્ષણ ન હતાં, જ્યારે અન્ય દર્દીઓને તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ તમામ એ હતા જેમનો રિપોર્ટ બેથી પાંચ દિવસ પહેલાં જ પોઝિટિવ આવ્યો હતો.

માસ્ક હટાવીને ખાંસી ખાધી, તેમ છતાં વાઇરસ ન મળ્યો
રિસર્ચ માટે શાકભાજી-ફળના બજાર જેવો માહોલ ઊભો કરાયો. ડો. સોડાનીએ જણાવ્યું કે આ દર્દીઓ સામે ફળ અને શાકભાજી ભરેલી એક ટ્રે 30 મિનિટ સુધી રાખી. દર્દીઓના માસ્ક હટાવ્યા અને હાથમાં ખાંસી ખાવા માટે કહ્યું. ત્યાર પછી તેમના હાથમાં ફળો અને શાકભાજી રાખી દીધાં. ઘણાએ મોઢામાં પણ રાખ્યાં. તેમની પાસે આ પ્રક્રિયા પાંચ વખત કરાવડાવી.

પછી આ ફળ-શાકભાજીને ટ્રેમાં રાખીને એક કલાક માટે છત પર રાખ્યાં, જ્યાં પ્રાકૃતિક હવા હતી, પણ સૂર્યનો પ્રકાશ સીધો નહોતો પડી રહ્યો. એક કલાક પછી ફળ-શાકભાજીની સપાટી પરથી સેમ્પલ લેવાયાં અને તેને RTPCR તપાસ માટે મોકલી દેવાયાં. એકપણ ફળ કે શાકભાજીમાં સંક્રમણ જોવા મળ્યું નથી. આ આખી પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરાવડાવી.

WHO અને CDC પણ કહી ચૂક્યા છે, શાકભાજીથી સંક્રમણ નથી ફેલાતું
આ પહેલાં WHO અને સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ પણ કહી ચૂક્યા છે કે શાકભાજી અથવા ફળોને કારણે વાઈરસ નથી ફેલાતો. તેમ છતાં લોકોએ શાકભાજી અને ફળ ખરીદવાનું બંધ કરી દીધું. ડુંગળી બટાકાથી કામ ચલાવ્યું, જેની અસર એ થઈ કે ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓના દર્દીઓને અન્ય તકલીફોએ ઘેરી લીધા.

અરબિંદો હોસ્પિટલના ન્યૂરોલોજી વિભાગના મુખ્ય ડો. અજય સોડાનીએ જણાવ્યું કે ફળ-શાકભાજીના સંક્રમણની વાતો સામે આવી તો અમે તેની પાછળનું વૈજ્ઞાનિક તથ્ય જાણવાનો પ્રયાસ કર્યો. એ જ રૂમમાં આ અભ્યાસ કરવામાં આવ્યો. આખી પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. અહીં સુધી કે લેબમાં જ્યારે સેમ્પલ મોકલ્યાં, તો પણ ગોપનીય રાખ્યાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો