મહામારી માટે મોકળું મેદાન:ગણેશોત્સવ પછી મુંબઈમાં કોરોનાના દર્દીઓ વધે એવી શક્યતા

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ મહાપાલિકા પ્રશાસને આ મહિનાના આંકડાઓ જોતા ચિંતા વ્યક્ત કરી

મુંબઈમાં ગણેશોત્સવ પછી કોરોનાના દર્દીઓની સંખ્યા વધી શકે છે એવી શક્યતા મુંબઈ મહાપાલિકાએ વ્યક્ત કરી છે. તેમ જ આ મહિનાના આંકડાઓ પણ એ જ દર્શાવે છે. મુંબઈમાં ઓગસ્ટ મહિનામાં દરરોજ 200 થી 300 કોરોનાના દર્દીઓની નોંધ થતી હતી. પણ સપ્ટેમ્બર મહિનામાં આ જ આંકડો દૈનિક 300 થી 400 સુધી પહોંચ્યો છે.

એવામાં સાર્વજનિક ગણેશોત્સવ મંડળો તરફથી કોરોનાના નિયમોનું પાલન થતું ન હોવાનું મહાપાલિકા દ્વારા જણાવવામાં આવે છે. ખાસ કરીને આરતીના સમયે અનેક નાગરિકો ભેગા થાય છે અને માસ્ક પહેર્યા વિના આરતીમાં ભાગ લે છે. એના લીધે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ પછી કોરોનાના દર્દીઓની સંખ્યા વધશે એમ મહાપાલિકાના અધિકારીઓ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...