તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Corona Pandemic Negligence: Wet Market Spreading Corona like Virus In 10 Countries Still Thriving

કોરોના મહામારીમાં બેદરકારી:10 દેશોમાં કોરોના જેવા વાયરસ ફેલાવતા વેટ માર્કેટ હજુ ધમધમી રહ્યા છે

new delhi6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી પ્રજાતી કોવિડ-19 ચીનના વેટ માર્કેટમાંથી ફેલાઇ છે, વેટ માર્કેટમાં પ્રાણીઓને ખુલામાં કાપવામાં આવે છે
  • આટલું થઇ જવા પછી પણ વેટ માર્કેટ બંધ કરવામાં નથી આવ્યા, જાણકારોનું કહેવું છે કે આ માર્કેટ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવે છે

નવી દિલ્હી: 1980માં એડ્સ, 2002માં સાર્સ, 2012માં મર્સ અને હવે કોવિડ-19. આ ચારેય બીમારી એક્ઝોટિક મીટમાંથી ફેલાઇ છે. તેમ છતા ઘણા દેશોમાં આવા મીટ માર્કેટ હજુ ધમધમી રહ્યા છે. થાઇલેન્ડ, વિયેતનામ, કમ્બોડિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, તાઇવાન, હોંગકોંગ, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને જાપાનમાં પણ આવા માર્કેટ છે. ચીનમાં ગુઆંગડોંગ વેટ માર્કેટ એ જગ્યા છે જ્યાં અજગર, કાચબા, કાચિંડા, ઉંદર, ચામાચિડીયા, પેંગોલિન, શિયાળના બચ્ચા, જંગલી બિલાડી, મગર જેવા જાનવરોનું માંસ મળે છે. 
નવેમ્બર 2002માં આ બજારમાંથી જ સાર્સ સીઆઇવી ફેલાયો હતો જેણે 26 દેશના 8000 લોકોને સંક્રમિત કરી નાખ્યા હતા. આ કોરોનાવાયરસનું પહેલું આક્રમણ હતું. ત્યારબાદ ચીને વેટ માર્કેટ બંધ તો કર્યા પરંતુ અમુક દિવસોમાં ફરી તેને ખોલી નાખ્યા હતા. 2012માં કોરોનાનું જ એક સ્વરૂપ મિડલ ઇસ્ટ રેસ્પારેટરી સિન્ડ્રોમ સાઉદી અરબમાં ઉંટ અને ઉંટના દૂધથી ફેલાયું હતું. હવે કોરોનાનું ત્રીજુ સ્વરૂપ કોવિડ 19 પણ ચીનના વેટ માર્કેટમાંથી ફેલાયું છે. વેટ માર્કેટમાં જાનવરોને ખુલામાં કાપવામાં આવે છે. તેમના લોહી, મળ, પસ અને થૂંક પાણીમાં મળીને એક થઇ જાય છે. અને અહીંથી જ વાયરસ મનુષ્ય શરીરમાં પ્રવેશ કરે છે. 

વેટ માર્કેટને લોકડાઉનની અસર નહીં
આટલું થઇ જવા પછી પણ વેટ માર્કેટ બંધ કરવામાં આવ્યા નથી. જાણકારોનું કહેવું છે કે આ માર્કેટ ક્રાઇમ સિન્ડિકેટ ચલાવે છે. સપ્ટેમ્બર 2019માં જર્મનીના મીડિયા હાઉસ ડોયચે વેલેએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે હથિયાર, ડ્ર્ગ્સ , માનવ તસ્કરીની જેમજ વાઇલ્ડ લાઇફ તસ્કરી ખૂબ ફાયદાકારક છે.

ચીન આ પ્રકારની વેટ માર્કેટનો વિશ્વમાં ફેલાવો કરવા માગે છે
લંડનની એન્વાયરનમેન્ટરલ ઇન્વેસ્ટિગેશન એન્જસીએ રિપોર્ટમાં કહ્યું છે કે કોરોનાવાયરસ ફેલાયા બાદ પણ ગેંડાના શીંગડાની તસ્કરીમાં વધારો થયો છે. આ મહિને રોયટર્સના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન બેલ્ટ એન્ડ રોડ માધ્યમથી દરેક જગ્યાએ જંગલી જાનવરોના વેપારનો વિસ્તાર કરવા માંગે છે. સાર્સ બાદ 54 જંગલી જાનવરોની ફોર્મિંગ માટે ચીને લાઇસન્સ આપવાનું શરૂ કરી દીધું છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો