તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Corona Oxygen Shortage News Government Reply Only Punjab Reported Suspected Death Due To Oxygen Shortage

પહેલીવાર સરકારે ભૂલ સ્વીકારી:આંધ્રએ માન્યું કે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓનાં મોત થયાં, પંજાબને આ રીતે 4નાં મોતની આશંકા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આંધ્ર સરકારે બુધવારે કેન્દ્રને જણાવ્યું હતું કે રાજ્યમાં અમુક કોરોનાના દર્દીઓનાં મોત ઓક્સિજનની અછતને કારણે થયાં છે. રાજ્ય સરકારે કહ્યું હતું કે કોરોના સંક્રમિતો વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને આ દરમિયાન ઓક્સિજન પ્રેશર ઓછું હોવાને કારણે તેમનાં મોત થયાં છે. આ પહેલાં રાજ્ય સરકારે સંસદમાં માહિતી આપી હતી કે આખા દેશમાં એકપણ મોત ઓક્સિજનની અછતને કારણે નથી થયાં. આંધ્રપ્રદેશ પહેલું એવું રાજ્ય છે, જેણે આ વાત સ્વીકારી છે કે સારવાર દરમિયાન કોઈ કોરોના સંક્રમિતનું મોત ઓક્સિજનની અછતને કારણે થયું છે.

થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી તેમના ત્યાં ઓક્સિજનની અછતને કારણે થયેલાં મોતનો ડેટા માગ્યો હતો. એમાં અત્યારસુધી 13 રાજ્યે જ એનો જવાબ માગ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે એમાંથી માત્ર એક રાજ્યએ આ માહિતી આપી છે કે અહીં કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે શંકાસ્પદ મોત થયાં છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોરોના પર થતી રેગ્યુલર પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ મુદ્દો સંસદમાં ઊઠ્યા પછી રાજ્યો પાસેથી ખાસ આ ડેટા માગવામાં આવ્યો છે. એક રાજ્યને બાદ કરતાં અત્યારસુધી કોઈએ એવું નથી કહ્યું કે ઓક્સિજનની અછતને કારણે તેમના રાજ્યમાં કોઈ મોત થયાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અરુણાચલ પ્રદેશ, આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબ સહિત 13 રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોએ આ વિશે પ્રતિક્રિયા આપી છે. માત્ર પંજાબે તેમના ત્યાં થયેલાં 4 શંકાસ્પદ મોતની સૂચના આપી છે.

સરકારના જવાબ પર થયો હોબાળો
ગયા મહિને સરકારે સંસદમાં કહ્યું હતું કે ઓક્સિજનની અછતને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. સરકારે આ દાવો રાજ્યો પાસેથી મળેલી માહિતીના આધાર પર કર્યો છે. ત્યાર પછીથી વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યો હતો. ત્યાર પછી કેન્દ્રએ ફરી રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યો પાસેથી વર્ષની શરૂઆતમાં આવેલી કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતને કારણે થયેલાં મોતનો ડેટા માગ્યો હતો. એને 13 ઓગસ્ટે પૂરા થતા ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે.

કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણાં રાજ્યોમાંથી ઓક્સિજનની અછતના સમાચાર આવ્યા હતા.
કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણાં રાજ્યોમાંથી ઓક્સિજનની અછતના સમાચાર આવ્યા હતા.

સરકારે સપ્લાય વધારવા માટે દરેક પ્રયત્નો કર્યા
લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશને ઓક્સિજન સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડશે. એની માગ 2-3 હજાર મેટ્રિક ટનથી વધીને 9,000 મેટ્રિક ટન થઈ ગઈ છે. એવું જોવા મળ્યું છે કે કેવી રીતે લોકો રાજ્ય અને કેન્દ્ર દરેક લેવલ પર મેડિકલ ઓક્સિજનનો સપ્લાય વધારવા માટે પ્રયત્નો કરતા હતા.
તેમણે કહ્યું હતું કે અમે ઈન્ડસ્ટ્રીઝમાંથી ઓક્સિજન લઈને દર્દીઓ માટે ઉપયોગ કર્યો છે. અમે ઓક્સિજન કન્સન્ટ્રેટર આપ્યાં, PSA પ્લાન્ટ્સનું કામ વધાર્યું અને ઓક્સિજનના ટ્રાન્સપોર્ટ માટે રેલવે, નૌસેનાનો પણ ઉપયોગ કર્યો. આપણે એક બહુ મોટા પડકારોનો સામનો કરવો પડ્યો.

સિસોદિયાએ કહ્યું- અમારી પાસેથી કોઈ ડેટા માગવામાં આવ્યો નથી
દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મંગળવારે આરોપ લગાવતાં કહ્યું હતું કે કેન્દ્રએ દિલ્હી સરકારને કદી નથી પૂછ્યું કે અહીં ઓક્સિજનની અછતને કારણે કેટલા લોકોનાં મોત થયાં છે. તેમણે કહ્યું હતું કે અમને કેન્દ્ર પાસેથી આવો કોઈ પત્ર મળ્યો નથી. જોકે તેમણે કેન્દ્ર સરકાર સાથે દરેક ડેટા શેર કરવાનો નિર્ણય કર્યો છે.
સિસોદિયાએ કહ્યું હતું કે અમે નક્કી કર્યું છે કે દિલ્હી સરકાર ઓક્સિજનની અછતને કારણે થયેલાં મોતની સંપૂર્ણ માહિતીનો એક રિપોર્ટ બનાવીને કેન્દ્ર સરકારને મોકલશે. તમે આ જવાબને સુપ્રીમ કોર્ટ, જનતા અને સંસદની સામે રજૂ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...