દેશમાં સંક્રમણનો દર ઘટ્યો:કોરોના: 287 દિવસમાં સૌથી ઓછા કેસ, એક્ટિવ 525 દિવસના તળિયે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસમાં ભારત હવે વિશ્વમાં 18મા ક્રમે

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 8865 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 287 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. આ સાથે દેશમાં કોરોનાના અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા 3,44,56,401 થઈ હતી. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,30,793 છે. જે પણ 525 દિવસમાં સૌથી ઓછા છે.

આરોગ્યમંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાથી 197 લોકોના મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ સત્તાવાર મરણાંક 4,63,852 પર પહોંચ્યો છે. સૌથી વધુ 127 લોકોના મોત કેરળમાં થયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં 19 મોત નોંધાયા હતા. નોંધપાત્ર વાત એ છે કે કેરળમાં પણ નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

આરોગ્યમંત્રાલયે જણાવ્યું હતું કે સતત 39 દિવસથી દૈનિક નવા કેસની સંખ્યા 20 હજારથી નીચે છે. દેશમાં સતત 142 દિવસ સુધી 50 હજાર કરતા વધુ નવા કેસ નોંધાયા હતા. એ જોતા હાલ 20 હજારથી ઓછા કેસ મોટી રાહત છે.

અન્ય સમાચારો પણ છે...