તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • New Cases Drop For Third Day In A Row, 42,751 New Infections Reported On Saturday, 51,775 Recovered And 932 Deaths Reported

દેશમાં કોરોના:CM કેજરીવાલે કોરોનામાં જીવ ગુમાવનાર ડોક્ટરને ભારત રત્ન આપવા PM મોદીને પત્ર લખ્યો,સતત ત્રીજા દિવસે નવા કેસ ઘટીને 42,751 થયા

નવી દિલ્હીએક મહિનો પહેલા
(ફાઇલ ફોટો)
 • કોરોનાની બીજી લહેર થોડા અંશે કાબૂમાં આવી રહી છે
 • દેશમાં 51,775 સાજા થયા અને 932 લોકોએ જીવ ગુમાવ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે માંગ કરી છે કે કોરોના મહામારી સામે લડી રહેલા ભારતના તમામ ડોક્ટર અને નર્સને આ વર્ષે ભારત રત્ન મળવો જોઈએ.CM કેજરીવાલે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેનાથી સમગ્ર દેશ ખુશ થશે. તેમણે કહ્યું કે પોતાના જીવ અને પરિવારની ચિંતા કર્યાં વગર લોકોની સેવા કરનારને આ સન્માન મળવું જોઈએ. શહીદ થયેલા ડોક્ટર્સને આ ખરી શ્રદ્ધાંજલિ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

દેશમાં શનિવારે 42 હજારથી વધુ કેસ આવ્યા
દેશમાં શનિવારે કોરોનાનાં 42,751 નવા કેસો સામે આવ્યા છે. 51,775 લોકો સાજા થયા છે અને 932 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ એક્ટિવ કેસમાં 9,986નો ઘટાડો થયો છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 5 લાખથી ઓછી થઇ ગઇ છે. સતત ત્રીજા દિવસે દરરોજ આવતા આંકડામાં ઘટાડો નોંધાયો છે.

બુધવારે 48,606 નવા કેસ નોંધાયા હતા, ત્યાર બાદ ગુરૂવારનાં દિવસે 46,781 અને શુક્રવારે 44,185 કોરોનાનાં કેસ નોંધાયા હતા. શનિવારે પણ આમાં ઘટાડો નોંધાયો હતો અને 43 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યારે 4.80 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે, 9 દિવસથી નવા દર્દીઓના કેસ 50 હજારથી ઓછા સામે આવી રહ્યા છે.

દેશમાં કોરોના મહામારી આંકડાઓમાં

 • પાછલા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસ: 42,751
 • પાછલા 24 કલાકમાં સાજા થયેલા કેસ: 51,775
 • પાછલા 24 કલાકમાં ટોટલ મૃત્યુઆંક: 932
 • અત્યાર સુધી ટોટલ સંક્રમીતોની સંખ્યા: 3.05 કરોડ
 • અત્યાર સુધી સાજા થયેલ સંખ્યા: 2.96 કરોડ
 • અત્યાર સુધી ટોટલ મૃત્યુ: 4.02 લાખ
 • એક્ટિવ કેસોની સંખ્યા: 4.80 લાખ

10 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 10 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોંડિચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેમ અહીં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં છૂટની સાથે થોડા પ્રતિબંધો છે. તેમાં કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

પ્રમુખ રાજ્યોની હાલત

1.મહારાષ્ટ્ર:
શનિવારે અહીં 9,489 લોકો સંક્રમિતો નોંધાયા, 8,395 લોકો સાજા થયા અને 371 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 60.88 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 58.45 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 1.22 લાખ લોકોનાં મોત થયા છે. હાલમાં 1.16 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

2.છત્તીસગઢ:
શનિવારે રાજ્યમાં 294 કોરોના પોઝિટિવ કેસો નોંધાયો હતા, 581 લોકો સાજા થયા અને 3 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 9.95 લાખ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 9.76 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 13,453 લોકોનાં મોત થયા છે. અહીં 5,330 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

3.ઉત્તર પ્રદેશ:
શનિવારે અહીં 111 લોકો સંક્રમિત થયા છે. 204 લોકો સાજા થયા અને 6 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 17.06 લાખથી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે . તેમાંથી 16.81 લાખ લોકોને સારવાર બાદ રજા અપાઈ છે. જ્યારે 22,622 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલ 2,461 એક્ટિવ કેસ છે

4.રાજસ્થાન:
અહીં શનિવારે 90 લોકોને સંક્રમીત થયા છે. 138 લોકો સાજા થયા અને 4 લોકોનાં મોત નીપજ્યાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 9.52 લાખ લોકો સંક્રમીત થઇ ચૂક્યા છે. તેમાંથી 9.42 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,934 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 1,260 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

5.ગુજરાત:
શનિવારે રાજ્યમાં 76 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 190 લોકો સાજા થયા અને 3 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં લગભગ 8.23 લાખ લોકો સંક્રમીત થઇ ચૂક્યા છે . તેમાંથી 8.11 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,067 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 2,527 સંક્રમીતોની સારવાર કરવામાં આવી રહી છે.

6.દિલ્હી:
શનિવારે દિલ્હીમાં 86 લોકોની કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 106 લોકો સાજા થયા અને 5 લોકોનાં મોત થયાં. અત્યાર સુધીમાં 14.34 લાખ લોકો સંક્રમીત થઇ ચૂક્યા છે. તેમાંથી, 14.08 લાખથી વધુ લોકો સાજા થયા છે, જ્યારે 24,988 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1,016 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

7.મધ્યપ્રદેશ:
શનિવારે અહીં 49 નવા કેસ નોંધાયા છે. 61 લોકો સાજા થયા અને 12 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યાર સુધીમાં 7.89 લાખ લોકો સંક્રમીત થઇ ચૂક્યા છે . આમાંથી 7.80 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 8,9001 લોકોની મૃત્યુ થયુ છે. હાલમાં 490 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...