મધ્ય પ્રદેશના રતલામમાં એક કોરોના સંક્રમિત ઘરમાં મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો હતો. આ ઘટના નયાગામની છે. અહીં કન્ટેન્ટમેન્ટ બનાવવામાં આવેલા ઘરની અંદર કોવિડનો દર્દી તેના મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો હતો. પોલીસ ઈન્સપેક્ટર જ્યારે અહીં પહોંચ્યા ત્યારે દર્દીએ કહ્યું કે, હું નહતો પીતો, મારા મિત્રો પીતા હતા. હું તો અલગ બેઠો છું.
પ્રશાસને સંક્રમિત વિરુદ્ધ કલમ 188 અંતર્ગત કેસ નોંદાવ્યા પછી તેને આઈસોલેશન વોર્ડમાં મોકલી દીધો છે. સંક્રમિત દર્દીનું નામ નારાયણ છે. તેની સાથે નામલી ગામમાં રહેતો પ્રવીણ અને ડૉ. શુભમ અગ્રવાલ પાર્ટી કરતા હતા. જ્યારે એક વ્યક્તિ પાછળના દરવાજાથી ભાગી ગયો હતો. પાર્ટીમાં સામેલ તેના બંને મિત્રોના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ બંને એક્સિસ બેન્કના એમ્પલોઈ છે.
ફરિયાદ થતાં પહોંચી હતી પ્રશાસન ટીમ
પોલીસ ઈન્સપેક્ટર ગોપાલ સોનીના જણાવ્યા પ્રમાણે, રતલામના નયાગામના નિરાલા નગરથી ફરિયાદ આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ પૂજા ભાટી તપાસ કરવા ઘટના સ્થળે પહોંચી હતી. ઘરનો આગળનો દરવાજો બંધ હતો. દરવાજો ખુલતા જ જોયું કે અંદર પાર્ટી ચાલતી હતી. પોલીસ પહોંચતા જ પાર્ટીમાંથી એક વ્યક્તિ પાછળના રસ્તેથી ભાગી ગયો હતો.
IPC 188 કોના પર લગાવવામાં આવે છે
1897ના મહામારીના કાયદા સેક્શન 3માં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો કોઈ સરકાર, કાયદાના નિયમો તોડે છે તો તેને IPC કલમ 188 અંતર્ગત સજા આપવામાં આવે છે. આ સંબંધીત કોઈ સરકારી કર્મચારી દ્વારા પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેમની સામે પણ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. તેથી જો તમને સરકાર દ્વારા આપવામાં આવેલા આ ઉદ્દેશોની જાણ છે છતાં તમે તે નિયમો તોડો છો તો તમારા ઉપર કલમ 188 અંતર્ગત કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે છે.
આ સજા મળે છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.