તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In The Last 24 Hours, More People Have Recovered Than New Patients In 27 States, Including Madhya Pradesh And Chhattisgarh; 66.82 Lakh Cases In The Country So Far

કોરોના ઈન્ડિયા:હરિયાણાના ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા પોઝિટિવ, પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિદ્ધૂ પણ સંક્રમિત; કાલે રાહુલ ગાંધીની સાથે સંગરૂર રેલીમાં હાજર હતા

નવી દિલ્હી10 મહિનો પહેલા
દુષ્યંત ચૌટાલાએ મંગળવારે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી- ફાઈલ ફોટો. - Divya Bhaskar
દુષ્યંત ચૌટાલાએ મંગળવારે ટ્વિટ કરીને કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી- ફાઈલ ફોટો.
  • દેશમાં સોમવારે 885 લોકોના મોત થયા, તેની સાથે જ મરનારાઓની કુલ સંખ્યા 1.03 લાખ પર પહોંચી
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10 હજાર 244 દર્દીઓ વધ્યા અને 12 હજાર 982 સ્વસ્થ થયા, 263 લોકોએ જીવ ગુમાવ્યો

હરિયાણાના નાયબ મુખ્યમંત્રી અને જનનાયક પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી આપી છે. આ પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને વિધાનસભા સ્પીકર જ્ઞાન ચંદ્ર ગુપ્તા સહિત 6થી વધુ ધારાસભ્ય કોરોનાવાઈરસથી સંક્રમિત છે.

પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલબીર સિદ્ધૂ પણ સંક્રમિત હોવાના સમાચાર છે. તેમણે સોમવારે સંગરૂર રેલીમાં રાહુલ ગાંધીની સાથે મંચ શેર કર્યો હતો. આ દરમિયાન ભીલવાડાના સહાડામાંથી કોંગ્રેસના ધારાસભ્ય કૈલાશ ત્રિવેદીનું કોરોનાને કારણે મોડી રાતે નિધન થયું હતું. તેઓ 65 વર્ષના હતા. તેમની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્રિવેદી કોરોના પોઝિટિવ આવ્યા પછી નેગટિવ થયા હતા. જોકે તેમની સ્થિતિમાં સુધારો થઈ શકયો ન હતો. તેમને જયપુરથી એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 59 હજાર 893 દર્દીઓ વધ્યા છે. જ્યારે 76 હજાર 657 લોકો સ્વસ્થ થયા છે. તેની સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 66 લાખ 87 હજાર 247 થઈ છે. આ આંકડા covid19india.org મુજબના છે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત 27 રાજ્યોમાં નવા દર્દીઓની સરખામણીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધુ
દેશના 35 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોમાંથી 27 રાજ્યો એવા છે, જ્યા સોમવારે નવા દર્દીઓની સંખ્યામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. રાજસ્થાન, અસમ, કેરળ, પશ્ચિમ બંગાળ, મણિપુર, મેઘાલય, લદ્દાખ અને અંદમાન-નિકોબારમાં દર્દીઓની સંખ્યા વધુ રહી. બીજી તરફ સોમવારે છેલ્લા 26 દિવસમાં એક્ટિવ કેસ સૌથી નીચલા સ્તરે આવી ગયા છે. 10.17 લાખથી ઘટીને 9.19 લાખે પહોંચી ગયા છે.

કોરોના અપડેટ્સ

  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ જણાવ્યું કે દેશમાં સોમવારે 10 લાખ 89 હજાર 403 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેની સાથે જ અત્યાર સુધીમાં 8 કરોડ 10 લાખ 71 હજાર 797 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા. તે મુજબ સોમવારે 61 હજાર 267 નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 884 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 66 લાખ 85 હજાર 83 દર્દીઓ થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 19 હજાર 23 એક્ટિવ કેસ છે અને 56 લાખ 62 હજાર 491 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. બીજી તરફ દેશમાં 1 લાખ 3 હજાર 569 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટાડો નોંધાયો છે. સોમવારે રાજ્યમાં 1460 અને ભોપાલમાં 170 નવા સંક્રમિતો નોંધાયા છે. એક દિવસ પહેલા રવિવારે ભોપાલમાં 1720 સંક્રમિતો વધ્યા હતા. આ રીતે ઓક્ટોબરમાં સતતત સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

2.રાજસ્થાન

રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ જયપુર, જોધપુર, બીકાનેર, અલવર, અજમેર અને ભીલવાડામાં નોંધાયા છે. આ છ જિલ્લામાંથી 70 ટકા દર્દીઓ મળ્યા છે. બાકીના 27 જિલ્લામાં 30 ટકા દર્દીઓ નોંધાઈ રહ્યાં છે.

3.બિહાર

રાજ્યમાં દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સોમવારે 909 નવા દર્દીઓ વધ્યા છે. જ્યારે 87.8 હજાર લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો. આ રીતે રાજ્યમાં 77.9 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ રેટ 2.4 ટકા થઈ ગયોે છે. ઓક્ટોબર મહિનામાં એકથી ત્રણ ઓક્ટોબર સુધી માત્ર 11 મોત થયા, જ્યારે 5 ઓક્ટોબરે જ 9 લોકોએ જીવ ગુમાવ્યો.

4. મહારાષ્ટ્ર

રાજ્યમાં સોમવારે 10 હજાર 244 લોકો સંક્રમિત મળ્યા અને 12 હજાર 982 દર્દીઓને સારવાર પછી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 14 લાખ 53 હજાર 653 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

ઉતરપ્રદેશ

રાજ્યમાં કોરોનાના 3930 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. આ સતત ત્રીજો દિવસ છે, જ્યારે નવા મામલાઓની સંખ્યા ચાર હજારથી ઓછી રહી છે. છેલ્લા 24 કલાકમાં 52 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અપર મુખ્ય સચિવ(સૂચના) નવનીત સહગલે જણાવ્યું કે આ જિલ્લામાં 100થી વધુ સંક્રમણના મામલાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. તેમાં કન્ટેન્ટમેન્ટ એરિયા બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. લખનઉ અને કાનપુરમાં સંક્રમણની સ્થિતિ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...