તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • In Last 24 Hours 3.48 Lakh New Patients Were Received And 3.55 Lakh Were Cured, 42 Thousand Active Cases Were Reduced In 2 Days

કેમ્બ્રિજ ટ્રેકરનો દાવો:ભારતમાં કોરોનાની બીજી લહેરની પીક આવી, જોકે આસામ અને તમિલનાડુ સહિત કેટલાક રાજ્યોમાં કેસ વધી શકે છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • વડાપ્રધાન મોદીએ બ્રિટેનનો પ્રવાસ રદ કર્યો છે
 • મહારાષ્ટ્રમાં મંગળવારે 40956 લોકો સંક્રમિત થયા, 793ના મૃત્યુ થયા છે

કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ એન્ડ ધ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે ભારતમાં કોરોનાની બીજી લહેર તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ સંસ્થાએ એક નવા ટ્રેકર ડેટાથી મળેલા રિસર્ચના આધાર પર આ અંગે જાણકારી આપી છે.

બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના કેસનો નવો પીક આવી ગયો છે. જોકે, કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના આંકડામાં તફાવત જોવા મળે છે. આગામી બે સપ્તાહમાં કેટલાક રાજ્યો જેવા કે આસામ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને ત્રિપુરામાં કેસ વધી શકે છે.

આગામી બે સપ્તાહમાં કેટલાક રાજ્યો જેવા કે આસામ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને ત્રિપુરામાં કેસ વધી શકે છે. ભારતમાં સૌથી વધારે કેસ 7 મેના રોજ આવ્યા હતા. ત્યારે 4 લાખ 14 હજાર 188 કેસ સામે આવ્યા હતા.

દેશમાં કોરોનાના નવા કેસ ફરી વધ્યા
​​​​​​​
દેશમાં કોરોનાના નવા કેસમાં ફરી વધારો થયો છે, જોકે રાહતના સમાચાર એ છે કે સતત બીજા દિવસે નવા સંક્રમિતથી વધુ દર્દીઓ સાજા થયા છે. મંગળવારે 3 લાખ 48 હજાર 389 સંક્રમિતોની ઓળખ થઈ અને 3 લાખ 55 હજાર 256 લોકો સાજા થઈ ગયા. આ પહેલા સોમવારે 3 લાખ 29 હજાર 491 કેસ આવ્યા હતા અને 3 લાખ 55 હજાર 930 દર્દીઓ સાજા થયા હતા.

મૃત્યુના આંકડા પણ ચિંતા વધારનારા છે. છેલ્લા 24 કલાકમાં 4198 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો ત્રીજી વખત 4 હજારને વટાવી ગયો છે. આ પહેલા 7 મેના રોજ 4,233 અને 8 મેના રોજ 4092 લોકોએ મહામારીથી જીવ ગુમાવ્યો હતો. છેલ્લા બે દિવસમાં એક્ટિવ કેસ પણ લગભગ 42 હજાર ઘટ્યા છે. 9 મેએ સૌથી વધુ 37.41 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી હતી. હવે આ આંકડો ઘટીને 36.99 લાખ થયો છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 3.48 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 4,198
 • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 3.55 લાખ
 • અત્યાર સુધીમાં કુલ સંક્રમિતઃ 2.33 કરોડ
 • અત્યાર સુધીમાં સાજા થયાઃ 1.93 કરોડ
 • અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 2.54 લાખ
 • હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 36.99 લાખ

18 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 18 રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલપ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાના અને પુડ્ડુચેરી સામેલ છે. અહીં ગત લોકડાઉન જેવા જ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

14 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. એટલે કે પ્રતિબંધો તો છે પરંતુ છુટ પણ છે. તેમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોના અપડેટ્સ

 • ભારતીય ચિકિત્સા અનુસંઘાન પરિષદ(ICMR)ના જણાવ્યા મુજબ, ભારતમાં ગઈકાલ સુધીમાં કોરોનાના કુલ 30 કરોડ 75 લાખ 83 હજાર 991 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી 19 લાખ 83 હજાર 804 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.
 • કોરોનાના કારણે દેશમાં નિર્માણ થયેલી ખરાબ સ્થિતિના પગલે વડાપ્રધાન મોદીએ બ્રિટેનનો પ્રવાસ રદ કર્યો છે. તેમણે G-7માં સામેલ થવાનું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું કે PM મોદીને આ સિમિટ માટે વડાપ્રધાન બોરિસ જોનસને ખાસ બોલાવ્યા હતા. જોકે કોરોનાના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય કરવામાં આવ્યો કે વડાપ્રધાન આ સમ્મેલનમાં સામેલ થશે નહિ.
 • હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણના જણાવ્યા મુજબ, રાજ્ય કેન્દ્ર તરફથી અપાઈ રહેલી રસીના 70 ટકા બીજા ડોઝ માટે અને 30 ટકા પ્રથમ ડોઝ માટે રખવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જે લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, તેમને બીજા ડોઝ માટે પ્રાથમિકતા પર રાખવા જોઈએ.

રાજ્યોની સ્થિતિ

1. મહારાષ્ટ્ર

અહીં મંગળવારે 40956 લોકો સંક્રમિત મળ્યા. 71966 લોકો સાજા થયા અને 793ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 51.79 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 45.81 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 77191 લોકોના મૃત્યુ થયા છે. 5.58 લાખ દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.

2. ઉત્તરપ્રદેશ

અહીં મંગળવારે 20445 લોકો સંક્રમિત થયા. 29,358 લોકો સાજા થયા અને 301 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 15.45 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 13.13 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 16043 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. અહીં 2.16 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી

દિલ્હીમાં મંગળવારે 12,481 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 13,583 લોકો સાજા થયા અને 347ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 13.48 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાં 12.44 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 20,010 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. અહીં 83809ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ

અહીં મંગળવારે 9717 લોકો કોરાનાથી સંક્રમિત થયા છે. 12,876 લોકો સાજા થયા અને 199ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 8.63 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 7.27 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 10742 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 1.25 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત

રાજ્યમાં મંગળવારે 10,990 લોકો સંક્રમિત થયા છે. 15,198 લોકો સાજા થયા અને 118ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 7.03 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5.63 લાખ સાજા થયા છે. જ્યારે 8269 દર્દીઓના મૃત્યુ થયા છે. 1.31 લાખ દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 9754 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 9517 લોકો સાજા થયા અને 94ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 6.91 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5.73 લાખ લોકો સાજા થયા છે. જ્યારે 6595 લોકોના મૃત્યુ થયા છે. 1.11 લાખ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.