તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 4.40 Lakh Cases So Far: 13 Thousand 548 Patients Increased In 24 Hours, 10 Thousand 879 Infected People Were Also Cured

કોરોના ઈન્ડિયા LIVE:દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4.5 લાખની નજીક પહોંચી ગઈઃ ICMRએ ટેસ્ટિંગ વધારવા કહ્યું, રિકવરી રેટ 6 ટકા વધ્યો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • ભારતમાં કોરોનાથી એક લાખ લોકોમાં એક વ્યક્તિ જ્યારે ઈગ્લેન્ડમાં સૌથી વધુ 63 લોકો મૃત્યુ પામે છે
  • દર્દીને સારું થવાની ઝડપ 6% વધી, 2.58 લાખ દર્દીને સારું થયુ
  • અત્યાર સુધીમાં 1.82 લાખ એક્ટિવ કેસ, 2.58 લાખ દર્દીઓ સાજા થયા, જ્યારે 14 હજાર દર્દીઓએ જીવ ગુમાવ્યા
  • દિલ્હીમાં 3,947 દર્દીઓ વધ્યા અને સૌથી વધુ 2,711 દર્દી હોસ્પિટલમાંથી રજા મળી
  • મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3721 સંક્રમિતો વધ્યા, 1962 સાજા થયા, 113ના મોત

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સાડા ચાર લાખની નજીક પહોંચી ગઇ છે. મંગળવારે નવા 14,695 દર્દી મળ્યા, જે સાથે સંક્રમિતોનો કુલ આંકડો 4,46,787 થયો છે. વધુ 464 મોત સાથે કુલ મૃત્યુઆંક 14,471 થયો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 3.23% થઇ ગયો છે, મંગળવારે 10,136 દર્દીઓ સંક્રમણમુક્ત થઇને ઘરે પહોંચ્યા. અત્યાર સુધીમાં 2,57,748 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. દર્દીઓ સાજા થવાનો દર વધી 57.7% થયો છે. સોમવારે મહારાષ્ટ્રમાં 3,214, દિલ્હીમાં 3,947, તમિલનાડુમાં 2,516, ગુજરાતમાં 549, હરિયાણામાં 495, રાજસ્થાનમાં 199, યુપીમાં 576 નવા દર્દી મળ્યા. ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)એ તમામ રાજ્ય સરકારોને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું છે. મંગળવારે કાઉન્સિલ તરફથી આ માહિતી આપવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યું છે કે કોરોનાને ફેલાતો અટકાવવા માટે શક્ય એટલા જલ્દી સંક્રમિતોની ઓળખ કરવામાં આવે અને તેમનો ઈલાજ થાય. આ રીતે વધારે લોકોની તપાસ થાય. બીજીબાજુ દર્દીને સારું થવાની ઝડપમાં 6 ટકા વધારો થયો છે.

કાઉન્સિલે કહ્યું કે કોરોનાના લક્ષણો ધરાવતા લોકોની તપાસ કરવામાં આવે. ત્રણ પ્રકારની તપાસથી સંક્રમિતોની ઓળખ કરી શકાય છે. સામાન્ય લક્ષણ ધરાવતી વ્યક્તિને એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવે. આ રીતે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ અને ગંભીર લક્ષણો ધરાવતા સંદિગ્ધના RT PCR ટેસ્ટિંગ કરવામાં આવે.

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે વિશ્વના અન્ય દેશોની અપેક્ષામાં ભારતમાં સંક્રમણની અસર ઘણી ઓછી છે. WHOના મતે વિશ્વભરમાં કોરોનાથી એક લાખ દીઠ લોકોમાં જ્યાં સરેરાશ 6.04 લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે ભારતમાં એક લાખની વસ્તીમાં એક વ્યક્તિનું મોત થઈ રહ્યું છે.

સૌથી ખરાબ સ્થિતિ ઈંગ્લેન્ડમાં છે. અહીં પ્રત્યેક એક લાખ વસ્તી પર 63.13 લોકોના મોત થાય છે. સ્પેનમાં આટલી વસ્તી પર 60.60, ઈટાલીમાં 57.19, અમેરિકામાં 36.30, જર્મનીમાં 27.32, બ્રાઝીલમાં 23.68 અને રશિયામાં 5.62 છે. રાહતના વાત એ છે કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ હોવા છતાં ભારતમાં સૌથી ઓછા મૃત્યુ થઈ રહ્યા છે.

પંજાબ સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને મેરેજ હોલ્સ ખોલવાની મંજૂરી આપી છે. જોકે તેમાં 50 ટકા લોકો જ આવી શકશે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મંગળવારે કહ્યું કે અમે કારોબારીઓની ચિંતા અને ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન્સને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય કર્યો છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના શિક્ષા મંત્રી પાર્થા ચટર્જીએ કહ્યું કે રાજ્યમાં સ્કૂલ અને કોલેજ 31 જુલાઈ પહેલા ખોલવામાં આવશે નહિ.

આજે 15,368 નવા કેસ આવ્યા

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 4 લાખ 55 હજાર 830 થયો છે. આજે સવારથી અત્યાર સુધીમાં 15,368 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 10,386 દર્દીઓ સાજા થયા છે અને 468 લોકોના મોત થયા છે. સોમવારે 13 હજાર 548 નવા કેસ આવ્યા હતા. જ્યારે 10 હજાર 879 દર્દીઓ સાજા થયા અને 312 લોકોના મોત થયા છે.

દેશમાં કુલ એક્ટિવ કેસમાં માત્ર 2357નો વધારો થયો છે. અત્યાર સુધીમાં કુલ 1.78 લાખ એક્ટિવ કેસ છે. 2.48 લાખ દર્દીઓ સાજા થયા છે. જોકે 14 હજાર સંક્રમિતોના મોત થયા છે. 

અપડેટ્સ...

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશમાં ભૂખમરાની શકયતા વ્યક્ત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમાં અંત્યોદય અન્ન યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને આપવામાં આવતી અનાજની સુવિધા જુલાઈથી સપ્ટેમબર(3 મહિના) સુધી વધારવાની માંગ કરી છે.

રાજસ્થાનમાં બાડી કોંગ્રેસ વિધાયક ગિર્રાજ સિંહ મલિંગની પત્ની સહિત પરિવારના 16 લોકો સંક્રમિત મળ્યા. જોકે મલિંગાએ 16 જૂને પોતાની તપાસ કરાવી હતી, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પછીથી 19 જૂને રાજ્યસભા ચૂંટણીમાં વોટિંગ માટે વિધાનસભા ગયા હતા.

મહારાષ્ટ્રમાં આઈએનએસ શિવાજીના 8 કેડેટ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીનો રિપોર્ટ નેગેટિવ છે.

5 રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ અહીં સોમવારે 175 કેસ પ્રકાશમાં આવ્યા છે અને 6 લોકોના મોત થયા છે. સૌથી વધુ 44 કેસ ઈન્દોરમાં મળ્યા છે. ભોપાલમાં 23, જબલપુરમાં 12, નીમચ અને મુરૈનામાં 11-11 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 હજાર 78 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 9215 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 521 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

મહારાષ્ટ્રઃ અહીં સોમવારે 3721 સંક્રમિત મળ્યા અને 113ના મોત થયા છે. આઈએનએસ શિવાજીના 8 કેડેટ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુંબઈમાં 1098, ઠાણેમાં 1002 કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 35 હજાર 796 થઈ છે, તેમાંથી 61 હજાર 793 એક્ટિવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં 6283 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઉતરપ્રદેશઃ અહીં સોમવારે 591 દર્દીઓ વધ્યા અને 19 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગૌતમબુદ્ધનગરમાં 97 અને લખનઉમાં 29 પોઝિટિવ કેસ મળ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 18 હજાર 322 એ પહોંચી છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 569 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાજસ્થાનઃ અહીં સોમવારે 302  દર્દીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોધપુરમાં 45, જયપુરમાં 42 અને ધૌલપુરમાં 13 કેસ વધ્યા છે. રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 15 હજાર 232 થઈ ગઈ છે, તેમાંથી 2966 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 356 લોકોના મોત થયા છે.

બિહારઃ અહીં સોમવારે સંક્રમણના 228 નવા કેસ પ્રકાશમાં આવ્યા અને એકનું મોત થયું છે. તેમાંથી સૌથી વધુ પટનામાં 36, મધુબની અને સીવાનમાં 27-27, જ્યારે સમસ્તીપુરમાં 18 કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 7 હજાર 893 થઈ ગયો છે, તેમાંથી 2074 એક્ટિવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં 52 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...