તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
16 જાન્યુઆરીએ દેશભરમાં વેક્સિનેશન શરૂ થશે. આ વચ્ચે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં દર્દીઓ ઠીક થવાની ગતિ 90%થી વધુ થઈ ગઈ છે. એટલે કે દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાના 90%થી વધુ દર્દીઓ રિકવર થઈ ગયા છે. સૌથી વધુ અરૂણાચાલ પ્રદેશમાં 99.3% રિકવરી રેટ છે. બીજા નંબરે આંધ્રપ્રદેશ છે. અહીં 98.9% લોકો સ્વસ્થ થઈ ગયા છે. સૌથી ઓછી 91% રિકવરી સિક્કિમમાં થઈ છે.
દિલ્હીમાં 18થી ખુલી જશે સ્કૂલ
દિલ્હી સરકારે બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને 10 મહિના પછી 18 જાન્યુઆરીથી 10 અને 12 ધોરણ સુધીની સ્કૂલ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર આદેશ મુજબ, પેરન્ટ્સની અનુમતિ પછી જ વિદ્યાર્થીઓ સ્કૂલે આવી શકશે. સ્ટુડન્ટ્સે સ્કૂલ જવું અનિવાર્ય નહીં હોય.
આ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં તમામને નિઃશુલ્ક વેક્સિન લગાડવાની જાહેરાત પણ કરી. તેમણે કહ્યું, 'હું કેન્દ્ર સરકારને અપીલ કરું છું કે તમામને મફતમાં વેક્સિન લગાડવામાં આવે. જો કેન્દ્ર સરકાર આવું નહીં કરે તો દિલ્હીમાં રાજ્ય સરકાર તરફથી તમામને નિઃશુલ્ક વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે.'
24 કલાકની અંદર 15 હજાર દર્દી મળ્યા
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 હજાર 903 નવા દર્દી નોંધાયા છે. એમાંથી 10 હજાર 616 દર્દી માત્ર પાંચ રાજ્ય- કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તામિલનાડુમાં નોંધાયા છે. સૌથી વધુ 5507 પોઝિટિવ રિપોર્ટ કેરળમાં આવ્યા છે. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે નવા દર્દીઓની સંખ્યા 17 હજારથી ઓછી રહી છે. આ પહેલાં 9 જાન્યુઆરીએ 18 હજાર 453 દર્દી મળ્યા હતા.
મંગળવારે 17 હજાર 747 દર્દી સાજા થયા અને 200ના મૃત્યુ થયા છે. દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 1 લાખ 425 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 1 લાખ 51 હજાર 525 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org માંથી લેવામાં આવ્યા છે.
અપડેટ્સ
ઝડપથી દેશને બીજી 4 વેક્સિન મળી શકે છે
દેશમાં વેક્સિનેશનની તૈયારીઓને લઈને મંગળવારે કેન્દ્રએ વીકલી રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન સિવાય અન્ય ચાર વેક્સિન પર ઝડપથી કામ થઈ રહ્યું છે. તમામ અલગ-અલગ સ્ટેજમાં છે. તેમાં ઝાયડસ કેડિલાની વેક્સિન અને રશિયાની વેક્સિન સ્પુતનિક-V ત્રીજા ફેઝની ટ્રાયલમાં છે. આ સિવાય બાયોલોજિકલ-E અને પુણેની જેનોવા કંપનીએ પ્રથમ ફેઝની ટ્રાયલ શરૂ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે આ વેક્સિન ભારતમાં જ બનાવવામાં આવી રહી છે. આવનારા થોડા મહિનાઓમાં આ તમામને ઈમર્જન્સી યુઝ માટે એપ્રૂવલ મળી શકે છે.
કોવેક્સિનની કિંમત 206 રૂપિયા હશે
5 રાજ્યની સ્થિતિ
1. દિલ્હી
આ મંગળવારે 386 લોકો સંક્રમિત મળ્યા. 545 લોકો સાજા થયા અને 16નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 6.30 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 6.17 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10 હજાર 707 દર્દીનાં મોત થયાં છે, જ્યારે 3179 દર્દીની સારવાર ચાલી રહી છે. કોરોના સામેની લડાઈમાં મોતને ભેટનાર ડોક્ટર હિતેશ ગુપ્તાના પરિવારને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મળ્યા હતા અને રૂપિયા એક કરોડની સહાય આપી હતી.
2. મધ્યપ્રદેશ
અહીં મંગળવારે 471 સંક્રમિત મળ્યા, 615 સાજા થયા અને આઠ દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.49 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 2.38 લાખ લોકો સાજા થયા છે, 3726નાં મોત થયાં છે, જ્યારે 7499 દર્દીની સારવાર ચાલી રહી છે.
3. ગુજરાત
આ મંગળવારે 602 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 855 દર્દી સાજા અને ત્રણનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.53 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી 2.41 લાખ સાજા થયા, 4350 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7339ની સારવાર ચાલી રહી છે.
4. રાજસ્થાન
આ મંગળવારે 293 લોકો સંક્રમિત મળ્યા. 675 સાજા થયા અને ત્રણનાં મોત થયાં. અત્યારસુધીમાં 3.13 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી 3.04 લાખ સાજા થયા છે. 2739નાં મોત થયાં છે, જ્યારે 6200 દર્દીની સારવાર ચાલી રહી છે.
5. મહારાષ્ટ્ર
રાજ્યમાં મંગળવારે 2936 લોકો કોરોના સંક્રમિત થયા છે. 3282 સાજા થયા અને 50નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 19.74 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 18.71 લાખ લોકો સાજા થયા છે, 50 હજાર 151 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 51 હજાર 892 દર્દીની સારવાર ચાલી રહી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.