• Gujarati News
  • National
  • 1.66 Lakh New Patients Were Registered In 24 Hours, Surpassing 1 Lakh For The 5th Consecutive Day; In 11 Days, The Total Number Of Cases Increased To 8 Lakh

કોરોના દેશમાં:24 કલાકમાં 1.68 લાખ નવા દર્દી; દિલ્હીમાં 3 દિવસમાં 57 મોત, UPમાં રોજના કેસમાં 7 દિવસમાં 6 ગણો વધારો

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ બાબતના મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત
  • સંસદ ભવનમાં ફરી કોરોના વિસ્ફોટ, 119 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ
  • હરિદ્વારમાં મકરસંક્રાતિના પર્વ નિમિતે ગંગા સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
  • ઈન્ડિયન ક્રિકેટર વોશિંગ્ટન સુંદર કોરોના પોઝિટિવ; સાઉથ આફ્રિકા વિરુદ્ધ પહેલી વન-ડેમાં રમવું શંકાસ્પદ

દેશમાં 24 કલાકમાં 1.68 લાખ નવા કોરોના સંક્રમિત કેસ નોંધાયા છે. 69,798 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 277 લોકોના મોત નિપજ્યા છે. આ રીતે એક્ટિવ કેસ એટલે કે ઈલાજ કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 97,475નો વધારો નોંધાયો છે. હાલ 8 લાખ કોરોના સંક્રમિતનો ઈલાજ ચાલી રહ્યો છે. માત્ર 11 દિવસ પહેલા આ આંકડો એક લાખ હતો.

જો કે દિલ્હીમાં મંગળવારે 24 કાલમાં કોરોના વાયરસને કારણે 23 લોકોના મોત નિપજ્યા છે, જે ત્રીજી લહેરમાં કોઈ એક રાજ્યમાં એક દિવસમાં સૌથી વધુ મોત છે. ઉત્તરપ્રદેશમાં પણ છેલ્લાં સાત દિવસમાં પ્રદેશમાં ડેઈલી કેસની સંખ્યામાં 6 ગણો વધારો નોંધાયો છે.

નીતિન ગડકરી કોરોના સંક્રમિત

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ બાબતના મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે. તેમનો તપાસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.

દિલ્હીમાં 3 દિવસમાં 57 લોકોનાં મોત
દિલ્હીમાં સોમવારે પણ 17 લોકોના મોત નિપજ્યા હતા. રાજધાનીમાં હવે છેલ્લાં 7 દિવસમાં 87 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 57નાં મોત છેલ્લાં 3 દિવસમાં જ થયા છે. દિલ્હી પહેલા મહારાષ્ટ્રમાં 4 જાન્યુઆરીએ ત્રીજી લહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ 20 લોકોનાં મોત નિપજ્યા હતા.

છેલ્લાં 24 કલાકમાં દિલ્હીમાં 21,259 નવા કેસ સામે આવ્યા છે. સોમવારે અહીં 19,166 નવા કેસ મળ્યા હતા. હવે રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા 74,881 છે. પોઝિટિવિટી રેટ પણ 25%થી વધીને 25.65% થઈ ગયો છે.

UPમાં સાત દિવસમાં 1985થી વધીને 11 હજારે પહોંચ્યા ડેઈલી કેસ
ચૂંટણીવાળા રાજ્યમાંથી એક ઉત્તરપ્રદેશમાં કોરોના વિસ્ફોટક પરિસ્થિતિએ પહોંચી ગયો છે. રાજ્યમાં 5 જાન્યુઆરી 1985 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે દેશના સૌથી વધુ વસતિવાળા રાજ્યમાં 11,089 કેસ સામે આવ્યા છે. મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદના જણાવ્યા મુજબ છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 543 લોકો ડિસ્ચાર્જ થયા અને 5 લોકોના મોત નિપજ્યા છે. સક્રિય કેસની સંખ્યા હવે 44,466 છે. તો હરિદ્વારમાં 14 જાન્યુઆરીએ ગંગા સ્નાન પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. મકરસંક્રાતિના પર્વ નિમિતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન માટે આવતા હોય છે પરંતુ આ વખતે કોરોનાના કેસ વધતા મકરસંક્રાતિના ગંગા સ્નાન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

વોશિંગ્ટન સુંદર- ફાઈલ ફોટો
વોશિંગ્ટન સુંદર- ફાઈલ ફોટો

બીજીબાજુ ટીમ ઈન્ડિયાનો યુવા બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોવિડ પોઝિટિવ હોવાના કારણે તેનું સાઉથ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સિરીઝની પહેલી મેચમાં રમવું શંકાસ્પદ છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી વન-ડે 19 જાન્યુઆરીથી રમાશે.

દિલ્હીમાં તમામ પ્રાઇવેટ ઓફિસમાં વર્ક ફ્રોર્મ હોમ કરવાનો આદેશ
કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હીમાં તમામ પ્રાઈવેટ ઓફિસમાં વર્ક ફ્રોર્મ હોમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હીમાં કોરોનાના કેસ 20 હજારની નજીક પહોંચતાં મહત્ત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ અહીં રેસ્ટોરન્ટ અને બારને બંધ કરીને ટેક અવેની જ સુવિધા આપવામાં આવી છે. દિલ્હીમાં સોમવારે કોરોનાના 19,166 નવા કેસ નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકાએ પહોંચી ગયો છે અને કોરોનાથી 7 લોકોનાં મૃત્યુ થયાં છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(DDMA)એ આ આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તમામ પ્રાઈવેટ ઓફિસ 50 ટકા ક્ષમતા સાથે કાર્યરત હતી અને 50 ટકા સ્ટાફ ઓફિસ જતો હતો.

કેજરીવાલે જણાવ્યું કેમ ડરવાની જરૂર નથી?
અરવિંદ કેજરીવાલે આજે પત્રકાર પરિષદને સંબોદી હતી અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ડરવાની જરૂર નથી, પણ તકેદારી રાખવાની જરૂર છે. કેજરીવાલે કેટલાક આંકડા રજૂ કર્યા હતા.

વિવરણ10 જાન્યુઆરી 20217 મે 2020
કોરોનાના કેસ19,16620 હજાર
કોરોનાથી મોત7341
હોસ્પિટલમાં દાખલ દર્દીઓ150020 હજાર

કેજરીવાલે વધુમાં કહ્યુ હતું કે જે દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે તેમને યોગ કરવા માટેની લિંક મોકલવામાં આવશે. આ ક્લાસ 8 કલાક ચાલશે. આવતીકાલથી શરૂ થશે. 40 હજાર લોકો એકસાથે તેનો લાભ લઈ શકશે. એક ક્લાસમાં 15 દર્દીઓ હશે.

દેશમાં ગઈકાલે 1.68 લાખ કેસ નોંધાયા
દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં 11 દિવસમાં જ કુલ એક્ટિવ કેસની સંખ્યા 1 લાખથી વધીને 8 લાખનો આંકડો વટાવી ગઈ છે. સોમવારે સતત 5મા દિવસે 1 લાખથી વધુ કેસ નોંધાયા છે, જોકે સોમવારે રવિવારની સરખામણીમાં ઓછા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 68 હજાર 63 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 69,959 લોકો સાજા થયા છે, જોકે 277 લોકોનાં મૃત્યુ થયાં છે. ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 4,461 થઈ છે.

સૌથી સંક્રમિત રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર
ભારતમાં સૌથી સંક્રમિત રાજ્યોની વાત કરવામાં આવે તો એમાં મહારાષ્ટ્ર સૌથી ટોપ પર છે. અહીં છેલ્લા 24 કલાકમાં 33,470 કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 19,286 કેસ, દિલ્હીમાં 19166, તામિલનાડુમાં 13990 અને કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે.

બિહારમાં કોરોના ટેસ્ટિંગમાં મોટી બેદરકારી
બિહારમાં કોરોનાની તપાસમાં મોટી બેદરકારી સામે આવી છે. બે દિવસ પહેલા સમસ્તીપુરમાં એક હેલ્થ વર્કરે એક પોઝિટિવ વ્યક્તિનું સીરમ એક જ વિસ્તારના 115 લોકોના અલગ-અલગ નામથી RT-PCR ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. તે બધાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આરોગ્ય વિભાગની ટીમને સ્થળ પર મોકલવામાં આવી, ત્યારબાદ ખબર પડી જે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. આ ઘટના કલ્યાણપુરની છે, જ્યાં કર્મચારી દિનેશ ઝાએ પોઝિટિવ વ્યક્તિનું સીરમને અલગ અલગ કરીને 115 લોકોના સેમ્પલ બનાવીને તપાસ માટે પટના મોકલી દીધા હતા.

સોમવારે આ બાબતનો ખુલાસો થયા બાદ ડીએમ યોગેન્દ્ર સિંહના આદેશ પર સિવિલ સર્જન ડૉ. સત્યેન્દ્ર કુમાર ગુપ્તાએ હેલ્થ વર્કર દિનેશ ઝાને સસ્પેન્ડ કરી દીધો હતો. આ બાબતની તપાસ કરવા કલ્યાણપુર પીએચસીના ઈન્ચાર્જની આગેવાનીમાં ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. બે દિવસમાં તપાસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

અપડેટ્સ...

  • દિલ્હીની જેલમાં 66 કેદી અને 48 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
  • ભારતમાં આજથી વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ સુધી ક્વોરન્ટીન થવું જરૂરી છે. આઠમા દિવસે મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.
  • 208 દિવસ પછી દેશમાં ફરી સૌથી વધારે એક્ટિવ કેસ થયા છે, હાલ એક્ટિવ કેસ 8.21 લાખ છે.
  • મુંબઈમાં 400 ડોક્ટર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમાં જેજે હોસ્પિટલમાં 100, સાયનમાં 104, કેઈએમ મુંબઈમાં 88, NAIRમાં 59 ડોક્ટર દાખલ છે. આ સિવાય થાણે, પુણે અને નાંદેડમાં 50થી વધુ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે.
  • બિહારમાં 500થી વધુ ડોક્ટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • આગ્રામાં કોરોનાના 1000થી વધુ એક્ટિવ કેસને પગલે સ્વિમંગ પૂલ અને જિમ બંધ રહેશે.
  • અમેરિકાની ફર્મ નોમુરાનો દાવો છે કે જો આ ગતિથી દેશમાં કેસ વધશે તો ભારતમાં આગામી મહિના સુધીમાં કોરોનાના મામલા પીક પર હશે. ફરીથી દેશમાં પ્રત્યેક દિવસે કોરોનાના નવા કેસની સંખ્યા 30 લાખ થઈ શકે છે.

દેશમાં ઘણી મોટી રાજકીય હસ્તીઓ સંક્રમિત

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે.
  • બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ કોરોના સંક્રમિત થયા છે. ત્રણ દિવસ પહેલાં CM હાઉસના 27 કર્મચારી પણ પોઝિટિવ આવ્યા હતા.
  • કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈનો કોવિડનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બોમ્મઈમાં કોરોનાના ખૂબ જ હળવાં લક્ષણ છે.
  • કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોમાવારે ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.
  • દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા આઈસોલેટ થયા છે. તેમના ડ્રાઈવરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • દિલ્હી પોલીસના જનસંપર્ક અધિકારી ચિન્મય બિસ્વાલ સહિત 1000 પોલીસકર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...