તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Country Received 5.55 Million New Infections In One Week, More Than Double That Of The United States And Brazil; 50.18 Lakh Cases In India So Far

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇન્ડિયા:સેનાની ત્રણેય વિંગમાં અત્યાર સુધી 19 હજારથી વધારે જવાન સંક્રમિત, 35 જવાનોએ જીવ ગુમાવ્યો, દેશમાં કુલ 50.60 લાખ કેસ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 82 હજાર સંક્રમિતોના મૃત્યુ થયા, 38.76 લાખ દર્દીને સારું થયું
  • અત્યારે 10 લાખથી વધારે દર્દીનો ઈલાજ થઈ રહ્યો છે, દરરોજ 10-11 લાખ ટેસ્ટ થઈ રહ્યા છે

દેશમાં અત્યાર સુધીમાં આર્મી, એરફોર્સ અને નેવીના 19 હજાર 839 સૈનિકો કોરોના સંક્રમિત થયા છે. આ પૈકી સૌથી વધારે 16 હજાર 758 જવાન આર્મી, 1716 એરફોર્સ તથા 1365 જવાન નેવીમાંથી છે. સંક્રમણને લીધે અત્યાર સુધીમાં 35 જવાનના મૃત્યુ થયા છે. આ પૈકી સૌથી વધારે 32 આર્મીના જવાન અને ત્રણ એરફોર્સના જવાનનો સમાવેશ થાય છે.બુધવારે આ અંગે જાણકારી આપતા રાજ્યકક્ષાના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રીપદ નાઈકે લોકસભામાં આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોરોનાથી જીવ ગુમાવનાર જવાનો માટે કોઈ વિશેષ વળતરની જોગવાઈ નથી. ફરજ દરમિયાન જીવ ગુમાવવાના સંજોગોમાં ટર્મિનલ સુવિધા જવાનના પરિવારને આપવામાં આવશે.

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 10 લાખને પાર
દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 50 લાખ 60 હજાર 818 થયો છે. બીજી તરફ એક્ટિવ દર્દીઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. તે કુદ દર્દીના 19.90 ટકા છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. પાંચ સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં કુલ સક્રિય દર્દીઓના 60 ટકા કેસ છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉતરપ્રદેશ અને તમિલનાડુ સામેલ છે. બીજી તરફ રશિયામાં કોરોના વેક્સીન સ્પૂતનિક V બનાવનારી સરકારી કંપની RDIFએ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ડોક્ટર રેડ્ડીની સાથે 10 કરોડ વેક્સીન ડોઝ તૈયાર કરાવવા માટેનો કરાર સાઈન કર્યો છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે બુધવારે તેના આંકડાઓ જાહેર કર્યા છે. એ મુજબ મંગળવારે 90 હજાર 123 દર્દી વધ્યા અને 1290 લોકોનાં મોત થયાં. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50 લાખ 20 હજાર 360 થઈ છે. એમાંથી 39 લાખ 42 હજાર 361 દર્દી સાજા થયા છે. 9 લાખ 95 હજાર 933 એક્ટિવ દર્દી છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 82 હજાર 66 લોકોએ જીવ ગુમાવ્યો છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ બુધવારે જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરે 11 લાખ 16 હજાર 842 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યારસુધીમાં 5 કરોડ 94 લાખ 29 હજાર 115 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.
  • પુણેના સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના ટ્રાયલની પરવાનગી મળી ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCJI)એ મંગળવારે રાતે આ મંજૂરી આપી. બ્રિટનમાં આ વેક્સિનના ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિની તબિયત ખરાબ થયા પછી ટ્રાયલને રોકવામાં આવી હતી. હવે અહીં ટ્રાયલ ફરીથી શરૂ થઈ છે. આ ઘટના પછી ભારતમાં ડ્રગ કન્ટ્રોલરે 11 સપ્ટેમ્બરે ટ્રાયલને રોકી દીધી હતી.

એક સપ્તાહમાં દેશમાં 6.50 લાખ નવા સંક્રમિત મળ્યા
વિશ્વમાં ત્રણ સૌથી પ્રભાવિત દેશ અમેરિકા, ભારત અને બ્રાઝીલના 9થી 15 સપ્ટેમ્બર સુધીના આંકડાને જોવામાં આવે તો આ દરમિયાન દેશમાં 6 લાખ 50 હજાર 594 કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં 2 લાખ 58 હજાર 001 અને બ્રાઝીલમાં 2 લાખ 24 હજાર 175 પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ દરમિયાન સમગ્ર વિશ્વમાં 19 લાખ 54 હજાર 640 સંક્રમિતો વધ્યા છે. બીજી તરફ વિશ્વમાં આજે કોરોનાના દર્દીઓનો આંકડો 3 કરોડને વટાવી જશે.

પાંચ રાજ્યની સ્થિતિ

1. મધ્યપ્રદેશ
સપ્ટેમ્બરના 15 દિવસમાં જે કોરોનાના સંક્રમણ સાથે સંકળાયેલા આંકડાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, જે ભયજનક છે. રાજ્યમાં હવે પ્રત્યેક દિવસે સરેરાશ 2100 નવા કેસ મળી રહ્યા છે, જ્યારે ઓગસ્ટમાં આ આંકડો 1300 હતો. રાજ્યમાં 5 દિવસમાં 11 હજાર 674 નવા સંક્રમિત વધ્યા છે. સંક્રમણ દર 11 ટકાથી વધુ છે. જો આવી સ્થિતિ રહી તો આગામી દરેક મહિને 55 હજારથી વધુ નવા કેસ આવશે. સપ્ટેમ્બરમાં જ 15 દિવસમાં 27 હજાર 563 સંક્રમિત વધ્યા છે. જ્યારે સમગ્ર ઓગસ્ટમાં આ આંકડો 32 હજાર હતો.

ભોપાલમાં છેલ્લા 15 દિવસથી રોજ સરેરાશ 216 નવા દર્દી મળી રહ્યા છે, જે સમગ્ર ઓગસ્ટમાં દરેક દિવસે 140 જ હતા. બીજી તરફ જૂના હનુમાનગંજ, જુમેરાતી, જનકપુરીના જથ્થબંધ કરિયાણા બજારને હવે સાંજે 7 વાગ્યે બંધ કરવામાં આવશે. અત્યારસુધીમાં આ જથ્થાબંધ બજારોની દુકાનો રાતે 10-11 વાગ્યે બંધ થતી હતી.

2. રાજસ્થાન
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું, આજે કોરોના દરેક વ્યક્તિની લડાઈ બની ગઈ છે. જો દરેક વ્યક્તિ 4 સપ્તાહ સુધી માસ્ક લગાવવાનો નિર્ણય કરી લે તો એનાથી છુટકારો મળી શકે છે. બીજી તરફ, સરકારે રાજ્યની ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબમાં કોરોનાની તપાસની ફી 2200 રૂપિયાથી ઘટાડીને 1200 રૂપિયા કરી દીધી છે. આ કારણે ખાનગી હોસ્પિટલો અને ખાનગી લેબમાં કોરોનાની તપાસ સૌથી સસ્તી થશે, કારણ કે યુપી અને મહારાષ્ટ્રની ખાનગી લેબમાં આ તપાસ 1600થી 1900 રૂપિયામાં થાય છે.

3. બિહાર
રાજ્યના સૂચના અને જનસંપર્ક વિભાગના સચિવ અનુપમ કુમારે જણાવ્યું હતું કે રાજ્યનો રિકવરી રેટ 90 ટકાથી વધુ થઈ ગયો છે, જે રાષ્ટ્રીય સરેરાશથી લગભગ 13 ટકા છે. બીજી તરફ, જિતેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે અનલોક-4 અંતર્ગત બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનના ઉલ્લંઘનના આરોપમાં છેલ્લા 24 કલાકમાં 464 વાહન જપ્ત કરવામાં આવ્યાં છે. 13 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં માસ્ક ન પહેરનારી 4 હજાર 364 વ્યક્તિ પાસેથી 2 લાખ 18 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11 લાખની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 20 હજાર 482 નવા મામલા વધ્યા છે. અત્યારસુધીમાં 10 લાખ 97 હજાર 856 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે. એમાં 7 લાખ 75 હજાર 273 લોકો સાજા થયા છે, જ્યારે 2 લાખ 91 હજાર 797 દર્દીની સારવાર ચાલી રહી છે. 30 હજાર 409 લોકો સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

5. ઉતરપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 24 કલાકની અંદર 6,895 નવા પોઝિટિવ કેસ વધ્યા છે. જ્યારે 113 સંક્રમિતોનાં મોત થયાં છે. રાહતની વાત એ છે કે એક દિવસમાં 6680 દર્દી સાજા થયા છે. જ્યારે મંગળવારે લખનઉ કેન્ટથી ભાજપના ધારાસભ્ય સુરેશ ચંદ્ર તિવારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી છે. હાલ રાજ્યમાં 67 હજાર 335 એક્ટિવ દર્દી છે, એટલે કે તેમની સારવાર ચાલી રહી છે. 2 લાખ 52 હજાર 97 લોકો સાજા થઈ ચૂક્યા છે. 4,606 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો