કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બુધવારે કહ્યું હતું કે ભારત આ વર્ષના અંત ભાગ સુધીમાં કોરોનાના 267 કરોડ ડોઝ હાંસલ કરી લેશે. જેથી આપણે ઓછામાં ઓછા આપણી તમામ યુવા વસ્તીને વેક્સિન આપી શકવાની સ્થિતિમાં હશું. તેમણે કહ્યું કે વેક્સિનના 51 કરોડ ડોઝ જુલાઈ સુધી અને 216 કરોડ ઓગસ્ટથી ડિસેમ્બર વચ્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તેમણે રાજ્યોને કહ્યું હતું કે તેઓ તમામ હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને ચોક્કસપણે વેક્સિન લગાવશું, કારણ કે તેમને સંક્રમણનું સૌથી વધારે જોખમ છે.
રાજસ્થાનમાં નિયંત્રણો લંબાવવામાં આવ્યા
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજસ્થાનમાં નિયંત્રણોને યથાવત રહેશે. મુખ્યમંત્રી અશોક ગહેલોતે બુધવારે તમામ જિલ્લામાં કલમ-144ને 21 જૂન સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ ગૃહ વિભાગે આ અંગે જાણકારી આપી હતી. હવે આ નિયંત્રણો આગામી 21 મેના રોજ પૂરા થશે.રાજ્યમાં કોરોનાની બીજી લહેરને પગલે સરકારે નાઈટ કર્ફ્યૂ અને કલમ 144 લગાવવાનો નિર્ણય કર્યો હતો.
દેશમાં વિક્રમજનક 4,525 લોકોના મોત
દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મૃત્યુઆંક સતત વધતો જઈ રહ્યો છે. ગત દિવસે કોરોનાને કારણે રેકોર્ડ બ્રેક 4,525 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યારસુધી નોંધાયેલાં મોતના આંકડામાં આ સૌથી વધુ આંક હતો. આની પહેલાં સોમવારના રોજ 4,334 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
જોકે દેશમાં નવા કેસના આંકડા થોડી રાહત આપી શકે એવા સામે આવ્યા છે. મંગળવારના રોજ 2 લાખ 67 હજાર 44 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે 3 લાખ 89 હજાર 566 લોકો સાજા પણ થયા હતા, જેથી એક્ટિવ કેસમાં 1 લાખ 27 હજાર 109નો ઘટાડો નોંધાયો છે.
દેશમાં કોરોના મહામારીનાં આંકડા ગત 24 કલાકમાં કુલ નવા કેસઃ 2.67 લાખ ગત 24 કલાકમાં કુલ સાજા થયાઃ 3.89 લાખ ગત 24 કલાકમાં કુલ મોતઃ 4525 કુલ સંક્રમિતઃ 2.54 કરોડ કુલ સાજા થયાઃ 2.19 કરોડ કુલ મોતઃ 2.83 લાખ
19 રાજ્યમાં લોકડાઉન
દેશનાં 19 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં અગાઉના લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
13 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો તો છે જ, જોકે છૂટ પણ છે. એમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.
કોરોનાં અપડેટ્સ
અગ્રણી રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર
અહીં મંગળવારે 28,483 લોકો સંક્રમિત થયા હતા. 52,898 લોકો સાજા થયા અને 1291 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 54.33 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 49.27 લાખ લોકો સાજા થઈ ચૂૂક્યા છે, જ્યારે 83,777 લોકોનાં મૃત્યુ થયા છે. 4.19 લાખ દર્દીની પણ સારવાર ચાલી રહી છે.
2. ઉત્તરપ્રદેશ
અહીં મંગળવારે 8673 લોકો સંક્રમિત થયા. 21108 લોકો સાજા થયા અને 255 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 16.37 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 14.83 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18072 દર્દીએ જીવ ગુમાવ્યો છે. અહીં 1.36 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.
3. દિલ્હી
દિલ્હીમાં મંગળવારે 4482 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 9403 લોકો સાજા થયા અને 265નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 14.02 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 13.29 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 22,111 દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. અહીં 50,863ની સારવાર ચાલી રહી છે.
4. છત્તીસગઢ
અહીં મંગળવારે 6477 લોકો કોરોના સંક્રમિત નોંધાયા. 12098 લોકો સાજા થયા અને 153નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 9.25 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 8.23 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 12036 દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. 90382 દર્દીની સારવાર ચાલી રહી છે.
5. ગુજરાત
રાજ્યમાં મંગળવારે 6447 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 9557 લોકો સાજા થયા અને 67નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 7.66 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 6.60 લાખ લોકો સાજ થઈ ચૂક્યા છે, જ્યારે 9269 દર્દીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. અહીં 96443 લોકોની સારવાર ચાલી રહી છે.
6. મધ્યપ્રદેશ
રાજ્યમાં મંગળવારે 5412 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 11358 લોકો સાજા થયા અને 70નાં મૃત્યુ થયાં છે. અત્યારસુધીમાં 7.42 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 6.52 લાખ સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 7139 લોકોનાં મૃત્યુ થયા છે. 82967 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.