તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 18339 Patients Increased In 24 Hours, 5.67 Lakh Cases So Far; Solapur, Jalgaon Has Higher Mortality Rate Than Mumbai, Ahmedabad, Thane

કોરોના ઈન્ડિયા LIVE:કુલ કેસ 5.85 લાખઃ આરોગ્ય સેતુ એપ લોગઈન કરવામાં મુશ્કેલી, બંગાળ સરકારની માંગ-હોટ સ્પોટથી વિમાની સેવા અટકાવવામાં આવે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 17 હજાર 410 લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 7855 ના મોત
  • તમિલનાડુ, મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું, આ પહેલા બંગાળ, ઝારખંડમાં વધારવામાં આવ્યું હતું

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5 લાખ 85 હજાર 210 થઈ છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. મંગળવારે 17 હજાર 674 નવા કેસની પુષ્ટી થઈ હતી. તમિલનાડુમાં સતત બીજા દિવસે 3,900થી વધારે કેસ આવ્યા છે. બીજી આજે આરોગ્ય સેતુ એપમાં તકનિકી ખામી સામે આવી હતી. એપ તરફથી ટ્વિટ કરી જાણકારી આપી હતી. આ માહિતીમાં કહેવામાં આવ્યુ હતું કે કેટલાક યુઝર્સને લોગઈન કરવામાં તકલીફ આવી રહી છે. જે ટૂંક સમયમાં ઠીક કરી લેવામાં આવશે.

પશ્વિમ બંગાળ સરકારે ગૃહ મંત્રાલય પાસેથી કોલકાતામાં જરૂરી સપ્લાય માટે મેટ્રો ચલાવવાની મંજૂરી માંગી છે. મંગળવારે  રાજ્યના ચીફ સેક્રેટરી રાજીવ સિન્હાએ તે મુદ્દે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે કન્ટેનમેન્ટ ઝોનથી આવતી ડોમેસ્ટિક ફ્લાઇટ પર બે અઠવાડિયા સુધી રોક લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દિલ્હી, મુંબઇ, પૂણે, ચેન્નઇ, સુરત, અમદાવાદ, નાગપુર અને ઇન્દોરથી પશ્વિમ બંગાળ સુધી કોઇ ફ્લાઇટ મોકલવામા ન આવે. 

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વેક્સીન બની ગયા પછી તેના રસીકરણની તૈયારીઓ વિશે એક બેઠક કરી હતી. તેમાં ભારત અને ગ્લોબલ સ્તરે બનાવવામાં આવતી વેક્સીનની હાલની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે કોવિડ વિરુદ્ધ રસીકરણના પ્રયત્નોમાં ભારતની જવાબદારીનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ઓફિસર્સને સારી રીતે અને સમયસર વેક્સીન બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા કહ્યું હતું. તેમણે આ વિશે તાત્કાલીક કોઈ યોજના બનાવવાની પણ જાહેરાત કરી હતી.

સોમવારે 18 હજાર 339 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 13 હજાર 497 લોકો સાજા થયા છે. તમિલનાડુમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં અહીં રેકોર્ડ 3949 દર્દીઓ વધ્યા, અહીં સંખ્યા 5માં દિવસે 3500થી વધુ રહી. સૌથી વધુ સંક્રમિતો વાળા રાજ્યોમાં તે બીજા નંબરે આવી ગયું છે. આ આંકડો covid19india.org મુજબ છે. સોમવારે દેશમાં 417 લોકોના મોત થયા હતા.

અહીં સંક્રમણ દેશના નાના જિલ્લાઓમાં પણ વધી રહ્યું છે. કેટલાક જિલ્લાઓમાં મોત 200થી વધુ થયા છે અને મૃત્યુ દર ઝડપથી વધી રહ્યો છે. તેમાં મહારાષ્ટ્રનું સોલાપુર અને જલગાંવ સામેલ છે. અહીં મૃત્યુ દર સૌથી વધુ મૃતકોવાળા જિલ્લા જેવા કે મુંબઈ(4463 મોત), અમદાવાદ(1432 મોત), ઠાણે(871 મોત) અને કોલકતા(372 મોત)થી વધુ છે. સોલાપુરમાં મૃત્યુ દર 9.75 ટકા અને જલગાંવમાં 6.90 ટકા છે. જ્યારે મુંબઈમાં મૃત્યુ દર માત્ર 5.78 ટકા છે, જ્યારે અહીં મોતનો આંકડો સાડા ચાર હજારની નજીક પહોંચી ગયો છે

તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 જુલાઈ સુધી વધ્યુ
તમિલનાડુ સરકારે 31 જુલાઈ સુધી જનરલ લોકડાઉન વધાર્યું છે. ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારમાં 5 જુલાઈ સુધી સખ્ત લોકડાઉન યથાવત રહેશે. જ્યારે સમગ્ર રાજ્યમાં જુલાઈમાં દર રવિવારે સખ્ત લોકડાઉન રહેશે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે. આ પહેલા પશ્ચિમ બંગાળ અને ઉતરાખંડમાં લોકડાઉન 31 જુલાઈ સુધી અને મણિપુરમાં 15 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે.

5 રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ
અહીં સોમવારે 184 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 7 લોકોના મોત થયા છે. ભોપાલમાં 24, ઈન્દોરમાં 49, મુરૈનામાં 24 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા વધીને 13 હજાર 370 થઈ છે. તેમાંથી 2607 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 564 લોકોના મોત થયા છે. 

મહારાષ્ટ્રઃ અહીં સોમવારે 5257 સંક્રમિતો મળ્યા અને 181 લોકોના મોત થયા છે. મંુબઈમાં 1226 કેસ વધ્યા, અહીં અત્યાર સુધીમાં 76 હજાર 765 દર્દીઓ થયા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 69 હજાર 883 થઈ છે. તેમાંથી 73 હજાર 298 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 7610 લોકોના મોત થયા છે.

ઉતરપ્રદેશઃ અહીં સોમવારે 681 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 12 લોકોના મોત થયા છે. ગૌતમબુદ્ધનગર(નોઈડા)માં 57, ગાજિયાબાદમાં 70 અને લખનઉમાં 23 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 22 હજાર 828 થઈ છે. તેમાંથી 6650 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 672 લોકોના મોત થયા છે.

રાજસ્થાનઃ અહીં સોમવારે 389 નવા દર્દીઓ પ્રકાશમાં આવ્યા અને 6નો મોત થયા છે. જયપુરમાં 30, જોધપુરમાં 54 અન ધૌલપુરમાં 58 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 17 હજાર 660 થઈ છે. તેમાંથી 3334 એક્ટિવ કેસ છે. કોરાનાથી અત્યાર સુધીમાં 405 લોકોના મોત થયા છે.

બિહારઃ અહીં સોમવારે 394 સંક્રમિત મળ્યા અને એકનું મોત થયું છે. પટનામાં 109, નવાદામાં 28 અને પૂર્વી ચંપારણમાં 33 કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 9 હજાર 618 થઈ છે, તેમાંથી 2181 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો