તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Again In The List Of Top 15 Infected Countries In The World, Active Cases Rise Again In 9 States Including Maharashtra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:મહારાષ્ટ્રમાં આજથી સેમી લૉકડાઉન, ઉદ્ધવનું એલાન રાજકીય, ધાર્મિક, સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ

નવી દિલ્હી3 દિવસ પહેલા
  • અમરાવતીમાં એક અઠવાડિયાનું લૉકડાઉન, પૂણેમાં શાળા-કોલેજ બંધ
  • ઉદ્ધવે કહ્યું- હાલત નહીં સુધરે તો 8 દિવસમાં સંપૂર્ણ લૉકડાઉન પર નિર્ણય
  • મહારાષ્ટ્રમાં‘કોરોના માટે હું જ જવાબદાર’ અભિયાન: ઠાકરે
  • ગુજરાતમાં પણ કોરોના વધ્યો, 12 દિવસમાં 232થી 283 નવા કેસ થયા

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનો પ્રકોપ સતત વધી રહ્યો છે. 15 દિવસમાં રોજ મળતા કોરોના દર્દીઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. આથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ‘આગામી એક અઠવાડિયા સુધી રાજકીય રેલીઓ, ધાર્મિક આયોજનો અને સામાજિક સભાઓ વગેરે પર રોક રહેશે.’ બીજી તરફ, અમરાવતી જિલ્લામાં સોમવારે રાત્રે આઠ વાગ્યા સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. પૂણે અને નાસિક જિલ્લામાં તમામ સ્કૂલ, કોલેજ અને કોચિંગ ક્લાસીસ 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

પૂણેના ઝોનલ હેડ સૌરભ રાવે કહ્યું કે, આ નિર્ણય જિલ્લાના પાલત મંત્રી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં લેવાયા. સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે લાઈબ્રેરી 50% ક્ષમતા સાથે ખોલવાની છૂટ હશે. બુલઢાણા, વાશિમ અને યવતમાલ જિલ્લામાં પણ પ્રતિબંધો લાગુ કરાયા છે.

બીજી તરફ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે, કેટલાક દિવસો સુધી રાજકીય વિરોધ-દેખાવોની મંજૂરી નહીં અપાય. લૉકડાઉન ઉકેલ નથી, પરંતુ સંક્રમણની ચેઈન તોડવા માટે આ જરૂરી છે.

નોંધનીય છે કે, પૂણે જિલ્લો મહારાષ્ટ્રમાં નવા સંક્રમણમાં 12મા ક્રમે છે. અહીં સરેરાશ પોઝિટિવ દર 10% સુધી પહોંચી ગયો છે, જ્યારે 15 દિવસ પહેલા પોઝિટિવ દર 4.5%થી 5%ની આસપાસ હતો. આ પહેલા યવતમાલમાં 19 દિવસનું લૉકડાઉન જાહેર કરાયું હતું, જ્યારે અમરાવતીમાં દર શનિવારે રાત્રે આઠ વાગ્યાથી સોમવારે સવાર સુધી કરફ્યૂની જાહેરાત કરાઈ હતી.

કેસ વધવાથી કેન્દ્રની રાજ્યોને સલાહ- આરટીપીસીઆર તપાસનો વ્યાપ વધારો
કેન્દ્રએ રાજ્યોને લખેલા પત્રમાં લખ્યું છે કે, મહારાષ્ટ્ર અને કેરળ સહિત કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ વધવાથી આરટીપીસીઆરની તપાસ વધારો અને વાઈરસના ઘાતક સ્વરૂપની નિયમિત તપાસ પણ કરો. આ ઉપરાંત જે તે જિલ્લામાં સંક્રમણના પ્રસારની હજુ કડક દેખરેખ રાખવી જરૂરી છે. તમામ નેગેટિવ રેપિડ એન્ટિજન તપાસના પરિણામો પછી આરટીપીસીઆર તપાસ ફરજિયાત કરો. દેશમાં કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.

કેરળનો અલાપુઝા જિલ્લો સંક્રમણને લઈને ચિંતાનું વિશેષ કારણ છે. આવી જ રીતે, મહારાષ્ટ્રના મુંબઈના કેટલાક વિસ્તારો પણ ચિંતાનું કારણ છે કારણકે, અહીં સંક્રમણનો દર 19% સુધી પહોંચી ગયો છે. પંજાબના એસબીએસ નગર જિલ્લામાં સાપ્તાહિક પુષ્ટિદર 3.5%થી વધીને 4.9% થઈ ગયો છે. અહીં સાપ્તાહિક કેસ પણ 165થી વધીને 364 થઈ ગયા છે. પાંચ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંક્રમણનો સાપ્તાહિક પુષ્ટિ દર રાષ્ટ્રીય સરેરાશ 1.79થી વધુ છે. આ દર મહારાષ્ટ્રમાં સૌથી વધુ, 8.10 છે. કેન્દ્રએ આ તમામ રાજ્યોને પાંચ ઉપાયો પર ભાર મૂકવાની સલાહ આપી છે, જેમાં આરટીપીસીઆર તપાસ કડક અને વ્યાપક દેખરેખ તેમજ જિલ્લાઓમાં ક્લિનિકલ સુવિધા વગેરે સામેલ છે.

દેશના 22 રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નહીં
દેશમાં કોરોના મહામારીનો ખતરો હજુ ઓછો નથી થયો. છેલ્લા 24 કલાકમાં 90 સંક્રમિતોએ જીવ ગુમાવી દીધો છે. જોકે, સારી વાત એ છે કે, 22 રાજ્યોમાં કોરોનાથીએક પણ મોત નથી થયું. અહીં સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા દિવસોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 40 મોત થયા છે. અહીં સક્રિય દર્દીઓની સંખ્યામાં 3,674નો વધારો થયો છે. ત્યાર પછી સૌથી વધુ મોત કેરળમાં (13) થયા છે. આ ઉપરાંત પંજાબમાં 8, તમિલનાડુમાં 6, કર્ણાટકમાં 5 અને બંગાળમાં 4 સંક્રમિતોના મોત થયા છે.

કેન્દ્રનો રાજ્યોને પત્ર- વેક્સિનેશનની ગતિ વધારો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીનેકોરોના વેક્સિનેશનની ગતિ વધારવાની અપીલ કરી છે. આસાથે મંત્રાલયે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, ઘણી મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવાની બાકી છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા આ પત્રમાં આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, વેક્સિનેશનના દિવસોની સંખ્યા વધારવી જોઈએ. આ દિવસો અઠવાડિયાના ઓછામાં ઓછા ચાર કરવા જોઈએ, જેથી વધુને વધુ લોકોને વેક્સિન આપી શકાય. નોંધનીય છે કે, આ પત્ર 19 ફેબ્રુઆરી લખાયો છે.

એક્ટિવ કેસ વધતા મહારાષ્ટ્રના અમરાવતીમાં એક સપ્તાહ માટે લોકડાઉન, પુણેમાં નાઈટ કર્ફ્યૂ, સ્કૂલ-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ
દેશમાં ફરીએક વાર કોરોનાના આંકડાંએ ચિંતા વધારી છે. સૌથી વધારે મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, પુડુચેરી, ત્રિપુરા અને ચંદીગઢમાં દર્દીઓની સંખ્યા વધશે. કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ સુધરી છે.

કોરોના કેસ વધતા મહારાષ્ટ્ર સરકારે ફરીએક વાર કડક પગલા ભરવાના શરૂ કરી દીધા છે. અમરાવતીમાં એક સપ્તાહ સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. તે સોમવારે રાત્રે 8 વાગ્યાથી શર થશે.

પુણે જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. રાતના 11થી સવારના 6 વાગ્યા સુધી તે અમલમાં રહેશે. સ્કૂલ-કોલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. આજે મુખ્યમંત્રીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

સૌથી વધારે સંક્રમિત દેશોની યાદીમાં ભારત 15માં નંબરે આવી ગયું છે. 30 જાન્યુઆરીએ પોર્ટુગલ, ઈન્ડોનેશિયા અને આયરલેન્ડને પાછળ છોડીને 17માં નંબરે પહોંચી ગયું હતું. ત્યારે એવી આશા હતી કે ઝડપથી તે વિશ્વના ટોપ-20 સંક્રમિત દેશોની યાદીમાંથી બહાર થઈ શકે છે, જોકે છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં એક્ટિવ કેસ ફરીથી વધવા લાગ્યા છે. તેના કારણે ભારત હવે ફરીથી વિશ્વના સૌથી સંક્રમિત દેશોમાં સામેલ થઈ ગયું.

અમેરિકા, ફ્રાન્સ અને યુકેમાં સ્થિતિ ખરાબ
એક્ટિવ કેસના મામલામાં અમેરિકા પ્રથમ નંબરે છે. અહીં હાલ લગભગ 92 લાખથી વધુ દર્દીઓની સારવાર ચાલી રહી છે. ફ્રાન્સમાં 32 લાખ અને યુકેમાં 16 લાખથી વધુ એક્ટિવ કેસ છે. આ સિવાય યાદીમાં બ્રાઝીલ, બેલ્જિયમ, સ્પેન, ઈટલી, રશિયા, મેક્સિકો, પોલેન્ડ, આયરલેન્ડ, ઈન્ડોનેશિયા, અર્જેન્ટિના અને ભારત પણ સામેલ છે.

9 રાજ્યો અને યુટીમાં ફરી એક્ટિવ કેસ
શનિવારે દેશમાં 13 હજાર 919 નવા દર્દીઓ મળ્યા. 11 હજાર 412 લોકો સાજા થયા અને 89ના મોત થયા. આ રીતે ઓવરઓલ એક્ટિવ કેસમાં 2486નો વધારો નોંધાયો છે. 9 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એવા રહ્યાં, જ્યાં સાજા થનારા દર્દીઓથી વધુ નવા દર્દીઓની સંખ્યા વધ છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, પુડ્ડચેરી, ત્રિપુરા અને ચંદીગઢ સામેલ છે.

અત્યાર સુધીમાં 1.09 કરોડ કેસ
દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 9 લાખ 91 હજારથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 1 કરોડ 6 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 56 હજાર 339 દર્દીઓના મોત થયા છે. હાલ 1 લાખ 42 હજાર 691 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

કોરોના અપડેટ્સ

  • દેશમાં મળેલા કોરોનાના 5 હજારથી વધુ વેરિઅન્ટ્સ પર હૈદરાબાદની સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજી(CSIR-CCMB)ના સાયનટીસ્ટોએ રિસર્ચ કર્યું છે. તેમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ ભારતમાં સૌથી વધુ કોરોનાનો N440K વેરિઅન્ટ ફેલાયો છે. જોકે આ વેરિઅન્ટ ક્યાંથી અને ક્યારે ફેલાયો તેની માહિતી હજી મળી નથી.
  • સમગ્ર દેશમાં કોરોનાના ટેસ્ટિંગનો આંકડો 21 કરોડને વટાવી ગયો છે. એટલે કે 138 કરોડ વસ્તીવાળા દેશમાં અત્યાર સુધીમાં 21 કરોડ લોકોની તપાસ થઈ છે. તેમાં 5.21 ટકા એટલે કે 1.09 કરોડથી વધુ લોકો સંક્રમિત મળ્યા. ચિંતાની વાત એ છે કે લગભગ 4 મહિન સુધી દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટ્યા પછી એક વખત ફરી તેમાં વધારો જોવા મળ્યો છે.
  • કોરોનાના વધતા મામલાઓની વચ્ચે કર્ણાટકમાં મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકો માટે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ લાવો અનિવાર્ય હશે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડો. સુધાકરે જણાવ્યું કે બંને રાજ્યોમાં સંક્રમિતોના નવા મામલાઓ ઝડપથી વધી રહ્યાં છે. તેને જોતા અમે આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સાઉથ આફ્રીકા અને બ્રાઝીલનો વેરિઅન્ટ મળ્યો નથી.
  • દિલ્હી હાઈકોર્ટમાં 15 માર્ચે ફિઝીકલ હિયરિંગ થશે. કોરોનાના કારણે અહીં વરચ્યુઅલ રીતે પણ સુનાવણી થઈ રહી છે.

6 રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર

રાજ્યમાં શનિવારે 6281 લોકો કોરોના સંક્રમિત થયા. 2567 દર્દીઓ સજા થયા અને 40ના મોત થયા છે. અત્યાર સુધીમાં 20 લાખ 93 હજાર 913 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, તેમાંથી 19 લાખ 92 હજાર 530 લોકો સાજા થઈ ચૂક્યા છે. 51 હજાર 753 લોકોએ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. 48 હજાર 439 દર્દીઓની હાલ સારવાર પણ ચાલી રહી છે.

2. કેરળ

રાજ્યમાં શનિવારે 4650 નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 5841 દર્દીઓ સાજા થયા અને 13 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો. અત્યાર સુધીમાં 10 લાખ 588 લોકો સંક્રમિત સાજા થયા છે. તેમાંથી 9 લાખ 67 હજાર 630 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. 4075એ જીવ ગુમાવ્યો છે. જ્યારે 58609ની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ

અહીં શનિવારે 257 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 213 દર્દીઓ સાજા થયા અને ચારના મોત થયા. અત્યાર સુધીમાં 2 લાખ 59 હજાર 128 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 2 લાખ 53 હજાર 284 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 3850 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 1994 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત

અહીં શનિવારે 258 લોકો કોરોના સંક્રમિત થયા છે. 270 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 66 હજાર 821 લોકો સંક્રમિત થયા છે. તેમાં 2 લાખ 60 હજાર 745 લોકો સાજા થયા છે. જ્યારે 4404 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 1672 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન

રાજ્યમાં શનિવારે 98 લોકો કોરોના સંક્રમિત થયા છે. 66 લોકો સાજા થયા અને એકનું મોત થયું છે. અત્યાર સુધીમાં 3 લાખ 19 હજાર 461 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 3 લાખ 15 હજાર 376 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 2785 લોકોના મોત થઈ ચૂક્યા છે. 1300 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી

અહીં શનિવારે 152 નવા દર્દીઓ મળ્યા અને 179 સાજા થયા. એકનું મોત થયું. અહીં અત્યાર સુધીમાં 6 લાખ 37 હજાર 755 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 6 લાખ 25 હજાર 832 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10 હજાર 898 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. 1025ની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો