તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાહતના સમાચાર છે કે દેશમાં હવે માત્ર મહારાષ્ટ્ર અને ગોવાને છોડીને તમામ રાજ્યોમાં કોરોના સંક્રમણનો પોઝિટિવિટી રેટ 10 ટકાથી ઘટી ગયો છે. એનો અર્થ એ છે કે અહીં 100 લોકોનું ટેસ્ટિંગ કરવા પર 10થી વધુ સંક્રમિત મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 13.6 ટકા અને ગોવામાં 11.6 ટકા પોઝિટિવિટી રેટ છે.
બીજા સારા સમાચાર એ છે કે પ્રત્યેક દિવસે કોરોનાથી થતાં મોતના મામલામાં ભારત વિશ્વના ટોપ-20 દેશોની યાદીમાંથી બહાર થઈ ગયો છે. હવે તે 22મા નંબરે છે. મંગળવારે 77 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સતત 5મો દિવસ હતો, જ્યારે દેશમાં 100થી ઓછા લોકોનાં મોત થયાં છે. હાલ અમેરિકા, બ્રાઝિલ, અને બ્રિટનમાં સૌથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. અમેરિકામાં સોમવારે 3265, બ્રાઝિલમાં 1340 અને બ્રિટનમાં 1052 લોકોનાં મોત થયાં છે.
21 રાજ્ય-UTમાં નેશનલ એવરેજથી પણ ઓછા દર્દીઓ મળી રહ્યા છે
દેશનાં 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ(UT) એવાં છે, જ્યાં પોઝિટિવિટી રેટ નેશનલ એવરેજ 5.4 ટકાથી પણ ઓછો છે. એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ, પંજાબ, ગુજરાત, ઉત્તરપ્રદેશ જેવાં મોટાં રાજ્યો પણ સામેલ છે. દિલ્હી, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક સહિત 13 રાજ્ય અને UT એવા છે, જ્યાં 5.4 ટકાથી 10 ટકા સુધી પોઝિટિવિટી રેટ છે.
24 કલાકમાં 10 હજાર નવા દર્દી મળ્યા
મંગળવારે 10510 લોકો કોરોના સંક્રમિત મળ્યા. 12699 લોકો સાજા થયા અને 85નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1.08 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. સારી વાત એ છે કે એમાંથી 1.05 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.55 લાખ સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 1.38 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.
કોરોનાં અપડેટ્સ
કો-વિન એપ દ્વારા લેવાઈ રહ્યો છે ફીડબેક
હેલ્થ-સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે કો-વિન એપ પર રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ(RAS) દ્વારા વેક્સિન લગાવી ચૂકેલા લોકોને મેસેજ કરીને 4 સવાલ પૂછવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં મળેલા ફીડબેક મુજબ, 97.35 ટકા લોકો ઓવરઓલ પ્રોસેસથી ખુશ છે.
5 રાજ્યની સ્થિતિ
1. દિલ્હી
અહીં મંગળવારે 100 નવા દર્દી મળ્યા. 144 દર્દી સાજા થયા. અત્યારસુધીમાં 6.36 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 6.24 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10882 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે, 1052 દર્દીની સારવાર ચાલી રહી છે.
2. મધ્યપ્રદેશ
અહીં મંગળવારે 167 નવા દર્દી મળ્યા છે. 219 દર્દીઓ સાજા થયા અને બંએ જીવ ગુમાવ્યા. અત્યારસુધીમાં 2.56 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાં 2.50 લાખ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3825 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 1987 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
3. ગુજરાત
અહીં મગળવારે 234 નવા દર્દી મળ્યા. 353 દર્દી સાજા થયા અને એકનું મૃત્યુ થયું છે. અત્યારસુધીમાં 2.63 લાખ લોકો સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. તેમાંથી 2.57 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4397 દર્દીનાં મોત થયાં છે. 2040 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
4. રાજસ્થાન
અહીં મંગળવારે 90 નવા દર્દી મળ્યા છે. 125 દર્દી સાજા થયા છે. અત્યારસુધીમાં 3.18 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 3.14 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2774 દર્દીનાં મોત થયાં છે. 1435 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
5. મહારાષ્ટ્ર
અહીં મંગળવારે 2515 નવા દર્દી મળ્યા. 2554 દર્દી સાજા થયા અને 35એ જીવ ગુમાવ્યા છે. અત્યારસુધીમાં 20.48 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 19.61 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 51360 દર્દીનાં મોત થયાં છે. 34640 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.