• Gujarati News
  • National
  • Corona Blast At Odisha Government Girls High School, 25 Students Positive; 306 Cases Found In Karnataka Medical College

ઓમિક્રોન અંગે નવી ગાઈડલાઈન્સ:ઈન્ટરનેશનલ પેસેન્જર્સે 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી અને નેગેટિવ RT-PCR રિપોર્ટ દેખાડવા જરૂરી બનશે, 1લી ડિસેમ્બરથી લાગુ થશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનના ખતરાને જોતા મુંબઈમાં વિદેશીથી આવનારા લોકો માટે નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે

કેન્દ્ર સરકારે રવિવારે સાંજે નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રોન અંગે આંતરરાષ્ટ્રીય પેસેન્જર્સ માટે રિવાઈઝ ગાઈડલાઈન્સ ઈશ્યુ કરી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હવે આંતરરાષ્ટ્રીય પેસેન્જરે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી તથા નેગેટિવ RT-PCR રિપોર્ટ કેન્દ્ર સરકારના એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. આ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રીએ દિવસ દરમિયાન ઈમર્જન્સી બેઠક સમયે ગાઈડલાઈનને નવેસરથી જ રજૂ કરવાની વાત કહી હતી. આ નિયમ 1લી ડિસેમ્બરથી લાગુ થશે.

બીજી બાજુ મુંબઈમાં સોમવારથી સરકારી બસ સેવામાં યાત્રા કરવા માટે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લગાવવાને લગતું સર્ટીફિકેટ રજૂ કરવાનું જરૂર બનાવ્યું છે.

એક ડિસેમ્બરથી લાગૂ થશે ઈન્ટરનેશનલ પેસેન્જર્સ માટે નવી ગાઈડલાઈન્સઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે મોડી સાંજે ઈન્ટરનેશનલ પેસેન્જર્સ માટે જૂની SOPની સમીક્ષા કરી નવી ગાઈડલાઈન જાહેર કરી છે. દિવસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી યોજવામાં આવેલી ઈમર્જન્સી બેઠક બાદ આ નવી ગાઈડલાઈન 1 ડિસેમ્બરથી લાગૂ થશે.

ઈન્ટરનેશનલ પેસેન્જર્સની SOPમાં રિવ્યુની વાત કહેલી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રોનને લઈને ઈમરજન્સી બેઠક યોજી હતી. ગૃહ સચિવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની તારીખની સમીક્ષા કરવામાં આવશે. આવનારા દિવસોમાં વિશ્વની સ્થિતિ કેવી રહેશે તેના પર નિર્ભર રહેશે.

મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય સ્થળોએથી આવતા મુસાફરોના ટેસ્ટિંગ અને દેખરેખ સંબંધિત હાલના SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)ની પણ સમીક્ષા કરશે. ખાસ કરીને, તે મુસાફરો માટે એક અલગ SOP જારી કરવામાં આવશે જેઓ 'એટ રિસ્ક' શ્રેણીમાં મૂકવામાં આવેલા દેશોમાંથી આવી રહ્યા છે. આ સાથે દેશમાં મહામારીની સ્થિતિના ઉદભવ પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. એરપોર્ટ અને સી-પોર્ટના આરોગ્ય અધિકારીઓને ટેસ્ટિંગ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઓમિક્રોન પર વેક્સિનની અસર ઓછા પ્રમાણમાં થશે; AIIMS ચીફ બોલ્યા- તેના 30થી વધુ મ્યૂટેશન હાજર
દિલ્હી AIIMSના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ઓમિક્રોન કેટલો ખતરનાક બની શકે છે. તેમણે કહ્યું કે આ વેરિયન્ટના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં 30 થી વધુ મ્યુટેશન થયા છે, જેના કારણે તે વેક્સિનથી પણ બચી શકે છે. આવી સ્થિતિમાં, તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ કે વેક્સિનો વેરિયન્ટ્સ સામે કેટલી અસરકારક છે.

કેન્દ્રની રાજ્યોને સલાહ- હોટસ્પોટ્સ પર નજર રાખો, કડકાઈથી આઈસોલેશન લાગુ કરો
કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓમિક્રોન સંદર્ભે ક્વોરેન્ટાઇન અને આઇસોલેશનનો કડક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કંસર્ન તરીકે વર્ણવતા, તેમણે કહ્યું કે મહત્તમ ટેસ્ટિંગ કરો અને હોટસ્પોટ પર દેખરેખ વધારશો. તેમણે વેક્સિનેશનનો વ્યાપ વધારવા માટે પણ સૂચનાઓ આપી છે.

રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા મુસાફરોની ભૂતકાળની હવાઈ મુસાફરી વિશે માહિતી મેળવવાની પ્રક્રિયા છે અને તેને રાજ્ય સ્તરે જોવી જોઈએ. રાજ્યોએ પોઝિટિવિટી દર 5%થી નીચે રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

અપડેટ્સ...
ઓડિશાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલમાં કોરોના બ્લાસ્ટ, 25 વિદ્યાર્થીઓ પોઝિટિવ

ઓડિશાના મયૂરભંજ જિલ્લાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલની 25 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે મેડિકલ ઓફિસર ડો.રૂપવાનૂ મિશ્રાએ જણાવ્યું કે વિદ્યાર્થીઓમાં ખાંસી અને શરદીના લક્ષણો હતા. અમે રેપિડ એન્ટીજન્ટ ટેસ્ટ કરાવ્યો હતો. આ દરમિયાન 25 વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આ પહેલા કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં ફ્રેશર્સ પાર્ટી પછી સંક્રમિત થયેલાઓની સંખ્યા વધીને 306 થઈ છે. અહીં હજી પણ એક હજારથી વધુ સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.

ઓડિશાના મયૂરભંજ જિલ્લાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલની 25 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ઓડિશાના મયૂરભંજ જિલ્લાની સરકારી ગર્લ્સ હાઈસ્કુલની 25 વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મુંબઈમાં વિદેશથી આવનારા લોકો માટે નવા પ્રતિબંધો લાગુ
ઓમિક્રોનના ખતરાને જોતા મુંબઈમાં વિદેશીથી આવનારા લોકો માટે નવા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. આ અંતર્ગત શહેરમાં આવનારા લોકો પર નજર રાખવામાં આવશે અને તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવશે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન્સ મુજબ, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી હશે.

દેશમાં 24 કલાકમાં 8774 કોરોનાના કેસ મળ્યા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8774 કોરોનાના કેસ અને 621 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના કુલ 1.05 લાખ એક્ટિવ કેસ છે. રોજ આવતા કોરોનાના કેસનો આંકડો છેલ્લા 51 દિવસથી 20 હજારની નીચે છે અને 154 દિવસથી 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

કર્ણાટકની મેડિકલ કોલેજમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી 306 થયા
કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વધીને 281થી 306 થઈ છે. શનિવારે ધારવાડના DM નિતેશ પાટિલે કહ્યું હતું કે હજી કેટલાક સેમ્પલ્સનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ આંકડો વધી શકે છે.

કોલેજ કેમ્પસમાં બે હોસ્ટેલને સીલ કરવામાં આવી છે. સંક્રમિત વિદ્યાર્થીઓને તેમના હોસ્ટેલના રૂમમાં સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કેમ્પસમાં લોકોની અવરજવરને બંધ કરવામાં આવી છે. 17 નવેમ્બરે કોલેજમાં ફ્રેશર્સ પાર્ટીનું આયોજન થયું હતું, તેનાથી જ કોરોના ફેલાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે સંક્રમિતો ફુલ્લી વેક્સિનેટેડ હોવાના કારણે કોઈ ગંભીર કેસ મળ્યો નથી.

મહારાષ્ટ્રના પુનામાં સતત કેસ વધી રહ્યાં છે, આ કારણે અહીં પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રના પુનામાં સતત કેસ વધી રહ્યાં છે, આ કારણે અહીં પ્રતિબંધો લગાવવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવારે આજે બેઠક બોલાવી, પુનામાં ફરીથી લાગી શકે છે પ્રતિબંધો
મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજીત પવાર કોરોનાના નવા વેરિયન્ટ અને તૈયારીઓને લઈને રવિવારે તમામ જિલ્લા કલેકટરો અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. શનિવારે તેમણે પુનામાં અધિકારીઓ સાથે બેઠક કરી. પવાર પુનાના ગાર્જિયન મિનિસ્ટર છે. તેમણે કહ્યું કે પુનામાં કોરોનાની સ્થિતિ પહેલા કરતા સારી છે. બીજા દેશોમાંથી આવનારા લોકોની સંખ્યા વધુ છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. સ્થિતિને જોઈને પુનામાં પ્રતિબંધો પર વિચાર કરવામાં આવી શકે છે.

  • દક્ષિણ આફ્રિકામાં મળેલા કોરોનાના નવા મલ્ટીપલ મ્યુટેન્ટ વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો ભારત સુધી પહોંચી ગયો છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી બેંગલુરુ પરત આવેલા કર્ણાટકના બે લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંને લોકોને આઈસોલેટ કરવામાં આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે બંનેના સેમ્પલમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળ્યો નથી.
  • કર્ણાટકના મંત્રી આર અશોકે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી 1000થી વધુ લોકો પરત ફરી રહ્યાં છે. તમામનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે લોકો પહેલા બેંગલુરુ આવ્યા છે, તેમનો 10 દિવસ પછી વધુ એક ટેસ્ટ કરવામાં આવશે.
  • પાડોશી રાજ્ય તમિલનાડુએ રાજ્યના ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ પર સ્ક્રિનિંગની દેખરેખ માટે સ્વાસ્થ્ય વિભાગના 4 અધિકારીઓ તહેનાત કર્યા છે. આ અધિકારી ચેન્નાઈ, કોઈમ્બતુર, મદુરાઈ અને તિરુચિરાપલ્લી એરપોર્ટ પર રહેશે.
  • કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સંખ્યા વધીને 281 થઈ છે. અહીં શનિવારે 99 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યા છે. ધારવાડના DM નિતેશ પાટિલે કહ્યું- તમામ 1822 સેમ્પ્લનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ આંકડો હજી પણ વધી શકે છે.

દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના
દેશમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યું છે. 10 મોટા રાજ્યોમાં છેલ્લા 30 દિવસમાં 2400 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. તેમાં સૌથી વધુ 1700 સ્ટુડન્ટ મહારાષ્ટ્રના છે. સંક્રમિત થનારા મોટાભાગના વિદ્યાર્થીઓ ક્યાં તો પોતે લગ્ન કે પાર્ટીઓમાં સામેલ થયા હતા અથવા તો તેમના પરિવારના સભ્યો કોઈ કાર્યક્રમમાંથી પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...