• Home
  • National
  • Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85 year old woman lost her life in Ahmedabad

Corona update LIVE India / કુલ 663 કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- સંક્રમણના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના નક્કર પૂરાવા મળ્યા નથી; દલાઈ લામા દવા- ખાદ્ય ચીજવસ્તુની દાન કરશે

આંધ્ર પ્રદેશના ચિતૂરમાં લોકોએ જીવન જરૂરી ચીજવસ્તુ લેવા સોશ્યલ ડિસ્ટેંસિંગનું પાલન કર્યું
આંધ્ર પ્રદેશના ચિતૂરમાં લોકોએ જીવન જરૂરી ચીજવસ્તુ લેવા સોશ્યલ ડિસ્ટેંસિંગનું પાલન કર્યું
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ દુકાનો સામે ગોળાકાર બનાવતા દેખાય છે
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ દુકાનો સામે ગોળાકાર બનાવતા દેખાય છે
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
X
આંધ્ર પ્રદેશના ચિતૂરમાં લોકોએ જીવન જરૂરી ચીજવસ્તુ લેવા સોશ્યલ ડિસ્ટેંસિંગનું પાલન કર્યુંઆંધ્ર પ્રદેશના ચિતૂરમાં લોકોએ જીવન જરૂરી ચીજવસ્તુ લેવા સોશ્યલ ડિસ્ટેંસિંગનું પાલન કર્યું
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ દુકાનો સામે ગોળાકાર બનાવતા દેખાય છેપશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ દુકાનો સામે ગોળાકાર બનાવતા દેખાય છે
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad
Corona LIVE India / 631 case, 13 killed: 3rd death in Gujarat on Wednesday; An 85-year-old woman lost her life in Ahmedabad

  • ઓડિશામાં 1000 પથારીવાળી દેશની સૌથી મોટી હોસ્પિટલ બની રહી છે, 15 દિવસમાં શરૂ થશે
  • આંડમાનમાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો
  • રાજસ્થાનમાં વધુ બે લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો
  • કોરોના પોઝિટિવ વધુ એક 65 વર્ષીય મુંબઈની મહિલાએ આજે જીવ ગુમાવ્યો 
  • આજે મુંબઈ અને થાનેમાં બે નવા પોઝિટિવ કેસ નોંધાયા છે
  • હૈદરપુરાના દર્દીએ 7 માર્ચથી 22 માર્ચ સુધી દિલ્હી, દેવબંધ અને શ્રીનગરની મુસાફરી કરી હતી
  • આ પહેલા મહારાષ્ટ્રમાં 9 દિવસની અંદર કોરોના પોઝિટિવ 4 લોકોએ જીવ ગુમાવ્યા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 11:23 PM IST

નવી દિલ્હીઃ  દેશમાં કોરોના વાઈરસના અત્યાર સુધી 663 કેસ સામે આવ્યા છે.  ગુરુવારે દિલહીમાં પાંચ, ગુજરાતમાં 3 મહારાષ્ટ્રમાં 2 અને આંદામાનમાં 1 પોઝિટિવ મળ્યો હતો. આંદામાનમાં પહેલી વખત આ સંક્રમણનો કેસ સામે આવ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે એ રિપોર્ટનું ખંડન કર્યું છે, જેમાં કોરોના વાઈરસની કોમ્યુનિટી ટ્રાન્સમિશનની વાત કહેવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી ભારતમાં કોરોના સંક્રમણના કોમ્યુનિટી ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાના ઠોસ પ્રમાણ મળ્યા નથી. જો કે કોરોના સંક્રમિત વસ્તુ અથવા અન્ય કોઈ માધ્યમથી સંક્રમણથી અથવા સામાન્ય લોકો વચ્ચે ફેલાય છે તો તેને કોમ્યુનિટી સંક્રમણ કહેવામાં આવે છે. આ સાથે જ ઓરિસ્સા સરકારે કોર્પોરેટ્સ અને મેડિકલ કોલેજો સાથે ત્રિપક્ષીય કરાર કર્યો છે જેના હેઠળ રાજ્યમાં કોરોના દર્દીઓ માટે દેશની સૌથી મોટી હોસ્પિટલ બનાવાઈ રહી છે. જેમાં 1000 બેડ હશે. જે  15 દિવસમાં સેવાઓ આપવા લાગશે. સાથે જ કેનદ્ર સરકારે દવાઓની હોમ ડિલીવરીને મંજૂરી આપી દીધી છે. ઝડપથી તેનું નોટિફીકશન જાહેર કરી દેશે.

પ્રધાનમંત્રી મોદીએ પ્રધાનોને કહ્યું છે કે કોરોના સંક્રમણને દેશમાં ફેલાતુ અટકાવવા માટે કરવામાં આવતા પ્રયાસોની કમાન પોતાના હાથમાં લે. ન્યૂઝ એજન્સીએ પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રોને ટાંકી આ માહિતી આપી છે. પીએમઓ દ્વારા જારી પત્રમાં પ્રધાનોને કહેવામાં આવ્યું છે કે ગરીબ-નિરાશ્રિત લોકો માટે ભોજન-પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. વિવિધ વિસ્તારોમાં રહેલી રેશનની દુકાનોમાં આવશ્યક સામગ્રી, ખાદ્ય સામગ્રીની અછત ન સર્જાય તેના પર ધ્યાન આપવામાં આવે. દુકાનદાર કોઈ પણ વ્યક્તિ પાસેથી વધારે કિંમત ન વસૂલે તે સુનિશ્ચિત કરવામાં આવે. એક નેતા તરીકે આગળ આવી આ સ્થિતિનો સામનો કરવા પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવે.

દલાઈ લામાએ હિમાચલના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

દરમિયાન તિબ્બતના ધર્મગુરુ દલાઈ લામાના કાર્યલય તરફથી જારી  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 21 દિવસના લોકડાઉન સમયે તેઓ આવશ્યક ચીજવસ્તુઓ દાન કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દલાઈ લામાએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને આ અંગે પત્ર લખ્યો છે. અમે આવશ્યક દવાઓ અને ભોજન દાન કરશું. અમને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી સરકાર આ આપદાનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. લામાએ 12 ફેબ્રુઆરી બાદ તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો અટકાવી દીધા છે. 

રાજ્યમાં દેશની સૌથી મોટી હોસ્પિટલ  તૈયાર થઈ રહી છેઃ ગાંગુલીએ રૂપિયા 50 લાખ દાનની જાહેરાત કી

બીજી બાજુ ઓડિશા સરકારે કોર્પોરેટ અને મેડિકલ કોલેજો સાથે ત્રિપક્ષીય સમજૂતી કરી છે અને તે અંતર્ગત રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે દેશની સૌથી મોટી હોસ્પિટલ તૈયાર થઈ રહી છે. તેમાં 1000 બેડ હશે. તે 15 દિવસમાં કાર્યરત થઈ જશે. આ સાથે કેન્દ્ર સરકારે દવાઓની હોમ ડિલીવરીની મંજૂરી આપી છે. ટૂંક સમયમાં આ અંગે એક નોટિફિકેશન જારી કરવામાં આવશે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે ગરીબી રેખાની ન ીચે જીવતા લોકો માટે તે રૂપિયા 50 લાખના ચોખા માટે દાન આપશે.

છેલ્લા 24 કલાકમાં 42 કેસ સામે આવ્યાઃ આરોગ્ય મંત્રાલય

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસ સામે આવ્યા છે. 4 લોકોના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 650થી ઉપર છે. સોશ્યલ ડિસ્ટેન્સિંગ જરૂરી છે. તેનાથી ચેઈન ઓફ ટ્રાંશમિશનને તૂટી જાય છે.હજુ પણ સાવચેતી દાખવવાની જરૂર છે. લાપરવાહી ન દાખવો. રાજ્યો અને જિલ્લામાં લોકડાઉન 100 ટકા ફોલો કરવામાં આવે. તમામ લોકો નૈતિક જવાબદારી દાખવે. કોરોના સંક્રમણના દરમાં ઘટાડો થયો છે, પણ તેને લઈ હજુ પણ ગંભીર બનવાની જરૂર છે. રાજ્યોને અમે કોરોના હોસ્પિટલ તૈયાર કરવા કહ્યું છે. 17 રાજ્યએ કામગીરી શરૂ કરી દીધી છે. ડોક્ટરોને ઓનલાઈન તાલીમ આપવામાં આવી રહી છે.

દિલ્હીમાં ડોક્ટરના સંપર્કમાં આવેલા 800 લોકો ક્વોરેન્ટાઈન 
દિલહીના મોહલ્લા ક્લિનીકની એક ડોક્ટર તેની પત્ની, દીકરી અને બે અન્ય કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ લોકો સાઉદી અરબથી આવેલી એક મહિલાના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા હતા. હવે આ લોકોના સંપર્કમાં આવેલા 800 લોકોને ક્વોરેન્ટાઈન કરી દેવાયા છે. આ સાથે જ દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 36 થઈ ગઈ છે. 

16 દિવસમાં 18 પોઝિટિવ દર્દીઓના મોત થયા છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 65 વર્ષીય દર્દીએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં 65 વર્ષની મહિલાનું મોત થયું છે. ગુજરાતના ભાવનગરમાં પણ 70 વર્ષના વૃદ્ધે અને રાજસ્થાનના ભીલવાડામાં એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત કર્ણાટકમાં પણ એક મહિલાનું મોત થયું છે. 

અપડેટ્સ

  • રાજસ્થાનઃ અહીંયા પોલીસે રિટેલ શોપ માલિકો સાથે આ વ્યવસ્થાને યોગ્ય રીતે લાગુ કરવા માટે મિટિંગ કરી હતી. ત્યારબાદ પોલીસ અને તંત્રએ સખતાઈ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા સ્થળો પર લોકોએ સોશ્યલ ડિસ્ટેસિંગનું પાલન કર્યું પરંતુ ઘણી એવી જગ્યાઓ પણ હતી, જ્યાં ભીડભાડ અને નિયમ તોડવા જેવા નજારા જોવા મળ્યા હતા. બહાર નીકળતા લોકોનું ચલણ કપાઈ રહ્યું છે અને સાથે જ પોલીસે ચેતવણી આપી છે કે નિયમ તોડવા પર જેલ પણ થઈ શકે છે.
  • પંજાબઃ રાજ્ય સરકાર તરફથી લગાવાયેલો કર્ફ્યૂનો ગુરુવારે ચોથો અને દેશવ્યાપી લોકડાઉનનો બીજો દિવસ છે. જેના કારણે રાજ્યના વિવિધ શહેરોના રસ્તા પર સન્નાટો છવાયો છે. એક બે વાહનો અથવો કોઈ ચાલતું રસ્તા પર જોવા મળી રહ્યું છે. રસ્તા પર અથવા તો પોલીસ અથવા જરૂરી સામાન લેવા માટે નીકળશે. બિનજરૂરી બહાર નીકળેલા લોકો પર પણ પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. પંજાબમાં માર્ચ મહિનામાં  લગભગ 94 હજાર NRI અથવા વિદેશ યાત્રા કરીને પાછા આવેલા લોકો છે. જેમાંથી લગભગ 30 હજાર લોકોની ભાળ મેળવીને તેમને આઈસોલેટ કરાયા છે. સાથે જ અન્ય લોકોની તપાસ ચાલી રહી છે.
  • રાજસ્થાનમાં વધુ બે લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 45 વર્ષીય જયપુરના એક વ્યક્તિ અને 35 વર્ષીય ઝુઝુનૂંના એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને વ્યક્તિઓ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. રાજસ્થાનમાં કુલ કેસની સંખ્યા વધીને 40 થઈ છે.
  • દિલ્હીના મોહલ્લા ક્લિનીકનો એક ડોક્ટર તેમની પત્ની, દીકરી અને બે અન્ય કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ લોકો સાઉદી અરબથી આવેલી એક મહિલાના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા હતા. હવે આ લોકોના સંપર્કમાં આવેલા 800 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે જ દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 36 થઈ ગઈ છે. બુધવારે દેશમાં 95 નવા કેસ સામે આવ્યા છે. 
  • લખનઉઃ ગુરુવારે સવારે લોકોએ સોશ્યલ ડિસ્ટેસિંગનું પાલન કરી રાશાન, દૂધ તથા દવાઓ ખરીદી હતી. રોડ પર સન્નાટો છવાયો હતો. પોલીસ માત્ર એવા લોકોને જ ઘરમાંથી બહાર કાઢવાની મંજૂરી આપી રહી છે, જેમણે કોઈ ઈમરજન્સી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીનિયર અધિકારીઓની બેઠક કરી હતી. તેમાં પણ સોશ્યલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
  • ઝારખંડઃ સવારે રાજધાની રાંચી, જમશેદપુર, ધનબાદ, ગુમલા, લાતેહાર, ગિરિડીહ, પલામૂ વગેરે શહેરોમાં પહેલા દિવસના મુકાબલે બજારમાં ઓછી ભીડ જોવા મળી હતી. સરકાર તરફથી રાશનની દુકાન, શાકભાજી મંડીઓ ખુલ્લી રહેવાની જાહેરાત બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જેથી રસ્તા પર લોકોની ઓછી ભીડ જોવા મળી હતી
  • બિહારઃ બિહારમાં 21 દિવસ સુધી ચાલનાકા લોકડાઉનનો આજે બીજો દિવસ છે. પટના, ભાગલપુર, ગયા, મુઝફ્ફરપુર સહિત આખા બિહારમાં લોકડાઉનની અસર જોવા મળી રહી છે. સવારે લોકો ઘરની બહાર રાશન, શાકભાજી અને દૂધ ખરીદવા બહાર નીકળ્યા હતા, દિવસે રસ્તા પર સન્નાટો જોવા મળ્યો હતો. તંત્ર લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ સખતાઈ કરી રહ્યું છે, આવા 41 લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે અને 9ની ધરપકડ કરી હતી. તો બીજી તરફ રાજ્યમાં કોરોના સંક્રમણના અત્યાર સુધી 6 કેસ સામે આવી ચુક્યા છે. તો બીજી તરઉ રાજ્યમાં મુંગેરના જે યુવકનો જીવ ગયો હતો. તેના ઘરની એક મહિલા અને પાડોશીના એક બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલા 38 વર્ષની છે, જ્યારે બાળકની ઉંમર 12 વર્ષની છે. 38 વર્ષના સૈફ અલીના સંપર્કમાં આવનારા 56 લોકોની તપાસ કરાવાઈ છે. 

  • દિલ્હીઃ કોરોના વાઈરસના કારણે દેશમાં લોકડાઉન કરાયું છે. પરંતુ જરૂરિયાતના કામકાજના ક્ષેત્ર ચાલું રહેશે. આ સાથે જ દિલ્હી પોલીસે ઘણા રિટેલર કંપનીનું લિસ્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ઘરે ફુડ ડિલેવરીને ચાલું રાખવામાં આવશે જે પણ વ્યક્તિ આ ડિલેવરી કરવા જશે તેની પાસે આઈકાર્ડ હોવું જરૂરી છે. શેરીઓના ક્લિનીક પણ ખુલ્લા રહેશે.
  • કોરોના પોઝિટિવ વધુ એક 65 વર્ષીય મુંબઈની મહિલાએ આજે જીવ ગુમાવ્યો છે. જોકે તેમનું મૃત્યુ કેમ થયું તે અંગેનું કારણ હજી જાણવાનું બાકી છે. આ અંગેની માહિતી મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે આપી છે.
  • આ સિવાય મુંબઈ અને થાનેમાંથી એક-એક એમ બે નવા પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી 124 થઈ છે.
  • ગુજરાતમાં કોરોનાના કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોનાએ ભોગ લીધો છે. જ્યારે રાજ્યમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસોની સંખ્યા 43 થઈ છે. 

બુધવારે દેશમાં 95 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. ગોવામાં મોડી રાતે ત્રણ કેસ પ્રકાશમાં આવ્યા છે. ત્રણે તાજેતરમાં જ વિદેશમાંથી ભારત આવ્યા હતા. તેમાંથી એક 25 વર્ષનો વ્યક્તિ સ્પેનમાંથી જ્યારે એક ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો હતો. જ્યારે 55 વર્ષનો ત્રીજો સંક્રમિત અમેરિકાની મુસાફરી કરીને આવ્યો હતો. બીજી તરફ અમદાવાદમાં 85 વર્ષની મહિલાએ બુધવારે જીવ ગુમાવ્યો હતો. ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, મહિલા થોડા દિવસો પહેલા જ વિદેશમાંથી પરત ફરી હતી. તબિયત ખરાબ થવા પર 22 માર્ચે તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગોવામાં બુધવારે કોવિડ-19થી સંક્રમિત વધુ 3 દર્દીઓ મળ્યા છે. આ ત્રણે હાલ વિદેશમાંથી ભારત પરત ફર્યા છે. તેમાંથી એક 25 વર્ષનો વ્યક્તિ સ્પેનમાંથી જ્યારે 29 વર્ષનો શખ્સ ઓસ્ટ્રેલિયમાંથી પરત આવ્યો હતો. આ સિવાય 55 વર્ષનો ત્રીજો સંક્રમિત અમેરિકાની મુસાફરી બાદ દેશમાં આવ્યો હતો.

દેશના તમામ ટોલ બુથ પર અનિશ્ચિત સમય માટે ચાર્જ લેવાનું બંધ

આ દરમિયાન કોરોનાવાઈરસના ખતરાને જોતા રોડ અને પરિવહન મંત્રાલયએ અનિશ્ચિત સમય માટે દેશના તમામ ટોલ પ્લાઝા પર ચાર્જ ન લેવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે આમ કરવાથી સમયની બચત થશે. બીજી તરફ એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ગુરુવારે ઈઝરાયલના 300 નાગરિકોને લઈને તેલ અવીવ જશે.

મોડી રાતે તમિલનાડુમાં 3 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા

તમિલનાડુમાં કોવિડ-19ના 3 નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં 18 વર્ષના એક યુવક, 63 અને 66 વર્ષના બે સિનિયર સિટિઝન્સનો સમાવેશ થાય છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે 18  વર્ષના યુવકને રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયો છે. જ્યારે એક દર્દી થાઈલેન્ડના નાગરિકના સંપર્કમાં આવવાના કારણે પોઝિટિવ છે. આ વાઈરસથી સંક્રમિત 63 વર્ષના સિનિયર સિટિઝન્સ તાજેતરમાં જ દુબઈથી પરત આવ્યા હતા. તેને વલાજાહ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

અમેરિકાની એમ્બેસીએ ભારતમાં ફસાયેલા નાગરિકોને કાઢવાની કોશિશ શરૂ કરી 

બીજી તરફ અમેરિકાની એમ્બેસીએ ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને કહ્યું- અમેરિકાના નાગરિકો ભારતના કાયદાનું પાલન કરે. અહીં 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જરૂરી વ્યવસ્થા માટે અમે ભારત સરકારના સંપર્કમાં છે. નાગરિકોને કાઢવા માટે અમેરિકાની સરકાર અને એરલાઈન કંપનીઓ સાથે વાતચીત ચાલુ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી