તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:ટેસ્ટિંગનો આંકડો 7 કરોડને પાર; દરરોજ 10 લાખની વસ્તીમાં 50 હજાર લોકોની તપાસ, આ પૈકી 4200 સંક્રમિત મળી રહ્યા છે; અત્યાર સુધી 59.37 લાખ કેસ

નવી દિલ્હી7 મહિનો પહેલા
 • દેશમાં અત્યાર સુધી 93 હજારથી વધારે લોકોના જીવ ગયા, 9.63 લાખ દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે
 • મહારાષ્ટ્રમાં દર્દીનો આંકડો 13 લાખને પાર, અહીં અત્યાર સુધી 34 હજાર લોકોના જીવ ગુમાવી ચુક્યા છે

દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 7 કરોડને પાર થઈ ગયો ચે. અત્યાર સુધીમાં 7 કરોડ 12 લાખથી વધારે લોકોની તપાસ થઈ ચુકી છે. આ પૈકી 8.33 ટકા એટલે કે 59 લાખ 37 હજાર 589 લોકો સંક્રમિત મળ્યા છે. પ્રત્યેક 10 લાખની વસ્તીમાં 50 હજાર 803 લોકોની તપાસ થઈ રહી છે. આ પૈકી 4,200 લોકો પોઝિટિવ જણાયા છે.

સપ્ટેમ્બરના આ 26 દિવસમાં સૌથી વધારે તપાસ થઈ છે. આ સમયમાં 2.70 કરોડ લોકોના ટેસ્ટ થયા છે અને તે પૈકી 22.92 લાખ લોકો સંક્રમિત થયા છે. આ અગાઉ ઓગસ્ટમાં 2.39 કરોડ લોકોની તપાસ થઈ હતી અને તે પૈકી 19.90 લાખ દર્દી મળ્યા હતા.

રાહતની વાત એ છે કે કુલ સંક્રમિતોમાં 48 લાખ 80 હજાર 262 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 9 લાખ 63 હજાર 779 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. જ્યારે 93 હજાર 724 લોકોના જીવ ગયા છે.

અદાર પૂનાવાલાએ કેન્દ્ર સરકારને પૂછ્યું- વેક્સીન માટે શુ 80 હજાર કરોડ રૂપિયા છે?
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પુનાવાલાએ કોરોના વેક્સીનને લઈ શનિવારે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું છે કે શુ કેન્દ્ર સરકાર પાસે કોવિડ-19 વેક્સીન ખરીદવા અને વિતરણ કરવા માટે આગામી એક વર્ષમાં 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે છે?

પૂનાવાલાએ લખ્યુ- આ પ્રશ્ન એટલા માટે કારણ કે ભારતમાં સૌને માટે વેક્સીન ખરીદવા તથા તેનું વિતરણ કરવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે આટલી રકમની જરૂર પડશે. પૂનાવાલાએ PMOને ટેગ કર્યું અને લખ્યુ આ એક મોટો પડકાર છે, જેનો સામનો કરવો પડશે.

દેશમાં અત્યાર સુધીમાં 59 લાખ 4 હજાર 392 લોકો સંક્રમિત થયા છે. જેમાંથી 48 લાખ 49 હજાર 114 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 93 હજાર 424 દર્દીઓના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટના જણાવ્યા પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

 • ઓરિસ્સા દેશનું 8મું રાજ્ય છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 2 લાખથી વધુ થઈ ગઈ છે. શુક્રવારે અહીંયા 4208 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 1 હજાર 96 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી અને પશ્વિમ બંગાળમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખથી વધુ થઈ ગઈ છે.
 • ગુરુવારે રેકોર્ડ 14 લાખ 92 હજાર 409 લોકોની તપાસ કરવામાં આવી છે. કોરોના ટેસ્ટિંગના કારણે આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે 12 લાખ લોકોની તપાસ કરવામાં આવી હતી. 6.89 કરોડ લોકોની તપાસ થઈ ચુકી છે.
 • હવે દર 10 લાખની વસ્તીમાં દર્દીઓ નોંધાવાની સંખ્યા વધી ગઈ છે. હવે આટલી વસ્તીમાં 4210 લોકો સંક્રમિત મળી રહ્યા છે. 20 સપ્ટેમ્બર સુધી 4200 દર્દી નોંધાઈ રહ્યા હતા. આટલી જ વસ્તીમાં મરનારની સંખ્યા પણ 67 થઈ ગઈ છે.
 • PGI ચંદીગઢમાં શુક્રવારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિન કોવીશિલ્ડનો ટ્રાયલ શરૂ થઈ ગયો છે. અહીંયા વેક્સિનનો ડોઝ લેવા માટે 400 વોલન્ટિયર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

રાજ્યમાં માસ્ક વગર ફરતા લોકો પર કડક વલણ અપનાવવાનું શરૂ થઈ ગયું છે, જેની અસર ભોપાલની જિલ્લા કોર્ટમાં શુક્રવારે જોવા મળી હતી. અહીંયા પોલીસે કેમ્પસમાં માસ્ક ન પહેરનાર પાંચ લોકો પર 500-500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શુક્રવારે એમપી નગર પોલીસે પણ 10 લોકો વિરુદ્ધ માસ્ક ન પહેરવા અંગે કાર્યવાહી કરી હતી.

2. રાજસ્થાન
શુક્રવારે કોરોનાના સૌથી વધુ 2010 નવા કેસ સામે આવ્યા હતા. 15 દર્દીઓના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 1 લાખ 24 હજાર 730 કેસ નોંધાયા છે, 1 લાખ 4 હજાર 288 સંક્રમિત સાજા થઈ ચુક્યા છે, 1412ના મોત થયા છે. 19 હજાર 30 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી લગભગ 30 લાખ ટેસ્ટિંગ કરવામાં આવી ચુક્યા છે. રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં 30% બેડ કોરોના સંક્રમિતો માટે રિઝર્વ રાખવાનો આદેશ આપ્યો છે.

3. બિહાર
શુક્રવારે 1632 સંક્રમિતોની ઓળખ કરવામાં આવી છે. રાહતની વાત તો એ છે કે રાજ્યમાં શુક્રવારે જ સૌથી વધુ 1810 દર્દી સાજા પણ થયા છે. ત્રણ સંક્રમિતોના મોત પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 75 હજાર 898 કેસ નોંધાઈ ચુક્યા છે. જેમાંથી 1 લાખ 61 હજાર 510 સાજા થઈ ચુક્યા છે, જ્યારે 13 હજાર 506ની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 881 દર્દીઓના મોત થયા છે.

4. મહારાષ્ટ્ર
શુક્રવારે સંક્રમણના 17 હજાર 794 નવા કેસ નોંધાયા હતા. અહીંયા અત્યાર સુધી 13 લાખ 757 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 416 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 34 હજાર 761 લોકોના મોત થયા છે.

5. ઉત્તરપ્રદેશ
શુક્રવારે 4519 કેસ નોંધાયા અને 6075 લોકો સાજા થઈ ગયા હતા. આ સતત આઠમો દિવસ હતો, જ્યારે નવા દર્દીઓથી વધુ લોકો સાજા થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી 3 લાખ 78 હજાર 533 લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી 82.86% એટલે કે 3 લાખ 13 હજાર 686 દર્દી સાજા થઈ ચુક્યા છે. 59 હજાર 397 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 5 હજાર 450 લોકોના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો