• Gujarati News
  • National
  • 2.62 Lakh Cases Were Reported In A Single Day, 1.08 Patients Recovered; Both Figures Are The Highest In The Third Wave

કોરોના દેશમાં LIVE:દેશમાં એક્ટિવ કેસ 13 લાખને પાર, 90 હજાર નવા દર્દી નોંધાયા; દિલ્હીમાં નવા કેસો ઘટ્યા પણ પોઝિટિવિટી રેટ 31% થયો

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 5,753 થઈ છે

શુક્રવારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 13 લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સાંજે 6.30 વાગ્યા સુધીમાં 90,542 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 36,889 લોકોને રજા આપવામાં આવી હતી, જ્યારે 63 લોકોના મોત થયા છે.

હવે દેશમાં કુલ 13 લાખ 19 હજાર 789 એક્ટિવ કેસ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3.66 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવ્યા છે, જેમાંથી 3.48 કરોડ લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 4 લાખ 85 હજાર 413 લોકોના મોત થયા છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન શુક્રવારે 24,383 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા બે દિવસ કરતા ઓછા છે. આ દરમિયાન 34 લોકોના મોત થયા છે, જ્યારે 26,236 લોકોને રજા આપવામાં આવી છે.

નવા કેસોની સંખ્યા ગુરુવારે મળેલા 28,867 અને બુધવારે મળી આવેલા 27,561 નવા દર્દીઓ કરતાં ઓછી હોઈ શકે છે, પરંતુ પોઝિટિવિટી રેટમાં વધારો હજુ પણ ચિંતાનું કારણ છે. રાજ્યનો પોઝિટિવિટી રેટ ગુરુવારે 26% થી 29% હતો અને શુક્રવારે તે 31% પર પહોંચી ગયો છે.

કોવેક્સિન હવે યુનિવર્સલ વેક્સિનઃ ભારત બાયોટેક
ભારત બાયોટેકે કહ્યું હતું કે તેની કોવેક્સિન હવે મોટાઓ અને બાળકો માટે સમાન રસીની રીતે વાપરી શકાશે. કંપની સાથે જોડાયેલા અધિકારીઓએ દાવો કર્યો છે કે COVID-19ની વિરુદ્ધ અમે વૈશ્વિક વેક્સિન વિકસિત કરવાનો જે સંકલ્પ કર્યો હતો એ હવે પૂરો થઈ ગયો છે. આ વેક્સિન બનાવવા અને લાઈસન્સની તમામ પ્રક્રિયાને પૂરી કરી લેવામાં આવી છે.

ઓમિક્રોનનો આંકડો 5 હજારને પાર
દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે. હાલ દેશમાં નવા વેરિયન્ટ એટલે કે ઓમિક્રોનના કેસની સંખ્યા 5,753 થઈ છે.

દેશમાં 11 લાખથી વધુ એક્ટિવ કેસ
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી ગુરુવારે બહાર પાડવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,47,417 નવા કેસ આવ્યા, જ્યારે આ દરમિયાન 84825 દર્દી સાજા થયા છે. જોકે દેશમાં હાલ 11,17,531 એક્ટિવ થયા છે. પોઝિટિવિટી રેટ 13.11 ટકા થયો છે.

5 સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,406 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 34,658 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે 36 લોકોના મૃત્યુ થયા છે.
2. દિલ્હી
દિલ્હીમાં ગુરુવારે 28,867 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ 8 મહીના પછી રાજ્યમાં એક દિવસમાં નવા સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા છે.
3. કર્ણાટક
અહીં ગુરુવારે 25,005 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 2,363 લોકો સાજા થયા અને 8 લોકોના મત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 31.24 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 29.70 લાખ લોકો સાજા થયા છે.
4. પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળમાં ગુરુવારે 23,467 નવા કેસ નોંધાયા છે. બંગાળમાં આ દરમિયાન 8139 દર્દી સાજા થયા છે. જ્યારે 26 લોકોના મૃત્યુ થયા છે.

5. તમિલનાડુ
અહીં ગુરુવારે 24 કલાક દરમિયાન 20,911 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 6235 દર્દી સાજા થયા અને 25 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 28.68 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...