• Gujarati News
  • National
  • With 67,000 Active Cases Dropped In 21 Days, The Situation Could Return To Normal By The End Of March

કોરોના દેશમાં:બ્રાઝીલે હનુમાનજીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભારતનો આભાર વ્યક્ત કર્યો, ભારતે કોવીશીલ્ડ વેક્સિનના 20 લાખ ડોઝ મોકલ્યા હતા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર એમ બોલ્સનારોએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો - Divya Bhaskar
બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર એમ બોલ્સનારોએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો
  • તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ નેતા જયલલિતાનાં ખાસ ગણાતાં શશિકલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

બ્રાઝીલે કોરોના વેક્સિન મોકલવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર એમ બોલ્સનારોએ હનુમાનજીનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે અમે ભારત જેવા સાથીને મેળવી સન્માન અનુભવી રહ્યા છીએ. ભારતે આ ગ્લોબલ ક્રાઈસિસના સમયમાં અમારી શક્ય તમામ મદદ કરી છે. ભારતથી બ્રાઝીલને થનારી વેક્સિનની નિકાસ બદલ આભાર વ્યક્ત કરી છીએ.

ભારતે વેક્સિન કોવીશીલ્ડના 20 લાખ ડોઝ બ્રાઝીલ મોકલ્યા હતા. તેનો પહેલો પુરવઠો શુક્રવારે બ્રાઝીલ પહોંચી ગયો. તાજેતરમાં જ બ્રાઝીલે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની વેક્સિનના ઈમર્જન્સી વપરાશ માટે મંજૂરી આપી હતી. ભારતમાં કોવીશીલ્ડને પણ એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડે તૈયાર કરી છે. જેનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટર કરી રહી છે.

21 દિવસમાં 67 હજાર એક્ટિવ કેસ ઓછા થયા
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આ મહિને 21 દિવસમાં 66,873 એક્ટિવ કેસ, એટલે કે સરેરાશ 3,184 દર્દી ઓછા થયા છે. અત્યારે 1.84 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે. દર્દીની આ ઝડપ ઓછી થતી રહી તો 58 દિવસમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. ત્યારબાદ એક-બે કેસ જ આવશે.

શુક્રવારે 14,246 નવા સંક્રમિત મળ્યા, 17,034 સાજા થયા અને 151નાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધીમાં 1.06 કરોડ કેસ આવી ચૂક્યા છે. એમાંથી 1.02 કરોડ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.53 લાખ દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • તામિલનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ નેતા જયલલિતાનાં ખાસ ગણાતાં શશિકલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલાં તેઓ બેંગલુરુની બોરિંગ હોસ્પિટલમાં દાખલ હતાં. તબિયત વધુ બગડવા પર તેમને વિક્ટોરિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આવકથી વધુ સંપત્તિના મામલામાં શશિકલા બેંગલુરુની પરાપ્પના અગ્રહારા જેલમાં છે.
  • કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ગુરુવારે 20 લાખને વટાવી ગઈ છે. એ સંખ્યામાં વિશ્વના 10માં સૌથી વધુ પ્રભાવિત દેશ જર્મનીના સંક્રમિતોથી એક લાખથી થોડી ઓછી છે. જર્મનીમાં અત્યારસુધીમાં 21.09 લાખ કેસ આવ્યા છે.

5 રાજ્યની સ્થિતિ

1. દિલ્હી

અહીં ગુરુવારે 227 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 246 દર્દી સાજા થયા અને આઠનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 6.33 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 6.20 લાખ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10782 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે, 2,120 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ

અહીં ગુરુવારે 301 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 704 દર્દી સાજા થયા અને છનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.52 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 2.44 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3776 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે, 4559 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત

અહીં ગુરુવારે 471 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 727 દર્દી સાજા થયા અને એકનું મોત થયું છે. અત્યારસુધીમાં 2.57 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 2.48 લાખ દર્દી સાજા થયા છે, જ્યારે 4732 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે, 5391 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન

અહીં ગુરુવારે 265 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 406 દર્દી સાજા થયા અને બેનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 3.16 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 3.09 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2756 સંક્રમિતોએ જીવ ગુમવ્યો છે, 3934 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર

અહીં ગુરુવારે 2886 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 3980 દર્દી સાજા થયા અને 52નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 20 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 19 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 50634 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે, 45622 દર્દીની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...