તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:મહારાષ્ટ્ર નજીક છિંદવાડામાં આજથી આગામી 3 દિવસ સુધી લોકડાઉન; બૈતુલ, રતલામ અને ખરગોનમાં કાલથી બે દિવસ સુધી બધું જ બંધ

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • 24 કલાકમાં 72 હજારથી વધુ સંક્રમિત નોંધાયા, 458નાં મૃત્યુ; નવા દર્દીઓનો આંકડો છેલ્લા 172 દિવસમાં સૌથી વધુ
  • દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.22 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે
  • મૃત્યુનો આ આંકડો છેલ્લા 116 દિવસમાં સૌથી વધુ છે

મધ્યપ્રદેશમાં કોરોનાની ગતિ ડરાવવા લાગી છે. 24 કલાકમાં 2,546 સંક્રમિત કેસ મળ્યાં છે. 12 લોકોના મોત નિપજ્યા છે. આ આંકડો 6 મહિનામાં સૌથી વધુ છે. વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને છિંદવાડા, બૈતુલ, ખરગોન અને રતલામમાં 2થી 3 દિવસ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. નીમચમાં સન્ડેનાં રોજ લોકડાઉન રહેશે.

મહારાષ્ટ્રની સરહદથી લાગેલા છિંદવાડામાં ગુરૂવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 80 કલાકનું લોકડાઉન લગાડવામાં આવ્યું છે. કલેક્ટર સૌરભ સુમનના જણાવ્યા મુજબ લોકડાઉન શહેરી ક્ષેત્રો તથા શહેરથી 5 કિલોમીટરની અંદરના એરિયામાં લાગશે. આ દરમિયાન માત્ર ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. અહીં 24 કલાકમાં 40 દર્દી મળ્યા છે. બૈતુલમાં 63 અને ખરગોનમાં 77 સંક્રમિત મળ્યા બાદ શુક્રવાર સાંજે 8 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે.

રતલામમાં બે દિવસનું લોકડાઉન, પહેલી વખત નીમચમાં સન્ડે લોકડાઉન
રતલામમાં શુક્રવારે રાત્ર 10 વાગ્યાથી સોમવાર સવાર 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. અહીં દવા અને મેડિકલ સુવિધા સિવાયત તમામ સંસ્થાઓ બંધ રાખવામાં આવશે. દૂધ વિતરણ માટે સવારે અને સાંજે દૂધ વિક્રેતાઓને હોમ ડિલીવરીની છૂટ આપવામાં આવી છે. નીમચમાં એક દિવસ રવિવારે લોકડાઉન રહેશે. રતલામમાં 24 કલાકમાં 84 કેસ, જ્યારે નીમચમાં 27 કેસ મળ્યા છે.

દેશમાં છેલ્લાં 172 દિવસમાં સૌથી વધુ કેસ
દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અહીં બુધવારે 72,072 સંક્રમિતો નોંધાયા છે, 40,417 લોકો સાજા થયા અને 458 દર્દીનાં મૃત્યુ થયાં છે. નવા દર્દીઓના આંકડા છેલ્લા 172 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 10 ઓક્ટોબર 74,418 કેસ આવ્યા હતા. મૃત્યુઓનો આ આંકડો છેલ્લા 116 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 5 ડિસેમ્બરે 482 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.22 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.80 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે RT-PCR ટેસ્ટના રેટ નક્કી કર્યા છે. કલેક્શન સેન્ટર પર ટેસ્ટ કરાવવા પર હવે 500 રૂપિયા આપવા પડશે. કોવિડ સેન્ટર, ક્વોરન્ટીન સેન્ટર અને આઈસોલેશન સેન્ટર પર એના માટે 600 અને ઘરે ટેસ્ટ કરાવવા માટે 800 રૂપિયાથી વધુની રકમ લઈ શકાશે નહિ.
  • જે રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યાંથી દિલ્હી આવનારા મુસાફરીનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને ઈન્ટર-સ્ટેટ બસ ટર્મિનસમાં રેન્ડમ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • દેશના પૂર્વ વડાપ્રધાન અને JDS નેતા એચડી દેવગૌડાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ બુધવારે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી છે. દેવગૌડા સિવાય તેમનાં પત્ની ચેન્નામાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. આ અંતર્ગત વેક્સિન લેવા માટે લોકો CoWin પોર્ટલ પર 1 એપ્રિલ એટલે કે ગુરુવાર બપોર પછી રજિસ્ટ્રેશન કરી શકશે. એ પછી તેઓ સરકારી કે કોઈ ખાનગી હોસ્પિટલમાં જઈને વેક્સિન લઈ શકશે.

7 અગ્રણી રાજ્યની સ્થિતિ...
1. મહારાષ્ટ્રઃ 2 દિવસના ઘટાડા પછી કેસ વધ્યા
અહીં બુધવારે 39,544 નવા દર્દીઓ મળ્યા. આ પહેલાં 2 દિવસથી સતત કેસ ઘટી રહ્યા હતા. મંગળવારે 27,918, સોમવારે 31,643 અને રવિવારે 40,414 લોકો પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 28.12 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 24 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 54649નાં મૃત્યુ થયાં છે. અહીં હાલ 3.56 લાખ લોકોની સારવાર ચાલી રહી છે.

2. પંજાબઃ અહીં બુધવારે લગભગ 3000 નવા કેસ આવ્યા
અહીં બુધવારે 2944 નવા દર્દી મળ્યા છે. 2788 દર્દી સાજા થયા, જ્યારે 55નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 2.39 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 2.09 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6868નાં મૃત્યુ થયાં છે. હાલ 23832 લોકોની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાતઃ રોજના 2000થી વધુ સંક્રમિત મળી રહ્યા છે
અહીં બુધવારે 2360 નવા કોરોનાના દર્દી મળ્યા. 2004 દર્દી સાજા થયા, જ્યારે 9નાં મૃત્યુ થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 3.07 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 2.90 લાખ સાજા થયા છે, જ્યારે 4519 દર્દીનાં મૃત્યુ થયાં છે અને હાલ 12610 લોકોની સારવાર ચાલી રહી છે.

4. મધ્યપ્રદેશઃ એક્ટિવ કેસ 17 હજારને પાર
અહીં બુધવારે 2332 નવા દર્દી મળ્યા. 1261 લોકો સાજા થયા, જ્યારે 9નાં મૃત્ય થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.95 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 2.74 લાખ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 3986નાં મૃત્યુ થયાં છે. હાલ 17096 લોકોની સારવાર ચાલી રહી છે.

5. દિલ્હીઃ બુધવારે 1800થી વધુ કેસ આવ્યા
અહીં બુધવારે 1819 નવા કેસ આવ્યા. 399 દર્દી સાજા થયા અને 11 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે. અત્યારસુધીમાં 6.62 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે, 6.42 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 11027 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ 8838ની સારવાર ચાલી રહી છે.

6. હરિયાણાઃ બે દિવસ પછી 1000થી વધુ દર્દી આવ્યા
અહીં બુધવારે 1106 નવા દર્દી મળ્યા, 809 સાજા થયા અને 8નાં મૃત્યુ થયાં છે. આ સતત બીજો દિવસ છે, જ્યારે રાજ્યમાં હજારથી ઓછા સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 2.90 લાખ લોકો આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 2.77 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 3155નાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં હાલ 9726 દર્દીની સારવાર ચાલી રહી છે.

7. રાજસ્થાનઃ એક્ટિવ કેસનો આંકડો 8500ને પાર
અહીં બુધવારે 906 સંક્રમિતોની ઓળખ થઈ છે. 393 દર્દી સાજા થયા અને 5 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 3.33 લાખ દર્દી આ મહામારીથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાંથી 3.21 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2818એ જીવ ગુમાવ્યો છે. હાલ 8663 દર્દીની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો