કોરોના ઈન્ડિયા LIVE:કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

નવી દિલ્હી2 વર્ષ પહેલા
 • દેશમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારનો કુલ આંક એક હજારને પાર થયો
 • પશ્ચિમ બંગાળમાં લોકડાઉન તોડી બજારમાં ભીડ ઉમટી પડી, પોલીસ ઉપર પથ્થરમારો કર્યો
 • દિલ્હીમાં CRPFના જવાનનું કોરોનાને લીધે મોત, મધ્ય પ્રદેશમાં ત્રણ સંક્રમિતોના મોત
 • દિલ્હીના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત 60 સ્ટાફ કોરોના પોઝિટિવ
 • આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, 17 જિલ્લામાં છેલ્લા 28 દિવસોથી એક પણ પોઝિટિવ મળ્યા નથી
 • મંગળવારે રાજસ્થાનમાં 66, આંધ્રપ્રદેશમાં 82 અને કર્ણાટકમાં કોરોનાના 8 નવો કેસ મળ્યા

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30,631 થઈ ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક એક હજારને પાર થયો છે. મંગળવારે ગુજરાતમાં 226, મધ્ય પ્રદેશમાં 222, દિલ્હીમાં 206, રાજસ્થાનમાં 102, તમિલનાડુમાં 121, આંધ્ર પ્રદેશમાં 82, પશ્ચિમ બંગાળમાં 48 સહિત 1100 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  નાગાલેન્ડ સરકારે ઈંધણ પર કોવિડ-19 સેસ લગાવ્યો છે. રાજ્ય સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો છે. આ પ્રકારનું પગલું ભરનાર તે દેશનું પ્રથમ રાજ્ય છે. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં હાવડામાં લોકડાઉન તોડી સેંકડો લોકો બજારમાં આવી ગયા હતા. જ્યારે પોલીસે તેમને ઘરે પરત મોકલવાનો પ્રયત્ન કર્યો તો તેમની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 2 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. પંજાબ રાજ્યમાં સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે બીજા પ્રદેશોથી આવનારાઓને 21 દિવસ સુધી ક્વોરન્ટિન કરવાનો નિર્ણય કર્યો છે. આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસે મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં 29 હજાર 435 સંક્રમિત છે. જેમાંથી 21 હજાર 632ની સારવાર ચાલી રહી છે, 6868 સાજા થયા છે અને 934 મોત થયા છે.

દેશમાં મૃત્યુઆંક વધીને એક હજારને પાર થયો

કોરોના સંક્રમણને લીધે દેશમાં મૃત્યુ પામનારનો આંકડો એક હજારને પાર થયો છે. દેશમાં કુલ મૃત્યુઆંક 1008 થયો છે. એક દિવસમાં કુલ 68 લોકોના મોત થયા છે. આ અગાઉ 26 એપ્રિલના રોજ દેશમાં સૌથી વધારે 60 લોકોના મોત થયા હતા. મંગળવારે દિલ્હીમાં CRPF જવાનનું ઈલાજ સમયે મૃત્યુ થયુ હતું. ગયા સપ્તાહે તેમનામાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ મધ્ય પ્રદેશમાં 3, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને તેલંગાણામાં 1-1 સંક્રમિતોના મોત થયા હતા.

મે મહિના સુધીમાં એન્ટીબોડી ટેસ્ટ કિટ બનવાની શરૂઆત થશે

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને મંગળવારે કહ્યું હતું કે અમે મે મહિના સુધીમાં ભારતમાં આરટી-પીસીઆર તથા એન્ટીબોડી ટેસ્ટ કિટ બનાવવાની શરૂઆત કરી દેશે. આ માટે અમારી તૈયારી અંતિમ તબક્કામાં છે. આઈસીએમઆર પાસેથી મંજૂરી મળ્યા બાદ અમે ઉત્પાદન શરૂ કરી દેશું. તેની મદદથી અમે 31 મેથી દરરોજ એક લાખ ટેસ્ટ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

દિલ્હીમાં રાશન માટે લોકો પરેશાન છે 
દેશમાં ચાલી રહેલા લોકડાઉન દરમિયાન દિલ્હીના મંડાવલી વિસ્તારમાં લોકો છેલ્લા 11 દિવસથી રાશન માટે હેરાન થઈ રહ્યા છે. આ તમામ લોકો ગરીબ છે અને રાશન માટે સરકારી દુકાનો પર નિર્ભર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનૂી પ્રેસ કોન્ફરન્સ 

 • 24 કલાકમાં કોરોનાના 1543 નવા કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • પ્લાઝ્મા થેરેપી અંગે કોઈ પણ પ્રકારનો દાવો કરવો એ ખોટું પડશેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • કોરોનાનો રિકવરી રેટ હાલ પણ 23.3% છે.
 • દુનિયામાં પણ હાલ કોરોના માટે કોઈ થેરેપી નથીઃસ્વાસ્થ્ય મંત્રાલય
 • પ્લાઝ્મા થેરેપીથી રિસર્ચ અને ટ્રાયલ કરી શકાય છે
 • કોરોનાના કારણે અત્યાર સુધી 934 લોકોના મોતઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • કોરોનાના દર્દી ઘરમાં કોઈ પણ સામાન પરિવારના સભ્યો સાથે શેર કરેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • પ્લાઝ્મા થેરેપી અંગેના ટ્રાયલ ચાલી રહ્યા છે
 • પ્લાઝ્મા થેરેપી સાચી નહીં નિવડે તો જોખમ
 • કોરોના માટે કોઈ અપ્રૂવ થેરેપી નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • અમદાવાદમાં હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો ઃMHA
 • તંત્ર તરફથી ટેસ્ટીંગની પ્રક્રિયા ચાલી રહી છે
 • ગુજરાતમાં હોસ્પિટલની સુવિધાઓ સંતોષકારક છે
 • અમદાવાદમાં લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેસીંગનું પાલન થઈ રહ્યું છે.
 • શ્રમિકો માટે અમદાવાદમાં સારી વ્યવસ્થા કરાઈ છે
 • 17 જિલ્લામાં 28 દિવસથી એક પણ કેસ નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

મહત્વના અપડેટ્સ 

 • કેન્દ્રીય ચિકિત્સા મંત્રી ડો. હર્ષવર્ધને મંગળવારે જણાવ્યું કે દેશના 80 જિલ્લામાં 7 દિવસથી અને 47 જિલ્લામાં 14 દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. સાથે જ 39 જિલ્લામાં છેલ્લા 21 દિવસોથી કોઈ કેસ નોંધાયો નથી. આ પ્રકારે 17 જિલ્લામાં છેલ્લા 28 દિવસોથી એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી.
 • દિલ્હીના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત 60 સ્ટાફ કોરોના પોઝિટિવ
 • લખનઉમાં કોરોના વાઈરસના 7 નવા દર્દી સામે આવ્યા છે, આ તમામને હોસ્પિટલમાં ભરતી કરાયા છે
 • દિલ્હીમાં આજથી લોકડાઉમાં છૂટ છાટ આપવામાં આવશે. દિલ્હી સરકારે કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ પશુ પાલકો, પ્લમ્બર અને વીજ કર્મીઓ પર પ્રતિબંધ હટાવી દીધો છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આદેશમાં હેલ્થવર્કર્સ, લેબ ટેક્નીશિયન અને વૈજ્ઞાનિકોને આંતર રાજ્ય મુસાફરી કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.
 • પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસને કારણે વધુ એક ડોક્ટરનું મોત થયું છે, અત્યાર સુધી બે ડોક્ટર કોરોનાનો ભોગ બની ચુક્યા છે.

26 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયુ સંક્રમણ
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ 6 કેન્દ્ર શાસિત પ્રદેશ(યૂટી)માં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યો છે. જેમાંથી દિલ્હી, ચંદીગઢ, આંદમાન-નિકોબાર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

રાજ્ય કેટલા સંક્રમિતકેટલા સાજા થયા કેટલાનું મોત 
મહારાષ્ટ્ર85901282369
ગુજરાત3548394162
દિલ્હી310887754
રાજસ્થાન226274450
મધ્યપ્રદેશ2165357110
તમિલનાડુ1937110124
ઉત્તરપ્રદેશ198639931
આંધ્રપ્રદેશ117723531
તેલંગાણા100333225
પશ્વિમ બંગાળ64910520
જમ્મુ-કાશ્મીર54616407
કર્ણાટક51219319
કેરળ48235504
પંજાબ3309819
હરિયાણા30121303
બિહાર3465602
ઓરિસ્સા1113701
ઝારખંડ1033703
ઉત્તરાખંડ513300
હિમાચલ પ્રદેશ402202
આસામ362701
છત્તીસગઢ373200
ચંદીગઢ451700
આંદામાન-નિકોબાર331800
લદ્દાખ201600
મેઘાલય120001
પુડ્ડુચેરી080401
ગોવા070700
મણિપુર020200
ત્રિપુરા020200
અરુણાચલ પ્રદેશ010100
મિઝોરમ010100

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત-2387ઃ અહીંયા મંગળવારે 222 નવા કોરોના દર્દી સામે આવ્યા હતા. ઈન્દોરમાં બાકીના દેશ કરતા વધારે ઘાતક વાઈરસના એક્ટિવ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે વાઈરસ ચીનના વુહાનમાં ફેલાયેલા વાઈરસ જેવો જ છે. ઈન્દોરના સેમ્પલ તપાસ માટે ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી પૂણે મોકલાયા છે. અહીંયા બીજા રાજ્યોના સંક્રમિતોના સેમ્પલથી ઈન્દોરના દર્દીઓના સેમ્પલની સરખામણી કરાશે. 
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ2053- રાજ્યમાં મંગળવારે 67 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી પછી અહીંયા પણ પ્લાઝ્મા થેરેપીથી કોરોના સંક્રમિતોની સારવાર શરૂ થઈ ગઈ છે. રવિવારે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી અને હોસ્પિટલમાં ભરતી કરાયેલા ડોક્ટરને પ્લાઝ્મા થેરેપી આપવામાં આવી હતી. 
મહારાષ્ટ્ર, સંક્રમિતઃ8590- અહીંયા સોમવારે સંક્રમણના 522 કેસ મળ્યા છે. BMCએ સોમવારે જણાવ્યું કે, અહીંયા કોરોનાને પછાડનારા 4 દર્દીઓનો એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેમના પ્લાઝ્મા અન્ય દર્દીઓને આપી શકાશે.  

અન્ય સમાચારો પણ છે...