દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કિસ્સા ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 24 કલાકમાં 1752 કોરોનાના દર્દીઓ મળ્યા છે. એક દિવસમાં આ મળેલા દર્દીઓમાં આ સૌથી વધારે છે. તો આ બાજુ ગુજરાતમાં સશસ્ત્રદળમાં સંક્રમણનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં સેનાના 4 જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામ મિલિટ્રી સ્ટેશનમાં ટ્રેનિંગ લઇ રહ્યાં હતા. હાલ તેમને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સંક્રમિતોની સંખ્યા 24 હજારને પાર
દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 24 હજાર 449 થઈ છે. શુક્રવારે 1408 દર્દીઓ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 292, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તરપ્રદેશમાં 111, રાજસ્થાનમાં 44, બિહારમાં 53 અને ઓડિશામાં 1 દર્દીનો રિપોરિટ પોઝિટિવ આવ્યો છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મેળવેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા કુલ 4748 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ દરમિયાન રિકવરી રેટ વધીને 20.57 ટકા થયો છે, જે સૌથી વધારે છે.
દેશમાં સંક્રમિતોની સંખ્યા 24,000
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 24 હજાર 427 થઈ છે અને 779 લોકોના મોત થયા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં 390, ગુજરાતમાં 191, દિલ્હીમાં 138, તમિલનાડુમાં 72, ઉત્તર પ્રદેશ 111, રાજસ્થાનમાં 44, બિહારમાં 44 અને ઓરિસ્સામાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં સંક્રમિતોની સંખ્યા 23452 છે. જેમાંથી 17915ની સારવાર ચાલી રહી છે, 4813 સાજા થયા છે. નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે જણાવ્યુ છે કે જો લોકડાઉન જેવા ઉપાયોને લાગુ કરી સંક્રમણનો દર અટકાવવામાં ન આવ્યો હોત તો આજે આપણા દેશને ઘણુબધુ નુકસાન થઈ ગયુ હોત. આજે દેશમાં સંક્રમિતોનો આંક 23 હજાર છે, જો લોકડાઉન લાગુ ન થયુ હોત તો આ આંક 73 હજાર થઈ ગયો હતો.
દિલ્હીના કોન્સ્ટેબલે ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડી, માતાએ શિશુનું નામ કોન્સ્ટેબલના નામ દયાવીર રાખ્યું
દેશમાં શુક્રવારે લોકડાઉનનો 1 મહિનો થઈ ગયો છે. આ સમય દરમિયાન કેટલીક એવી તસવીરો સામે આવી છે કે જેણે સૌનું દિલ જીતી લીધુ છે. અહીં એક માતા તેના નવજાત શિશુનું નામ તે કોન્સ્ટેબલના નામ પરથી રાખ્યું કે જેણે ડિલિવરી માટે મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી. આ સન્માન બદલ કોન્સ્ટેબલ બયાબીર સિંહ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં હું ગર્ભવતી મહિલાને મદદ કરી તે મારા માટે ગર્વની વાત છે.
દિલ્હીમાં પ્લાઝ્મા થેરાપીનો ટેસ્ટ કરાયો, પરિણામ સારા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમે ચાર દર્દી પર પ્લાઝ્મા થેરાપીનો ટેસ્ટ કર્યો છે. તેના પરિણામો ઉત્સાહજનક રહ્યા છે. આ તમામ દર્દી અહીંની લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP)માં દાખલ છે. કેજરીવાલે કહ્યું કે અન્ય 2-3 દર્દીને આ થેરાપી આપવાની બાકી છે. અત્યારે કેન્દ્ર તરફથી કેટલાક ગંભીર દર્દીઓ પર આ ઈલાજ કરવા મંજૂરી મળી હતી. કેજરીવાલે સાજા થયેલા દર્દીઓને બ્લડ પ્લાઝ્મા દાન કરવા અપીલ કરી છે.
કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે
કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1654 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. જ્યારે સુરતમાં 456 કેસ અને 13 દર્દીના મોત થઈ ગયા છે. જેને પગલે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરતની સ્થિતિની સમીક્ષા કરવા આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં હાલ કોરોનાના કેસ 10 દિવસે ડબલ થઈ રહ્યાં છે. જ્યારે હાલ અમદાવાદમાં દર 7 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં છે. તેમજ અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો આવી રહ્યો છે આ બન્ને શહેરોમાં પરિસ્થિતિ ભયજનક થઈ રહી છે. આમ દેશમાં 10 દિવસે પણ અમદાવાદમાં 7 દિવસે કેસો બમણાં થઈ રહ્યા હોવાથી કેન્દ્ર સરકાર પણ ગંભીર બની છે. અમદાવાદનો ડબલિંગ રેટ દેશ કરતા નીચે ચાલી રહ્યો છે. જેને કારણે એક કેન્દ્રીય ટીમ અમદાવાદ અને સુરત આવશે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ
પાંચ દિવસમાં જ 47% દર્દી વધ્યા
છેલ્લા પાંચ દિવસોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 7 હજારથી પણ વધુનો વધારો થયો છે. ગુરુવારે 1667 કેસ સામે આવ્યા. એક દિવસમાં આ દર્દીઓની સૌથી મોટો આંકડો છે. આ પહેલા 19 એપ્રિલે સૌથી વધારે 1580 સંક્રમિત મળ્યા હતા. 17 એપ્રિલે દેશમાં 15724 દર્દી હતા. ત્યારથી માંડી ગુરુવાર સુધી 7315 દર્દી વધ્યા છે. એટલે કે 5 દિવસ 46.52%નો વધારો થયો છે.
પાંચ દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ
દિવસ | કેસ |
23 એપ્રિલ | 1667 |
19 એપ્રિલ | 1580 |
21 એપ્રિલ | 1537 |
18 એપ્રિલ | 1371 |
22 એપ્રિલ | 1292 |
મહત્વના અપડેટ્સ
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 6427 | 840 | 283 |
દિલ્હી | 2376 | 808 | 50 |
તમિલનાડુ | 1683 | 752 | 20 |
મધ્યપ્રદેશ | 1771 | 203 | 83 |
રાજસ્થાન | 1964 | 451 | 28 |
ગુજરાત | 2624 | 258 | 112 |
ઉત્તરપ્રદેશ | 1510 | 206 | 24 |
તેલંગાણા | 970 | 262 | 25 |
આંધ્રપ્રદેશ | 893 | 141 | 27 |
કેરળ | 447 | 316 | 02 |
કર્ણાટક | 445 | 145 | 17 |
જમ્મુ-કાશ્મીર | 434 | 92 | 05 |
પશ્વિમ બંગાળ | 456 | 79 | 15 |
હરિયાણા | 270 | 170 | 03 |
પંજાબ | 283 | 66 | 17 |
બિહાર | 170 | 44 | 02 |
ઓરિસ્સા | 89 | 33 | 01 |
ઉત્તરાંખડ | 47 | 24 | 00 |
હિમાચલ પ્રદેશ | 40 | 18 | 02 |
આસામ | 36 | 19 | 01 |
છત્તીસગઢ | 36 | 28 | 00 |
ઝારખંડ | 53 | 08 | 03 |
ચંદીગઢ | 29 | 14 | 02 |
લદ્દાખ | 18 | 14 | 00 |
આંદામાન-નિકોબાર | 22 | 11 | 00 |
મેઘાલય | 12 | 00 | 01 |
ગોવા | 07 | 07 | 00 |
પુડ્ડુચેરી | 07 | 04 | 00 |
મણિપુર | 02 | 01 | 00 |
ત્રિપુરા | 02 | 01 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
દાદરા નગર હવેલી | 01 | 00 | 00 |
મિઝોરમ | 01 | 00 | 00 |
નાગાલેન્ડ | 01 | 00 | 00 |
દેશના રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત-1771: અહીંયા ગુરુવારે 184 સંક્રમિત મળ્યા છે. ઈન્દોરમાં 106, ભોપાલમાં 20, ખરગોનમાં 10 અને ઉજ્જૈમાં પહેલી વખત એક દિવસમાં 35 દર્દી મળ્યાય ઈન્દોરમાં અત્યાર સુધી 1051 સંક્રમિત છે. મુંબઈ, અમદાવાદ અને દિલ્હી બાદ ચોથું શહેર છે, જ્યાં સંક્રમિતોનો આંકડો 1000ને પાર થઈ ગયો છે. તો બીજી બાજુ ભોપાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 323 થઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત-1510: અહીંયા ગુરુવારે 61 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ સંક્રમિતોમાં તબલીઘ જમાતીઓમાં સંખ્યા 1004 છે. રાજ્યમાં 206 દર્દી સાજા થયા છે. જ્યારે 24 મોત થયા છે. રાહતની વાત છે કે 11 જિલ્લા કોરોના મુક્ત થઈ ચુક્યા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત-6427ઃ અહીંયા 24 કલાકમાં રેકોર્ડ 778 પોઝિટિવ મળ્યા છે. આ પહેલા 21 એપ્રિલે 552 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે આ બિમારીથી રાજ્યમાં 14 લોકોના મોત થયા છે. જેમાં મુંબઈમાં 6, પૂણેમાં 5 અને નંદુરબાર, નવી મુંબઈ અને ધુલેમાં એક એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધી 283 લોકોના મોત થયા છે.
રાજસ્થાન, સંક્રમિતઃ2000- અહીંયા શુક્રવારે 36 કોરોના સંક્રમિતોમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં જયપુરમાં 13, ક્વોટાથી 18, ઝાલાવાડથી 4 અને ભરતપુરમાં 1 મળી આવ્યો છે. અહીંયા ગુરુવારે 76 સંક્રમિત મળ્યા હતા.
દિલ્હી, સંક્રમિતઃ 2248- દિલ્હીના જહાંગીરપુરીમાં 46 કોરોના પોઝિટિવ મળ્યા છે.ત્યારબાદ અહીંયા લોકોની અવર જવર બંધ કરી દેવાઈ છે. આ સાથે જ અહીંયા મહરોલીને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરી દેવાયો છે. આ સાથે જ અહીંયા કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 92 થઈ ગઈ છે.
બિહાર,સંક્રમિતઃ162- રાજ્યમાં એક દિવસમાં કોરોના સંક્રમણના સૌથી વધારે 19 કેસ સામે આવ્યા ચે. જેમાં કૈમૂરમાં 08, સીવાનમાં 01, રોહતાસમાં 6 અને મુંગેરમાં 4 કેસની પુષ્ટી કરાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.