કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધી 23,127 કેસઃ ગુરુવારે 1 દિવસમાં સૌથી વધારે 1667 કેસ, મધ્યપ્રદેશમાં ઇન્દોર 1000થી વધારે કેસવાળું પહેલું શહેર

નવી દિલ્હી3 વર્ષ પહેલા
કોટાથી પાછા ફરેલા વિદ્યાર્થીઓનું ગુરુવારે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું - Divya Bhaskar
કોટાથી પાછા ફરેલા વિદ્યાર્થીઓનું ગુરુવારે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું
 • આ પહેલા 19મી એપ્રિલે એક દિવસમાં સૌથી વધુ 1580 કેસ થયા હતા, 22 એપ્રિલે 1292 અને 21 એપ્રિલે 1537 કેસ મળ્યા હતા
 • ઇન્દોરમાં ગુરુવારે મોડી રાત્રે 82 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, એક દિવસ પહેલાં સંક્રમિતોની સંખ્યા 945 હતી
 • પ્રધાનમંત્રીથી પંચાયતી રાજ એક દિવસ પહેલા જ પત્ર લખ્યો, કહ્યું - આ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકો યોદ્ધાની જેમ લડે છે

લોકડાઉનના બીજા ફેઝમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 5 દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા 7 હજારથી વધારે થઈ ગઈ છે. ગુરુવારે 1667 નવા કેસ આવ્યા. એક દિવસમાં દર્દીઓની આ સૌથી વધારે સંખ્યા છે. આ પહેલા 19 એપ્રિલે સૌથી વધારે 1580 સંક્રમિતો મળ્યા હતા. આ સિવાય 22 એપ્રિલે 1292, 21 એપ્રિલે 1537 અને 18 એપ્રિલે 1371 કેસ મળ્યા હતા. તો આ તરફ ગુરુવારે ઇન્દોરમાં સંક્રમિતોની સંખ્યા 1 હજારથી વધી ગઈ છે. ત્યારે આ મધ્યપ્રદેશનું પહેલું શહેર છે કે જ્યાં સૌથી વધારે દર્દી છે. અહીં ગુરુવારે રાત્રે 84 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે શહેરમાં કુલ 1029 દર્દીઓ થઈ ગયા હતા. ગુરુવારે 428 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 344 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. અહીં કુલ 55 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 18 એપ્રિલના કોરોના પોઝિટિવ માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પાંચ દિવસ પછી વીડિયો કોલ કરીને નવજાતને નિહાળ્યો હતો. આ વ્યવસ્થા સિવિલ હોસ્પિટલના સ્ટાફે કરી હતી. હોસ્પિટલના સર્જન સુંદર કુલકર્ણીએ જણાવ્યું કે સિજેરિયન દ્વારા બાળકનો જન્મ થયો હતો. માતા કોરોના સંક્રમિત હોવાથી બાળકને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યું છે. અત્યારે નર્સ તેની દેખરેખ કરી રહી છે. 

સોનિયા ગાંધીએ કહ્યું- ભાજપ નફરતનો વાઈરસ ફેલાવી રહી છે 
કોરોના સંકટ અંગે ગુરુવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવાઈ હતી. જેમાં પાર્ટીની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, આવા સમયે જ્યારે દરેકે મળીને કોરોના સંક્રમણ સામે લડવું જોઈએ, ત્યારે ભાજપ દેશમાં નફરતનો વાઈરસ ફેલાવી રહ્યો છે. તેમણે ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સ્વાસ્થ્યકર્મી, સેનેટાઈઝેશન વર્કર, જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતામાં લાગેલા લોકો, એનજીઓ અને એ લાખો લોકોની જેમ પ્રશંસા કરી જે જરૂરિયાતમંદોની મદદમાં લાગેલા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમનું સમપર્ણ અને મજબૂત ઈરદા આપણને પ્રેરિત કરે છે. 

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના કારણે 100થી વધારે મોત 
મહારાષ્ટ્ર બાદ બુધવારે ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે, જ્યાં કોરોનાના કારણે 100 કરતા વધારે લોકોના મોત થયા છે. અહીંયા અત્યાર સુધી 103 લોકોના મોત થયા છે. આ સાથે જ કોવિડ-19 માટે થનારા રેપિડ એન્ટીબોડી ટેસ્ટ અંગે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિકલ રિસર્ચે એક પ્રોટોકોલ બહાર પાડ્યો છે. 

મહત્વના અપડેટ્સ 

 • મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશને ગુરુવારે જણાવ્યું કે, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટને કોવિડ-19 સાથે સંબંધિત મેડિકલ સામાનોની આયાત અને વિતરણના હબના રૂપમાં ફેરવી દીધું છે. એરપોર્ટના 3800 ચો મીટરના ક્ષેત્રને આ કામ માટે ફાળવવામાં આવ્યું છે.
 • ચંદીગઢના PGIમાં કોરોના વાઈરસથી સંક્રમિત 6 મહિનાની બાળકીનું મોત
 • ભોપાલમાં એક સાથે 44 લોકોએ કોરોનાને હરાવ્યો, સન્માનમાં રાષ્ટ્રગાન અને ‘હમ હોગે કામયાબ’ની ધૂન વગાડાઈ
 • ઉત્તરપ્રદેશના લખનઉમાં 55 પોલીસકર્મીઓને ક્વૉરન્ટીન કરાયા
 • પંજાબમાં પણ રેપિડ ટેસ્ટ કીટમાં ખામી, ICMRને ટેસ્ટ કીટ પાછી આપવામાં આવશે.
 • મધ્યપ્રદેશમાં કોરોનાવોરિયર્સ પર હુમલાનો કેસ સામે આવ્યો છે. જેમાં એએસઆઈ શ્રીરામ અવસ્થી ઘાયલ થયા છે. આ ટીમ ઈન્દોરથી શ્યોરપુર આવેલા વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવા માટે ગઈ હતી. આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે.
 • ઝારખંડના પલામૂમાં 28 વર્ષના એક કોરોના શંકાસ્પદે ક્વૉરન્ટીન સેન્ટરમાં આત્મહત્યા કરી લીધી હતી.ઘટના પહેલા તેને ટેસ્ટ કરવામાં આવ્યો હતો પણ રિપોર્ટ આવવાનો બાકી હતો.
 • મહારાષ્ટ્રમાં 92 વર્ષની એક મહિલાએ 14 દિવસમાં કોરોનાને હરાવ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે થોડા દિવસ પહેલા જ તેને પૈરાલિસિસનો અટેક આવ્યો હતો.
 • પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ જણાવ્યું કે, ટેલીકોમ ડિપાર્ટમેન્ટ તરફથી લોકડાઉન દરમિયાન 3 મે સુધી ફ્રી ઈન્ટરનેટ આપવાની વાત જે સોશ્યલ મીડિયા પર ફેલાઈ રહી છે તે ખોટી છે. આ સમાચારમાં આપવામાં આવેલી લિંક mysafecovid19.com ખોટી છે, તેની પર ક્લીક ન કરશો.
રાજ્ય કેટલા સંક્રમિત થયા કેટલા સાજા થયા કેટલા મોત
મહારાષ્ટ્ર5649789269
દિલ્હી 224872448
તમિલનાડુ 162966218
મધ્યપ્રદેશ160315280
રાજસ્થાન188834427
ગુજરાત2407179103
ઉત્તરપ્રદેશ144917321
તેલંગાણા94319424
આંધ્રપ્રદેશ81312024
કેરળ43730803
કર્ણાટક42713127
જમ્મુ-કાશ્મીર4079205
પશ્વિમ  બંગાળ4237315
હરિયાણા2641583
પંજાબ2785316
બિહાર141422
ઓરિસ્સા833201
ઉત્તરાખંડ462300
હિમાચલ પ્રદેશ401102
આસામ351901
છત્તીસગઢ362800
ઝારખંડ460002
ચંદીગઢ291402
લદ્દાખ181400
આંદામાન-નિકોબાર161100
મેઘાલય120001
ગોવા070700
પુડ્ડુચેરી 070400
મણિપુર020100
ત્રિપુરા020100
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010000
મિઝોરમ010000
નાગાલેન્ડ010000

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 1603ઃ અહીંયા બુધવારે સાંજે શ્યોપુરમાં કોરોનાવોરિયર્સ પર હુમલાનો કેસ સામે આવ્યો છે. જેમાં શ્રીરામ અવસ્થી ઘાયલ થયા છે. પોલીસ સાથે સ્વાસ્થ્યકર્મી ઈન્દોરથી શ્યોપુરથી પાછા આવેલા વ્યક્તિનું સ્ક્રીનિંગ કરવા માટે ગયા હતા. ત્યારે તેમની પર હુમલો કરાયો હતો. આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. 

ભોપાલમાં ગરમી વધવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણીની તકલીફ થવા માંડી છે. લોકો ટેન્કરથી પાણી ભરતી વખતે સોશ્યલ ડિસ્ટેસીંગનું પાલન કરી રહ્યા નથી.
ભોપાલમાં ગરમી વધવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણીની તકલીફ થવા માંડી છે. લોકો ટેન્કરથી પાણી ભરતી વખતે સોશ્યલ ડિસ્ટેસીંગનું પાલન કરી રહ્યા નથી.

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1449- અહીંયા બુધવારે સંક્રમણના 112 નવા કેસ સામે આવ્યા છે. અહીંયા અત્યાર સુધી 21 દર્દીના મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 173 સંક્રમિત સ્વસ્થ પણ થયા છે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પ્રવાસી મજૂર સામાજિક સંગઠનો તરફથી વહેંચવામાં આવતું જમવાનું લઈને આવી રહ્યા છે. લોકડાઉનના કારણે આ મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પ્રવાસી મજૂર સામાજિક સંગઠનો તરફથી વહેંચવામાં આવતું જમવાનું લઈને આવી રહ્યા છે. લોકડાઉનના કારણે આ મજૂરોની રોજગારી છીનવાઈ ગઈ છે.

રાજસ્થાન, સંક્રમિત-1935ઃઅહીંયા ગુરુવારે 47 સંક્રમિત મળ્યા છે. જેમાં જોધપુરમાં 20, જયપુરમાં 12, નાગૌરમાં 10, કોટા અને હનુમાનગઢમાં 2-2, જ્યારે અજમેરમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં બુધવારે 153 સંક્રમિત મળ્યા હતા.

રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ જયપુરમાં મનેરગા મજૂરોને સોશ્યલ ડિસ્ટેસીંગ જાળવી રાખવાની અપીલ કરી છે, જેથી સંક્રમણથી બચી શકાય
રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ જયપુરમાં મનેરગા મજૂરોને સોશ્યલ ડિસ્ટેસીંગ જાળવી રાખવાની અપીલ કરી છે, જેથી સંક્રમણથી બચી શકાય

ગુજરાત, સંક્રમિત,-2407ઃ અહીંયા બુધવારે 135 કોરોના પોઝિટિવ મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી આ મહામારીના કારણે 103 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 179 સંક્રમિત લોકો સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...