તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધી 21,389 કેસઃ સતત પાંચમા દિવસે 1 હજારથી વધુ નવા કેસ, રાષ્ટ્રપતિ કોવિંદની પત્નીએ નિરાશ્રિતો માટે માસ્ક સીવ્યાં, શેલ્ટર હોમમાં વહેંચાશે

નવી દિલ્હી7 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પત્ની સવિતા કોવિંદે દિલ્હીના શેલ્ટર હોમમાં રહેતા લોકો માટે માસ્ક સીવ્યા હતા
 • ICMRએ કહ્યું - રેપિડ એન્ટી બોડી ટેસ્ટનો ઉપયોગ સર્વિલાન્સ તરીકે થશે, સંક્રમિતોની ઓળખ કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ સૌથી સીધા
 • મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોનાથી 100થી વધુ મોત, જ્યાં અત્યાર સુધી 103 સંક્રમિતોના મોત
 • ઝારખંડના પલામૂમાં 28 વર્ષીય એક શંકાસ્પદ વ્યક્તિએ ક્વોરન્ટીન સેન્ટરમાં આત્મહત્યા કરી, રિપોર્ટ બાકી

દેશમાં સતત પાંચમાં દિવસે કોરોના વાઇરસના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે 1290 દર્દીઓ મળ્યાં. ત્યારપછી સંક્રમિતોની સંખ્યા 21,389 થઈ ગઈ. એક દિવસ પહેલા 1537, 20 એપ્રિલે 1239, 19 એપ્રિલે 1580 અને 18 એપ્રિલે 1371 કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળ્યાં. બુધવારે મહારાષ્ટ્રમાં 431, રાજસ્થઆનમાં 153, ઉત્તર પ્રદેશમાં 112, ગુજરાતમાં 135 અને તમિલનાડુમાં 33 નવા કેસ મળ્યાં. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી જાણકારી મુજબ છે. તો બીજી તરફ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં નિરાશ્રિતો માટે પોતાના હાથેથી માસ્ક સીવ્યાં હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ 

 • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1383 નવા કેસ
 • 24 કલાકમાં કોરોનાવાઈરસથી 50 લોકોના મોત

મહત્વના અપડેટ્સ 

 • સરકારે કોરોના અંગે રોજ થનારી સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રાલયની બ્રિફિંગને ઘટાડીને 4 દિવસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર પ્રેસ રિલીઝ દ્વારા પણ માહિતી આપશે. અત્યારે બ્રિફીંગ એક એક દિવસ છોડીને કરવામાં આવશે.
 • બંગાળમાં રાશન ન મળવાના કારણે દેખાવ કરતા લોકોને પોલીસે અટકાવ્યા તો આ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં 4 પોલીસકર્મી ઘાયલ થયા છે.
 • ICMR ના સ્ટે પછી ઉત્તરપ્રદેશમાં પણ રેપિડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ અટકાવાયો
 • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે બુધવારે જણાવ્યું કે, કોરોના મહામારી વચ્ચે અન્ય બિમાર રોગીઓને મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. તેના માટે રાજ્યમાં બુધવારથી 400 ઓપીડી મોબાઈલ વેન ચાલું કરાશે. જેમાં ડોક્ટક અને પેરામેડિકલ સ્ટાફ હશે. આ ઓપીડી વેન તાલુકાઓના મુખ્યાલયો સાથે એવી જગ્યાઓ પર ઉપલબ્ધ રહેશે, જ્યાંથી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય.
 • ગૃહમંત્રી અમિત શાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. શાહે સંકટ વખતે ડોક્ટર્સની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ડોક્ટર્સને પુરી સુરક્ષા આપવાનો વિશ્વાસ અપાવ્યો અને ગુરુવારે કરવાના સાંકેતિક દેખાવને ટાળવાની અપીલ કરી છે. IMAએ સ્વાસ્થ્યકર્મીઓ પર થઈ રહેલા હુમલાઓ વિરુદ્ધ 23 એપ્રિલે બ્લેક ડેની જાહેરાત કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે અલગ અલગ 6 મંત્રાલયોની ટીમ બનાવી છે. જે ડોક્ટર્સ પર હુમલાનો રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપશે.
 • કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડ ખાતે આવેલા કેદારનાથ મંદિરના કપાટ 29 એપ્રિલે ખુલશે. રુદ્રપ્રયાગ જિલ્લાના ડીએમ મંગેશ ઘિલ્ડિયાલે કહ્યું કે, આ અવસરે મુખ્ય પૂજારી સહિત કુલ 16 લોકો હાજર રહેશે. કોઈ પણ શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી આપવામાં નહીં આવે.
 • હરિયાણા સરકારે ચાઈના કંપનીને આપેલો 1 લાખ રેપિડ કીટનો ઓર્ડર રદ કર્યો, ચીન બમણો ભાવ લઈ રહ્યું છે. હરિયામા સરકારે હવે આ કીટ સાઉથ કોરિયાની કંપની પાસેથી લેવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ અન્ય ઘણા રાજ્યોની સરકારોએ તેની ક્વોલિટી પર સવાલ ઉઠાવ્યો છે.
 • ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં 21 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
 • ઓરિસ્સામાં ત્રણ દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત, અત્યાર સુધી રાજ્યમાં 82 લોકો પોઝિટિવ

આ સાથે જ બુધવારે પંજાબથી 243 NRIને લઈને કતાર એરવેઝનું વિમાન રવાના થયું છે. આ વિમાન પહેલા દોહા અને પછી કેનેડા જશે. દિલ્હીમાં આઝાદપુર શાકભાજી મંડી ખોલવામાં આવી છે. અહીંયા મંગળવાર રાત 10 વાગ્યાથી બુધવાર સવાર સુધી વાહનોની અવર જવર ચાલું રહેશે, આનાથી મંડીની આસપાસના વિસ્તારમાં જામ લાગી ગયો છે. મંડીમાં શાકભાજી અને ફળોનું વેચાણ સવાર 6 થી 10 વાગ્યા સુધી કરવામાં આવશે.

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા

દિવસકેસ
19 એપ્રિલ1580
21 એપ્રિલ1537
18 એપ્રિલ1371
13 એપ્રિલ1243
20 એપ્રિલ1235
16 એપ્રિલ1061
રાજ્યકેટલા  સંક્રમિતકેટલા સાજા થયા કેટલા મોત 
મહારાષ્ટ્ર5219722251
દિલ્હી 215661147
તમિલનાડુ159663518
મધ્યપ્રદેશ155214880
રાજસ્થાન179927426
ગુજરાત217813990
ઉત્તરપ્રદેશ133716221
તેલંગાણા92819423
આંધ્રપ્રદેશ7579622
કેરળ4263073
કર્ણાટક41812917
જમ્મુ-કાશ્મીર3808105
પશ્વિમ બંગાળ3927315
હરિયાણા25514205
પંજાબ2514916
બિહાર 1264202
ઓરિસ્સા823001
ઉત્તરાખંડ461800
હિમાચલ પ્રદેશ401102
આસામ35191
છત્તીસગઢ362500
ઝારખંડ460002
ચંદીગઢ291402
લદ્દાખ 181400
આંદામાન-નિકોબાર 161100
મેઘાલય120001
ગોવા 7700
પુડ્ડચેરી7400
મણિપુર2100
ત્રિપુરા 2100
અરુણાચલ પ્રદેશ1100
દાદરા નગર હવેલી100
મિઝોરમ 100
નાગાલેન્ડ10000

રાજ્યોની સ્થિતિઃ

મહારાષ્ટ્ર, સંક્રમિતઃ 5219- અહીંયા બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ પર તહેનાત સુરક્ષાકર્મી પોઝિટિવ મળી આવ્યો છે. અન્ય 6 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. મંગળવારે સંક્રમણના 552 નવા કેસ સામે અવ્યા જ્યારે 19 લોકોના મોત થયા છે. માત્ર મુંબઈમાં અત્યાર સુધી સંક્રમણના 3446 કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે 150 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 251 દર્દીઓના મોત થયા છે.
મધ્યપ્રદેશ, સંક્રમિત-1552ઃ અહીંયા મંગળવારે કોરોના સંક્રમણના 67 નવા કેસ સામે આવ્યા  હતા જ્યારે 4 લોકોના મોત થયા છે. ઈન્દોરમાં પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ યશવંત પાલનું મોત થયું છે. તેઓ ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ સાથે જ રાજ્યમાં મૃતકોની સંખ્યા 80 થઈ ગઈ છે. 

ચંડીગઢ, સંક્રમિત-29ઃ અહીંના PGIમાં હૃદયનો ઈલાજ કરાવવા માટે દાખલ 6 મહિનાના બાળકને કોરોના થઈ ગયો. મંગળવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ બાળ રોગ વિભાગમાં ઈલાજ કરનાર 6 ડોક્ટર, નર્સ સહિત સ્વાસ્થ્ય કર્મચારીઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અહીં દાખલ અન્ય બાળને પણ શિફ્ટ કરવામાં આવેલ છે.

તસવીર ચંડીગઢ PGIની છે. અહીં હૃદયનો ઈલાજ કરાવવા માટે દાખલ 6 મહિનાના બાળકને કોરોના થઈ ગયો
તસવીર ચંડીગઢ PGIની છે. અહીં હૃદયનો ઈલાજ કરાવવા માટે દાખલ 6 મહિનાના બાળકને કોરોના થઈ ગયો

 રાજસ્થાન, સંક્રમિત-1799ઃ અહીંયા બુધવારે 64 નવા સંક્રમિત મળ્યા છે. મંગળવારે સંક્રમણના 159 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી રાજ્યમાં 274 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે જ્યારે 26 લોકોના મોત થયા છે. 

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1337ઃ રાજ્યમાં મંગળવારે સંક્રમણના 153 નવા કેસની પુષ્ટી થઈ છે. કુલ સંક્રમિતોમાંથી 140 દર્દી સ્વસ્થ થયા છે. 21 દર્દીઓના મોત થયા છે.

 દિલ્હી, સંક્રમિત-2156ઃ અહીંયા મંગળવારે કોરોના સંક્રમણના 75 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 87 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, અહીંયા સોમવારે 1397 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 78 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

ગુજરાત, સંક્રમિત -2178ઃ અહીયા મંગળવારે સંક્રમણના 239 કેસ આવ્યા, જ્યારે 19 દર્દીઓના મોત થયા છે, રાજ્યમાં અત્યાર સુધી આ મહામારીથી 90 લોકના મોત થયા છે. 139 સંક્રમિતોને સારવાર બાદ રજા અપાઈ છે.

 બિહાર સંક્રમિત-126ઃ અહીંયા છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓમાં સંક્રમણની પુષ્ટી કરાઈ છે. તમામ નાલંદાના છે. આ જિલ્લામાં અત્યાર સુધી 28 સંક્રમિત મળ્યા છે. આ તમામ દુબઈથી પાછા આવેલા એક યુવકના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા છે. રાહતની વાત તો એ છે કે રેડ ઝોન સીવાનમાં છેલ્લા એક સપ્તાહથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો