ગાઝિયાબાદ પછી નોઇડાથી દિલ્હી જતી સરદહોને પણ મંગળવારે સીલ કરવામાં આવી છે. નોઇડાના ડીએમ સુહાસ એલવાઈએ કહ્યું હતું કે, સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટમાં દિલ્હી અને નોઇડા વચ્ચે લોકોની અવરજવર થશે તો સંક્રમણ વધવાની શક્યતા બતાવવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી દિલ્હી કનેક્શનવાળા ઘણા કોરોનાના કેસ આવ્યાં છે. એટલે જનતાના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આવશ્યક સેવા અને સ્વાસ્થ્ય કર્મીઓને આવન-જાવન માટે છૂટ આપવામાં આવશે.
મમતાએ કેન્દ્રની ટીમને અટકાવી
પશ્વિમ બંગાળ સરકારે રાજ્યમાં કોરોના વાઈરસ સંક્રમણની સમીક્ષા કરવા પહોંચેલી ટીમને જોખમ વાળા વિસ્તારમાં જતા અટકાવ્યા છે. આ ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમના નેતા અને રક્ષા મંત્રાલયના પ્રવક્તા અપૂર્વા ચંદ્રાએ કહ્યું કે, અમે અહીંયા ગઈ કાલે સવારે આવ્યા હતા. ત્યારથી અમને કહેવામાં આવી રહ્યું છે કે સરકાર અમારો સહયોગ કરશે. એક દિવસ વિતી ચુક્યો છે અને અમે માત્ર બે જગ્યાએ જ ગયા છીએ. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે કોલકાતા, મુંબઈ, પૂણે ઈન્દોર અને જયપુર સહિત અન્ય શહેરોમાં સંક્રમણની સ્થિતિ ગંભીર હોવાની વાત કહી હતી. કેન્દ્રની ટીમના જવા પર પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને ચિઠ્ઠી લખીને વાંધો ઉઠાવ્યો હતો. તેમણે લખ્યું હતું કે આ ટીમોએ આવવા જવામાં મદદ માટે સીધો સીમા સુરક્ષા બળનો સંપર્ક કર્યો. ટીમ રાજ્ય સરકારને સૂચના આપ્યા વગર સીધા ફિલ્ડમાં ગઈ હતી.
સંક્રમિતોની સંખ્યા 20,000 નજીક પહોંચી
અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 20,000 નજીક પહોંચી છે. કુલ સંક્રમિતોની સંખ્યા 19,962 અને 646 લોકોના મોત થયા છે. મંગળવારે મહારાષ્ટ્રમાં 542, ગુજરાતમાં 229, ઉત્તર પ્રદેશમાં 110, રાજસ્થાનમાં 83 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. દેશમાં સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે દેશમાં કોરોના સંક્રમણના 1000થી વધું કેસ આવ્યા હતા. આ પહેલા રવિવારે 1580 અને શનિવારે 1371 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દેશમાં કોરોનાના 9329 દર્દી છેલ્લા આઠ દિવસમાં જ વધ્યા છે. આ કુલ સંક્રમિતોનો 50% છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમણના કુલ 18,601 કેસ સામે આવ્યા છે. જેમાં 14, 759ની સારવાર ચાલી રહી છે. 3252 સ્વસ્થ થયા છે, તો બીજી તરફ 590 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
મહત્વના અપડેટ્સ
સંકટ વચ્ચે હોસલો વધારતા 3 કિસ્સા
પાંચ દિવસમાં જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ આવ્યા
દિવસ | કેસ |
19 એપ્રિલ | 1580 |
18 એપ્રિલ | 1371 |
13 એપ્રિલ | 1243 |
20 એપ્રિલ | 1235 |
16 એપ્રિલ | 1061 |
રાજ્ય | કેટલા સંક્રમિત | કેટલા સ્વસ્થ થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 4666 | 572 | 232 |
દિલ્હી | 2081 | 431 | 47 |
તમિલનાડુ | 1520 | 457 | 17 |
મધ્યપ્રદેશ | 1485 | 138 | 72 |
રાજસ્થાન | 1576 | 205 | 25 |
ગુજરાત | 1944 | 131 | 71 |
ઉત્તરપ્રદેશ | 1184 | 140 | 18 |
તેલંગાણા | 872 | 186 | 23 |
આંધ્રપ્રદેશ | 722 | 92 | 20 |
કેરળ | 408 | 291 | 03 |
કર્ણાટક | 408 | 114 | 16 |
જમ્મુ-કાશ્મીર | 368 | 71 | 05 |
પશ્વિમ બંગાળ | 339 | 66 | 12 |
હરિયાણા | 251 | 141 | 05 |
પંજાબ | 245 | 38 | 16 |
બિહાર | 113 | 42 | 02 |
ઓરિસ્સા | 74 | 24 | 01 |
ઉત્તરાખંડ | 46 | 18 | 00 |
હિમાચલ પ્રદેશ | 39 | 16 | 02 |
આસામ | 34 | 19 | 01 |
છત્તીસગઢ | 36 | 25 | 00 |
ઝારખંડ | 45 | 00 | 02 |
ચંદીગઢ | 29 | 09 | 02 |
લદ્દાખ | 18 | 14 | 00 |
આંદામાન-નિકોબાર | 15 | 11 | 00 |
મેઘાલય | 11 | 00 | 01 |
ગોવા | 07 | 07 | 00 |
પુડુુચેરી | 07 | 04 | 00 |
મણિપુર | 2 | 01 | 00 |
ત્રિપુરા | 2 | 01 | 00 |
અરુણાચલપ્રદેશ | 1 | 1 | 00 |
દાદરા નગર હવેલી | 1 | 0 | 0 |
મિઝોરમ | 1 | 0 | 0 |
નાગાલેન્ડ | 1 | 0 | 0 |
6 રાજ્ય, 1 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત 1485- રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે સોમવારે કોરોનાના 78 નવા દર્દી મળ્યા. જેમાં સૌથી વધારે 40 કેસ ભોપાલમાં સામે આવ્યા છે. અહીંયા કુલ સંક્રમિતોની સંખ્યા 254 થઈ ગઈ છે. એક દિવસ પહેલા સંખ્યા 214 હતી. ધારમાં 15 અને રાયસેનમાં 17 નવા સંક્રમિત મળ્યા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત -4666ઃ અહીંયા સોમવારે 466 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 53 પત્રકાર પણ સામેલ છે. તમામ હાલ આઈસોલેટ કરી દેવાયા છે. કુલ 171 વીડિયો જર્નાલિસ્ટ, રિપોર્ટર અને ફોટોગ્રાફરના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
રાજસ્થાન, સંક્રમિત 1576ઃ અહીંયા સોમવારે 98 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેમાંથી જયપુરમાં 50, જોધપુરમાં 32, કોટામાં 7 નવા દર્દી મળ્યા હતા. સાથે જ નાગૌર અને કોટામાં એક એક સંક્રમિતનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 25 લોકોનું આના લીધે મોત થયું છે. નાગૌરમાં કોરોના હોટસ્પોટ બનેલા બાસની ગામમાં શનિવારે જન્મેલી બાળકી પણ સંક્રમિત મળી આવી હતી.
ઉત્તપ્રદેશ, સંક્રમિત 1184- અહીંયા સોમવારે કોરોનાના 84 નવા કેસ સામે આવ્યા હતા. કાનપુરમાં 17 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ મેરઠના વૈલેન્ટિસ કેન્સ હોસ્પિટલ સંચાલને છાપામાં આપેલા વિવાદીત વિજ્ઞાપન અંગે માફી માંગી લીધી છે.
બિહાર, સંક્રમિત 113- રાજ્યના સીવાન જિલ્લાને રેડ ઝોનમાં રાખવામાં આવ્યો છે. અહીંયા લોકડાઉનમાં કોઈ છૂટ આપવામાં આવી નથી. સીવાનમાં સૌથી વધારે 29 સંક્રમિત છે. મુંગેર, બેગુસરાય, નાલંદા, પટના, ગયા, ગોપાલગંજ, નવાદા, બક્સર, સારણ, લખીસરાય, ભાગલપુર, આરા અને વૈશાલી ઓરેન્જ કેટેગરીમાં છે. અહીંયા થોડી છૂટ આપવામાં આવી છે. જેના 24 જિલ્લામાં સંક્રમણનો કોઈ કેસ આવ્યો નથી, એટલા માટે તેને ગ્રીન ઝોનમાં રાખવામાં આવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.