તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 29,451 થઈ છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાક અબ્બાસ નકવીએ તબલીઘીજમાત પર નિશાન સાધતા કહ્યું છે કે, પહેલા જમાતીયાઓએ આખા દેશમાં સંક્રમણ ફેલાવ્યું, હવે પ્લાઝમા ડોનેટ કરવાની અરજી કરી કોરોના વોરિયર બનવા માગે છે. તબલીઘી જમાતે પોતે કરેલા ગુના પર શરમ કરવાની જગ્યાએ લાખો કોરોના યોદ્ધાઓનું અપમાન કરી રહ્યાં છે. પહેલા પણ નકવીએ જમાતિયાઓ દ્વારા સંક્રમણ ફેલાવવાની ઘટનાને તાલિબાની ગુનો ગણાવ્યો હતો. તેમણે તેના માટે સજા આપવાની પણ માગ કરી હતી.
સોમવારે ગુજરાતમાં 247, મહારાષ્ટ્રમાં 522, દિલ્હીમાં 190, ઉત્તર પ્રદેશમાં 113, બિહારમાં 68, રાજસ્થાનમાં 49 લોકોના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા હતા. 26 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ પહોંચી ગયું છે, પરંતુ સૌથી વધારે સંક્રમણ વાળા 9 રાજ્યોમાં જ રવિવાર સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 24 હજાર 418 રહી હતી. આ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 88 ટકા છે. જો કે, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે પૂર્વોત્તરના 8માંથી 5 રાજ્ય કોરોનામુક્ત બન્યા છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી જાણકારી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 28 હજાર 380 લોકો સંક્રમિત છે. જેમાંથી 21,132 એક્ટિવ છે, 6362 લોકો સાજા થયા છે અને 886 લોકોના મોત નીપજ્યાં છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
મહત્વના અપડેટ્સ
પાંચ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ
દિવસ | કેસ |
25 એપ્રિલ | 1835 |
23 એપ્રિલ | 1667 |
26 એપ્રિલ | 1607 |
19 એપ્રિલ | 1580 |
21 એપ્રિલ | 1537 |
રાજ્ય | કેટલા સંક્રમિત થયા | કેટલા સાજા થયા | કેટલા મોત |
મહારાષ્ટ્ર | 8068 | 1188 | 342 |
ગુજરાત | 3301 | 313 | 155 |
દિલ્હી | 2918 | 877 | 54 |
રાજસ્થાન | 2185 | 629 | 41 |
મધ્યપ્રદેશ | 2090 | 302 | 103 |
તમિલનાડુ | 1885 | 1020 | 24 |
ઉત્તરપ્રદેશ | 1873 | 327 | 30 |
આંધ્રપ્રદેશ | 1097 | 231 | 31 |
તેલંગાણા | 1001 | 316 | 25 |
પશ્વિમ બંગાળ | 611 | 105 | 20 |
જમ્મુ-કાશ્મીર | 523 | 137 | 06 |
કર્ણાટક | 503 | 182 | 19 |
કેરળ | 469 | 342 | 03 |
પંજાબ | 322 | 84 | 18 |
હરિયાણા | 296 | 199 | 05 |
બિહાર | 274 | 56 | 02 |
ઓરિસ્સા | 103 | 35 | 01 |
ઝારખંડ | 82 | 13 | 03 |
હિમાચલ પ્રદેશ | 40 | 22 | 02 |
આસામ | 36 | 27 | 01 |
છત્તીસગઢ | 36 | 32 | 00 |
ચંદીગઢ | 36 | 17 | 00 |
આંદામાન- નિકોબાર | 33 | 18 | 00 |
લદ્દાખ | 20 | 16 | 00 |
મેઘાલય | 12 | 00 | 01 |
પુડ્ડુચેરી | 08 | 04 | 01 |
ગોવા | 07 | 07 | 00 |
મણિપુર | 02 | 02 | 00 |
ત્રિપુરા | 02 | 02 | 00 |
અરુણાચલ પ્રદેશ | 01 | 01 | 00 |
મિઝોરમ | 01 | 01 | 00 |
દેશના રાજ્ચોની સ્થિતિ
મધ્યપ્રદેશ, સંક્રમિત:2090- કોરોના સંક્રમિતોની સંખ્યાના દ્રષ્ટીએ દેશમાં પાંચમા નંબરે છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2137એ પહોંચી છે. જો કે સ્વાસ્થ્ય વિભાગ તરફથી રવિવારે બપોરે 3 વાગ્યના બુલેટીનમાં તેની સંખ્યા 2090 હતી. અહીંયા રવિવારે 145 કેસ સામે આવ્યા છે. ઈન્દોરમાં અત્યાર સુધી 1176 કેસ મળ્યા, જેમાંથી 57 લોકોના મોત થયા છે. ભોપાલમાં દર્દીઓની સંખ્યા 415 છે અને 9 સંક્રમિતોના મોત થયા છે. રાહતના સમાચાર એ છે કે કુલ 399 લોકો સાજા થયા છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ1873- રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ દર્દી મળ્યા હતા. રાજ્યમાં રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
રાજસ્થાનમાં સોમવારે 36 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી ઝાલાવાડ અને જયપુરમાં 9-9, ટોન્ક અને જોધપુરમાં 6-6, કોટામાં 4 જ્યારે જેસલમેર અને ભીલવાડામાં 1-1 કેસ મળ્યા છે. રાજ્યમાં હવે સંક્રમિતોની સંખ્યા 2221 થઈ ગઈ છે. સાથે જ રવિવારે રાતે સોમવાર બપોર સુધી જયપુરમાં 3 સંક્રમિતોના મોત થયા છે. તો બીજી બાજુ 14 રાજ્યોમાં ફસાયેલા રાજસ્થાનના શ્રમિકોને લાવવાની તૈયારી રાજ્ય સરકારે કરી લીધી છે, જેની જવાબદારી 19 IAS અને IPS અધિકારીઓને સોંપવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત 1873 રાજ્યમાં રવિવારે 80 પોઝિટિવ મળ્યા હતા. જ્યાં 327 દર્દી સાજા થયા છે. કુલ સંક્રમિતોમાં 1040 જમાતી અને તેમના સંપર્કમાં આવેલા લોકો છે. રવિવારે સવારે 12 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 3 દર્દી લખનઉના અને 2 કાનપુરના છે. સાથે જ વારાણસીમાં 7 પોલીસકર્મી સંક્રમિત મળી આવ્યા છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત 8086- BMCએ સોમવારે જણાવ્યું કે, અહીંયા કોરોના સામે લડાઈ લડનારા 4 દર્દીઓનો એન્ટીબોડી રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પ્લાઝ્માનો ઉપયોગ અન્ય દર્દીઓની સારવારમાં કરી શકાશે. BMCએ સાજા થયેલા દર્દીઓને પણ તેમના પ્લાઝ્મા ડોનેટ કરવાની અપીલ કરી છે. સોમવારે અહીંયા સૌથી વધારે 440 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દિલ્હી, સંક્રમિત-2918ઃ અહીંયાના બાબૂ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટર્સ સહિત સ્ટાફના 44 લોકો કોરોના સંક્રમિત છે. ત્યારબાદ હોસ્પિટલની તમામ સેવાઓ બંધ કરી દેવાઈ છે. સ્ટાફના અન્ય લોકોના સેમ્પલ પણ લેવાયા છે. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના પણ 29 ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દિલ્હી એઈમ્સની ચોથી નર્સ સંક્રમિત મળી છે. તેના બે બાળકો પણ સંક્રમિત થયા છે.
બિહાર, સંક્રમિતઃ290- અહીંયા સોમવારે સંક્રમણના 13 નવા કેસ સામે આવ્યા છે. જો કે, હાલ એ ખબર નથી પડી કે દર્દી કયા જિલ્લામાં મળ્યા છએ. રાજ્યમાં સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત મુંગેર જિલ્લો છે. અહીંયા અત્યાર સુધી 36 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ નાલંદામાં 34 અને પટનામાં 33 સંક્રમિત છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.