કોરોના ઈન્ડિયા LIVE:59642કેસ- 1,895મૃત્યુઆંકઃ 30 BSF જવાન સંક્રમિત થયા, કઠુઆમાં વેતન અંગે મજૂરોએ મિલમાં તોડફોડ કરી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1475 દર્દી સાજા થયા, આ એક દિવસનો સૌથી મોટો આંકડો
 • IIT દિલ્હીના સ્ટાર્ટઅપના એનસેફ માસ્ક બનાવડાવ્યું,દાવો-50 વખત ઉપયોગ કરી શકાશે

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59642એ પહોંચી ગઈ છે. શુક્રવારે આંધ્રપ્રદેશમાં 87, રાજસ્થાન અને ઓરિસ્સામાં 26-26 જ્યારે બિહારમાં 6દર્દી મળ્યા છે. આ મહિનાના પહેલા સપ્તાહમાં કુલ 21 હજાર 485 દર્દી વધ્યા છે. આ કુલ સંક્રમિતોનો 38% છે. આ દરમિયાન 6827 દર્દી સાજા પણ થયા છે. આ પહેલા ગુરુવારે દેશભરમાં સંક્રમણના 3344 કેસ સામે આવ્યા હતા. 

આ આંકડા covid19india.org  અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કુલ 56 હજાર 342 સંક્રમિત છે. 37 હજાર 916 લોકોની સારવાર ચાલી રહી છે. 16 હજાર 539 લોકો સાજા થઈ ગયા છે, જ્યારે 1886 દર્દીઓના મોત થયા ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ 

 • છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • દેશમાં અત્યાર સુધી 1886 લોકોના મોત, હાલ 37916 એક્ટિવ કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • મજૂરો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • 29 જિલ્લામાં 21 દિવસોથી કોઈ કેસ નથી, 130 રેલવે સ્ટેશન પર કોવિડ કેર કોચ
 • 42 જિલ્લામાં 28 દિવસથી કોઈ કેસ નથી,216 જિલ્લામાં કોરોનાના કોઈ કેસ નથી
 • મજૂરોને ક્વૉરન્ટીન કરવાની વ્યવસ્થા કરવામાં આવશે,રાજ્યોની દરેક શક્ય મદદ કરવામાં આવશે

મહત્વના અપડેટ્સ 

 • કઠુઆમાં મજૂરોએ વેતન અંગે મિલમાં તોડફોડ કરી હતી. મજૂર પુરુ વેતન આપવાની માંગ કરી રહ્યા હતા. કઠુઆ પોલીસે જણાવ્યું કે, મજૂરોને લાગે છે કે મિલથી જે વેતન તેમને મળી રહ્યું છે, તે પૂરતુ નથી. બીએસએફના 30 જવાન કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં 6 દિલ્હી અને 24 ત્રિપુરાના છે. આ લોકોને એઈમ્સ, હરિયાણાના ઝજ્જર અને અગરતલાના જીબી પંત હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે.
 • દિલ્હી પોલીસના અત્યાર સુધી 102 જવાન કોરોના સંક્રમિત, સારવાર બાદ 20 સાજા થયા
 • સુપ્રીમ કોર્ટે લોકડાઉન વચ્ચે શરૂ થઈ ગયો હતો કે દારૂમાં વેચાણ પર પ્રતિબંધ લગાવવાથી ઈન્કાર કરી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, તે આ અંગે કોઈ આદેશ નહીં આપે અને રાજ્યોને સોશિયલ ડિસ્ટેસિંગનું ધ્યાન રાખીને દારૂનું ઓનલાઈન સેલ અથવા હોમ ડિલીવરી વિશે વિચારવું જોઈએ. કોર્ટે આ સંબંધમાં અરજી પણ કરી દીધી છે.
 • IIT દિલ્હીના સ્ટાર્ટઅપ નૌનોસેફ સોલ્યુશને એનસેફ માસ્ક બનાવ્યું છે. દાવો છે કે આ 99.2% સુધી બેક્ટેરિયાને રોકે છે અને તેનો 50 વખત ઉપયોગ કરી શકાય છે.
 • મધ્યપ્રદેશના ઈન્દોરમાં મહિલા ઈ-રિક્ષા ચાલકોને લોકડાઉન વચ્ચે રિક્ષા ચલાવવાની મંજૂરી આપી દેવાઈ છે. ચાલકોને સેનેટાઈઝર, ગ્લવ્સ અને માસ્ક ઉપલ્બ્ધ કરાવાઈ રહ્યા છે.
 • મધ્યપ્રદેશના હોશંગાબાદમાં દારૂની દુકાનો પર ગ્રાહકોની આંગળ પર સીલ શાહી લગાડવામાં આવી રહી હતી સાથે જ તેની માહિતી પણ નોંધવામાં આવી રહી છે. એક્સાઈઝ વિભાગનું કહેવું છે કે આને જરૂર પડવા પર આ લોકોને ટ્રેસ કરવામાં મદદ મળશે.
 • ડોક્ટરના કોરોના પોઝિટિવ મળી આવતા ગુવાહાટી મેડિકલ કોલેજ અસ્થાઈ રીતે બંધ
 • દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા છે. જેમાં આઈટીબીપીના 37 જવાન પણ સામેલ છે. અત્યાર સુધી કુલ 82 આઈટીબીપી જવાન કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
 • અર્ધસૈનિક બળોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 481 થઈ, BSFમાં સૌથી વધારે 159 પોઝિટિવ

પાંચ  દિવસ સંક્રમણના સૌથી વધારે કેસ

દિવસકેસ
04મે3956
06 મે3602
07મે3344
05મે2971
03મે2952
રાજ્ય કેટલા સંક્રમિત કેટલા સાજા થયાકેટલાના મોત
મહારાષ્ટ્ર179743301694
ગુજરાત70131709425
દિલ્હી5980193166
તમિલનાડુ5409157437
રાજસ્થાન3427188999
મધ્યપ્રદેશ35521099185
ઉત્તરપ્રદેશ3071125062
આંધ્રપ્રદેશ183378038
પંજાબ164414928
પશ્વિમ બંગાળ1548296151
તેલંગાણા112269329
જમ્મુ-કાશ્મીર79333509
કર્ણાટક70536630
હરિયાણા62526007
બિહાર55021805
કેરળ50347404
ઓરિસ્સા2196202
ઝારખંડ1324103
ચંદીગઢ1352101
ત્રિપુરા880200
ઉત્તરાખંડ613900
છત્તીસગઢ593600
આસામ653501
હિમાચલ પ્રદેશ463403
લદ્દાખ421700
આંદામાન- નિકોબાર333300
મેઘાલય121001
પુડ્ડચેરી090600
ગોવા070700
મણિપુર020200
અરુણાચલ પ્રદેશ010100
દાદરા નગર હવેલી010100
મિઝોરમ010000

રાજ્યની સ્થિતિ 
મધ્યપ્રદેશ, સંક્રમિતઃ3252- રાજ્યમાં ગુરુવારને 114 કોરોના સંક્રમિત મળ્યા હતા. ભોપાલમાં 47 અને ઈન્દોરમાં 18 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતા. ભોપાલમાં એક દિવસમાં સંક્રમિતોનો આ સૌથી મોટો આંકડો છે. બુધવારે રાજ્યમાં આ બિમારીથી 7 લોકોના મોત થયા હતા. 

આ તસવીર ભોપાલની છે. અહીંયા ગુરુવારે બુદ્ધ પૂર્ણિમા પર લોકોએ ભગવાને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસીંગનું પાલન કરવાની અપીલ કરી રહ્યા હતા
આ તસવીર ભોપાલની છે. અહીંયા ગુરુવારે બુદ્ધ પૂર્ણિમા પર લોકોએ ભગવાને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટેંસીંગનું પાલન કરવાની અપીલ કરી રહ્યા હતા

ઉત્તરપ્રદેશ, સંક્રમિતઃ3071- અહીંયા ગુરુવારે 73 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી 1881 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો 62 થઈ ગયા હતા. સાથે રાજ્ય સરકારને 25 માર્ચ પાન મસાલા પર પ્રતિબંધ નિર્ણય પરત લાવવામાં લીધી હતી.

રાજસ્થાન, સંક્રમિતઃ3427- રાજસ્થાનમાં ગુરુવારે સંક્રમણના 110 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં જોધપુરમાં 22,ચિત્તોડગઢમાં 16, જયપુરમાં 13, પાલીમાં 6, અજમેરમાં 05, ઘૌલપુરમાં 04, કોટામાં 02, પાલી, સિરોહી અને ઉદેયપુરમાં એક એક સંક્રમિત મળી આવ્યા હતા. બિહાર, સંક્રમિતઃ550- અહીંયા ગુરુવારે સંક્રમણના 8 નવા કેસ સામે આવ્યા હતા. સાસારામમાં 56 વર્ષની એક મહિલા અને 70 વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજી બાજુ ઔરંગાબાદમાં 30 વર્ષ અને જહાનાબાદમાં 32 વર્ષનો વ્યક્તિ સંક્રમિત મળ્યો હતો.

જયપુરના ઈન્દિરા બજારમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. આ શહેરમાં સંક્રમણ પર કાબૂ નથી થઈ રહ્યો. અહીંયા ગુરુવારે પણ 21 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જયપુરના ઈન્દિરા બજારમાં પોલીસ ફ્લેગ માર્ચ કરી રહી છે. આ શહેરમાં સંક્રમણ પર કાબૂ નથી થઈ રહ્યો. અહીંયા ગુરુવારે પણ 21 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહારાષ્ટ્ર,સંક્રમિતઃ17974- અહીંયા 24 કલાકમાં સંક્રમણના 1216 કેસ સામે આવ્યા હતા. મુંબઈમાં 26 એપ્રિલે 5194 કોરોના દર્દી હતા, પરંતુ છેલ્લા 10 દિવસમાં તેમની સંખ્યા વધીને 10 હજાર 527 થઈ ગઈ હતી. 

મહારાષ્ટ્રના થાણેથી શ્રમિક પોલીસ ટ્રેનથી આ પ્રવાસી મજૂર જઈ રહ્યા છે. બિહારમાં અત્યાર સુધી 60 હજાર મજૂર અને 6 હજાર વિદ્યાર્થી વિશેષ ટ્રેન પહોંચી ગઈ છે.
મહારાષ્ટ્રના થાણેથી શ્રમિક પોલીસ ટ્રેનથી આ પ્રવાસી મજૂર જઈ રહ્યા છે. બિહારમાં અત્યાર સુધી 60 હજાર મજૂર અને 6 હજાર વિદ્યાર્થી વિશેષ ટ્રેન પહોંચી ગઈ છે.

દિલ્હી, સંક્રમિતઃ5980- અહીંયા ગુરુવારે સંક્રમણના 448 કેસ સામે આવ્યા હતા. એક દર્દીના મોત સાથે મૃતકોની સંખ્યા 66 થઈ ગઈ છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા બમણી થવાની ગતિ 11 દિવસ છે. આ સાથે જ દિલ્હી સરકારે કોવિડથી મોતને ભેટનાર પોલીસ કોન્સ્ટેબલ અમિત કુમારના પરિવારના 1 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. અમિતનુ મોત મંગળવારે થયું હતું.

ડીટીસીની બસથી દિલ્હી રેલવે સ્ટેશન જઈ રહેલા મજૂર. આમને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. દિલ્હીથી ચલાવાયેલી આ પહેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન હતી.
ડીટીસીની બસથી દિલ્હી રેલવે સ્ટેશન જઈ રહેલા મજૂર. આમને શ્રમિક સ્પેશ્યલ ટ્રેનથી મધ્યપ્રદેશ રવાના કરવામાં આવ્યા હતા. દિલ્હીથી ચલાવાયેલી આ પહેલી શ્રમિક સ્પેશ્યલ ટ્રેન હતી.
અન્ય સમાચારો પણ છે...